________________
નાટ્યદર્પણ'માં ઉપરૂપક વિધાન
143 તથા રોષપૂર્ણ સંભાષણ (સપ્ટેટ) હોય છે. તેમાં બધી જ વૃત્તિઓની અપેક્ષા રહે છે. નાન્દી' તથા ‘પ્રરોચનાની વિધિ નેપથ્યમાં થાય છે. તેનું ઉદાહરણ ‘વાલિવધઃ” છે.
સાહિત્યદર્પણમાં નિરૂપવામાં આવેલ લક્ષણથી એવું ફલિત થાય છે કે પ્રેક્ષણક એક એવા પ્રકારનું એકાંકી હતું જેમાં ક્યારેક પડદા પાછળથી સંવાદ બોલવામાં આવતા અને તે “માઇમ પ્લે' મૂકનાટ્ય રૂપે ભજવવામાં આવતું. “નાટ્યદર્પણ'માં આપવામાં આવેલા લક્ષણ પ્રમાણે અનેક પાત્રવિશેષ દ્વારા ગલી, સમાજ, ચાર રસ્તે અથવા મદ્યશાળા વગેરે સ્થળે ભજવાતા નૃત્યવિશેષને પ્રેક્ષણક કહેવામાં આવે છે. “નાટ્યદર્પણ' અનુસાર તે શુદ્ધ સ્વરૂપે રંગમંચીય કલા “Performing Art'નું જ એક રૂપ છે કે જે ખાસ પ્રકારની નટમંડળી દ્વારા લોકસમુદાય વચ્ચે ગલીમાં, શેરીમાં, ચાર રસ્તે, મંદિરના પ્રાંગણમાં કે પછી મદ્યાલયમાં ખુલ્લા આકાશમાં ભજવાતું. ભોજે અને નાટ્યદર્પણકારે “કામદહનનો પ્રેક્ષણકના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો છે. આજે પણ હોળીના અવસરે મહારાષ્ટ્રમાં અને તેના પ્રભાવથી તમિલનાડના તાંજોર જિલ્લામાં જાહેરમાં લોકસમુદાય વચ્ચે “કામદહન'નું વૃત્તાંત ભજવવામાં આવે છે જેમાં મરાઠી ‘લાવણી' પ્રયોજાય છે અને તેમાં એક નટસમૂહ મન્મથનો નાશ થયો હોવાનો દાવો કરે છે તો પ્રતિપક્ષ મન્મથ હજુ પણ જીવિત હોવાનો દાવો કરે છે.
ભોજે અને નાટ્યદર્પણકારે અહીં પહેલી વાર ભજવણીના સ્થળનો ઉલ્લેખ કર્યો છે. (૯) રાસક :
સાહિત્યદર્પણ'માં “રાસક'નું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. “રાસકમાં પાંચ પાત્રો હોય છે, મુખ અને નિર્વહણ સંધિ પ્રયોજાય છે. અનેક પ્રકારની ભાષા-વિભાષાઓનો પ્રયોગ થાય છે, તેમાં સૂત્રધાર હોતો નથી અને એક જ અંક હોય છે. તેમાં વીäગો અને નૃત્યગીત વગેરે) કલાઓ પ્રયુક્ત થાય છે. “નાન્દી’ શ્લિષ્ટપદયુક્ત હોય છે. નાયિકા કોઈ પ્રસિદ્ધ સુંદરી હોય છે અને નાયક મૂર્ણ હોય છે. ઉત્તરોત્તર ઉદાત્ત ભાષા વિન્યાસથી યુક્ત હોય છે. કેટલાકના મત પ્રમાણે તેમાં પ્રતિમુખ' સન્ધિ પણ પ્રયોજી શકાય. તેનું ઉદાહરણ “મનકાઠિતમ્' છે.
સાહિત્યદર્પણકારે પાઠ્યગત વિવિધ તત્ત્વો સંધિ, ભાષા, પાત્ર વગેરેની સાથે સાથે નૃત્ય, ગીત વગેરે કલાઓનો સમન્વય પણ સૂચવ્યો છે, જ્યારે નાટ્યદર્પણકારે ભોજને અનુસરી “રાસક'ને શુદ્ધ નૃત્યનો જ પ્રકાર માન્યો છે. તેમના મતે જેમાં ૧૭, ૧૨ કે ૮ નાયિકાઓ પિંડીબંધ વગેરે રચના દ્વારા નૃત્ય કરે તેને “રાસક' કહે છે. નર્તકીઓ નાચતાં નાચતાં ભેગી થઈ જાય તેને “પિંડી' કહે છે. એકમેક સાથે ગૂંથાઈને નૃત્ય કરે તેને “શૃંખલા' કહે છે અને તેમાંથી છૂટા પડી અલગ થવાની નર્તનક્રિયાને ‘ભેદ્યક' કહે છે. વેલીની જેમ ગૂંથાવાની નર્તનક્રિયાને “લતાબંધ” કહે છે. આમ રાસકના ના. દ. અનુસાર ચાર ભેદ છેઃ (૧) પિંડીબંધ, (૨) શૃંખલા, (૩) ભેદ્યક અને (૪) લતાબંધ. “અભિનવભારતી'માં પણ “રાસક'ને નૃત્યનો પ્રકાર માનવામાં આવ્યો છે જેમાં અનેક
નર્તકીઓ દ્વારા વિવિધ પ્રકારના તાલ અને લય પ્રયોજવામાં આવે છે. તે મસૂણ અને ઉદ્ધત બંને તે પ્રકારનું હોય છે. તેમાં ૬૪ જેટલાં યુગલો હોય છે.
ભરતમુનિએ ‘પૂર્વરંગ'માં પ્રયોજાતા નૃત્તના સંદર્ભમાં “પિંડી' સંજ્ઞા યોજી છે. તે એક ‘આકૃતિ