________________
કલ્પસૂત્ર
153
બહાર જંગલમાં હાંકી કાઢી. બાળકુમારની આસપાસ ચોકીપહેરો ગોઠવ્યો. બન્યું એવું કે બિલાડીના મહોરાવાળો આગળો બાળકના માથા પર પડતાં બાળકનું મૃત્યુ થયું. આ આઘાતજનક પ્રસંગે ભદ્રબાહુસ્વામી આશ્વાસન આપવા ગયા, ત્યારે રાજાએ તેમને અદકેરું માન આપ્યું. પોતાની ચાલમાં નિષ્ફળ જતાં ક્રોધ અને દ્વેષથી ઘેરાયેલો વરાહમિહિર પછીના જન્મ વ્યંતરદેવ બન્યો અને પોતાના જ્ઞાનથી પૂર્વજન્મ જાણતાં જ જૈન સંઘ પ્રત્યે એના દ્વેષની આગ ભભૂકી ઊઠી. એણે શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ ફેલાવ્યો અને અસંખ્ય લોકો મરવા લાગ્યા. શ્રીસંઘે ભદ્રબાહુસ્વામીને વિનંતી કરતાં એમણે શ્રુતજ્ઞાનથી સઘળી હકીકત જાણી અને ઉપદ્રવ ટાળવા માટે “ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના કરી. આ મહાન સ્તોત્રની શક્તિના પ્રભાવે વ્યંતરની શક્તિ ક્ષીણ થઈ ગઈ. આ રીતે જિનશાસનના આ મહાન પ્રભાવક આચાર્ય શાસનનો અને શ્રુતનો એમ બંનેનો અપાર મહિમા કર્યો.
આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેદસૂત્રોની રચના કરીને મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત – આ દસ સૂત્રોના નિયુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ “ભદ્રબાહુ સંહિતા' તથા સવા લાખ પદ ધરાવતું વસુદેવચરિત' નામનો ગ્રંથ રચ્યો અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણ-ધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર અને ઉત્કર્ષ કરનાર ભદ્રબાહુસ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા પાંચમા અને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માને છે.
આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દસ અધ્યયન ધરાવતા દશાશ્રુતસ્કંધ' ગ્રંથનું આઠમું અધ્યયન એટલે “પજ્જોસણા કલ્પ' એટલે કે “પર્યુષણા કલ્પ' કહેવાય છે, પણ સમયાંતરે એ - “કલ્પસૂત્ર' તરીકે પ્રચલિત થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઈ. “કલ્પએટલે આચાર, વિધિ, નીતિ અથવા સમાચારી. ‘તત્ત્વાર્થસૂત્ર'ના રચયિતા વાચક શ્રી ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન, શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ. જૈન શાસ્ત્રોમાં આવા દસ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે : (૧) અચલક કલ્પ, (૨) ઔદેશિક કલ્પ, (૩) શય્યાતરપિંડ કલ્પ, (૪) રાજપિંડ કલ્પ, (૫) વંદનકર્મ કલ્પ, (૯) મહાવ્રત કલ્પ, (૭) જ્યેષ્ઠ કલ્પ, (૮) પ્રતિક્રમણ કલ્પ, (૯) માસ કલ્પ અને (૧૦) પર્યુષણા કલ્પ.
આ સઘળાં કલ્પોમાં પર્યુષણાકલ્પ સવિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે પર્વાધિરાજ પર્યુષણ એ જૈન ધર્મની આરાધનાનું સૌથી મોટું વાર્ષિક પર્વ છે અને આવા આધ્યાત્મિક પર્વ સમયે આ આઠમા અધ્યયનનું વાચન થતું હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું છે. “કલ્પસૂત્ર'માં જૈન ધર્મના પિસ્તાલીસ આગમનો સાર નથી તે હકીકત છે, તેમ છતાં તે આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. જૈન સંઘોમાં પર્યુષણ દરમિયાન સાધુભગવંતો દ્વારા એનું વાંચન થતું રહ્યું છે. કલ્પસૂત્રના આવા વિશિષ્ટ મહિમાનું કારણ શું ?
કોઈપણ ધર્મ એની આગવી પરંપરા ધરાવતો હોય છે. જૈન ધર્મના સાધુ-સાધ્વીઓના