________________
144
મહેશ ચંપકલાલ
વિશેષ' છે, જેમાં નર્તકી આયુધોનો અથવા વિવિધ દેવતાઓના વાહન-ગજ, સિંહ વગેરે - નો આકાર નૃત્ત થકી દર્શાવે છે. ભરતમુનિ પિંડીના ચાર ભેદ વર્ણવે છે : (૧) પિંડી, (૨) શંખલિક, (૩) લતાબંધ અને (૪) ભેદ્યક. અભિનવગુપ્ત આ નૃત્તને સામૂહિક નૃત્ત માની તેના બે પ્રકાર કહ્યા છે : (૧) સજાતીય અને (૨) વિજાતીય. સજાતીય પ્રકારના નૃત્તમાં બે નર્તકીઓ “સમાન દાંડી ધરાવતા બે કમળસદશ” આકાર ધારણ કરે છે, “એકનાલઆવદ્ધ કલિયુગલવતુ. જ્યારે વિજાતીય પ્રકારના નૃત્તમાં એક નર્તકી “હંસની આકૃતિ અને બીજી નર્તકી જાણે “દાંડી સહિત કમળને હંસિનીએ ધારણ કર્યું હોય” તેવી આકૃતિ ઊભી કરે છે. “ગુલ્મ શૃંખલિકા'માં ત્રણ નર્તકીઓ તથા “લતામાં ચાર નર્તકીઓ પરસ્પર જોડાય છે.
ભરતમુનિની દૃષ્ટિએ આ બધા આકારો (૧) શિક્ષાયોગ, (૨) યોનિયત્ર તથા (૩) ભદ્રાસનની મદદ વડે ઊભા કરી શકાય છે. આધુનિક નૃત્યવિવેચકો પિંડીભેદને સમૂહનૃત્યનો પ્રકાર માને છે. પિંડી શબ્દ ગુલ્મ-ગુચ્છનો અર્થ સૂચવે છે. આ એક પ્રકારનું સમૂહનૃત્ય હોઈ શકે, જેમાં નર્તકો યા નર્તકીઓનું વૃંદ પાસે પાસે રહી “ગુચ્છનો આભાસ ઊભો કરતું હોય, “શંખલિકા' એ અન્ય પ્રકારની નૃત્યરચના હોઈ શકે, જેમાં નર્તક-નર્તકીઓ એકબીજાનો હાથ પકડી સાંકળ-શૃંખલા બનાવતા હોય; “લતાબન્ધ” એવી નૃત્યરચના સૂચવે છે કે જેમાં નર્તકો એકબીજાના ખભે પોતાના બાહુ મૂકતા હોય અને ‘ભેદ્યક પ્રકારની નૃત્યરચનામાં નર્તકી સમૂહમાંથી છૂટા પડી પૃથક રીતે વ્યક્તિગત અંગસંચાલનો કરતી હોય. (૧૦) નાટ્યરાસક :
સાહિત્યદર્પણ'માં “નાટ્યરાસક'નું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક જ અંક હોય છે. તેનો નાયક ઉદાત્ત અને ઉપનાયક પીઠમ હોય છે. તે હાસ્યરસપ્રધાન હોવા ઉપરાંત તેમાં શૃંગારરસ પણ પ્રયોજાય છે. તેની નાયિકા વાસકસજ્જા હોય છે. તેમાં મુખ અને નિર્વહણ સન્ધિ હોય છે, બહુવિધ તાલ, લય ઉપરાંત તેમાં દસ લાસ્યાંગો પ્રયુક્ત થાય છે. કેટલાકના મતે તેમાં પ્રતિમુખ સિવાયની ચાર સન્ધિઓ હોઈ શકે. તેનાં ઉદાહરણ છે, “વિલાસવતી' (ચાર સન્ધિથી યુક્ત) તથા નર્મવતી' (બે સન્ધિયુક્ત).
સાહિત્યદર્પણકારે “રૂપકની જેમ અહીં પણ “પાઠ્યગત તત્ત્વો અંક, નાયક-નાયિકા ભેદ, રસ, સન્ધિના આધારે નાટ્યરાસકનાં લક્ષણો નિરૂપ્યાં છે. જો કે વિવિધ તાલ, લય અને લાસ્યાંગો દ્વારા તેમાં રહેલાં નૃત્ય અને સંગીતનાં તત્ત્વો પણ ઇંગિત કર્યા છે.
નાટ્યદર્પણકારે ભોજને અનુસરી “નાટ્યશાસક'ને શુદ્ધ રૂપે નૃત્યનો જ પ્રકાર માન્યો છે. તેમના મતે વસંત વગેરે (ઉન્માદક) ઋતુના આગમને સ્ત્રીઓ દ્વારા રાગાદિના આવેશમાં રાજાઓના ચરિત્રનું નૃત્ય વડે કરવામાં આવતું પ્રદર્શન “નાટ્યરાસક' કહેવામાં આવે છે. ભોજે “શૃંગારપ્રકાશમાં “નાટ્યરાસક” વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમના મતે “નાટ્યરાસક'ને “ચર્ચરી' પણ કહે છે જે વસંતઋતુ-આગમને રાજાના સન્માનમાં નર્તકીઓ દ્વારા રજૂ થાય છે. “રત્નાવલી'માં આરંભના દશ્યમાં “ચર્ચરી' નૃત્યનો પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે તે શુદ્ધપણે “નૃત્ત'નો જ એક પ્રકાર છે જેમાં પિંડી, ગુલ્મ વગેરે અનેક પ્રકારના આકારો રચાય છે. પહેલાં એક યુગલ નર્તન કરતું પ્રવેશે અને