________________
કલ્પસૂત્ર
155
શ્રી વાસુપૂજ્ય સ્વામી (૮ મહિના ૨૦ દિવસ), ૧૩. શ્રી વિમલનાથ ભગવાન (૮ મહિના ૨૧ દિવસ), ૧૪. શ્રી અનંતનાથ ભગવાન (૯ મહિના ૯ દિવસ), ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી (૮ મહિના ૨૬ દિવસ), ૧૬. શ્રી શાંતિનાથ ભગવાન (૯ મહિના ૭ દિવસ), ૧૭. શ્રી કુંથુનાથ ભગવાન (૯ મહિના ૫ દિવસ), ૧૮. શ્રી અરનાથ પ્રભુ (૯ મહિના ૮ દિવસ), ૧૯. શ્રી મલ્લિનાથ પ્રભુ (૯ મહિના ૭ દિવસ), ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી (૯ મહિના ૮ દિવસ), ૨૧. શ્રી નમિનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ), ૨૨. શ્રી નેમનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ), ૨૩. શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૯ મહિના ૭ દિવસ), ૨૪. શ્રી મહાવીર
સ્વામી (૯ મહિના સાડા સાત દિવસ). ૫. શ્રી પાર્શ્વપ્રભુ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વૈશાખ વદ ૧૧ના દિવસે વિશાખા નામની
પાલખીમાં બેસીને પંચમુષ્ટિ લોચ કર્યો. એ સમયે તેઓને અઠ્ઠમનું તપ હતું. એમણે ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી અને એ જ વખતે મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. શ્રી પાર્શ્વપ્રભુએ છબસ્થપણે ૮૪ દિવસની સાધના કરી. તેઓનું આયુષ્ય સો વર્ષનું હતું. ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૮૪ દિવસ છબસ્થ અવસ્થામાં અને ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા તેટલો સમય કેવલપર્યાયમાં ગાળ્યો. એકસો વર્ષ પૂર્ણ થતાં સમેતશિખર ઉપર ૩૩ સાધુઓ સાથે માસક્ષમણનું તપ પૂર્ણ કરીને મોક્ષે પધાર્યા. એમના નિર્વાણબાદ ૧૨૩૦ વર્ષે કલ્પસૂત્રનું
લેખનકાર્ય થયું. ૬. શ્રી નેમિનાથ ભગવાનનાં પાંચેય કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયાં. આસો વદ અમાસના દિવસે
ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસ નામના વૃક્ષ નીચે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત
થયાં. ૭. શ્રી ઋષભદેવ ભગવાનનાં ચાર કલ્યાણકારી ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્તરાષાઢા આ નક્ષત્રોમાં થયાં. જ્યારે પાંચમું મોક્ષ કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું. તેઓએ રાજ્યાવસ્થામાં પુરુષો માટેની ૭૨ કળાઓ અને સ્ત્રીઓ માટેની ૬૪ કળાઓમાં ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, કાવ્ય, ગજારોહણ, શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, સંસ્કૃત-સ્મૃતિ, વૈદક, આગમ, ઇતિહાસ જેવી ૭૨ કળાઓ શીખવી. એમણે એમની પુત્રી બ્રાહ્મીને હંસલિપિ વગેરે ૧૮ લિપિ શીખવી અને બીજી પુત્રી સુંદરીને દશાંશ ગણિત શીખવ્યું. જ્યારે સ્ત્રીઓને નૃત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન, ધર્માચાર, કેશબંધ જેવી ૬૪ કળાઓ શીખવી. ભગવાન મહાવીરનાં જુદાં જુદાં નામો આ પ્રમાણે છે : ૧. શ્રમણ, ૨. મહાવીર, ૩. વૈશાલિક (વિશાળા નગરીના ઉપનગર ક્ષત્રિયકુંડ ગ્રામમાં જન્મ્યા હતા.), ૪. મુનિ (દીર્ઘકાળ સુધી મૌન પાળનારા), ૫. માહણ (ખરા બ્રાહ્મણની જેમ જીવન વિતાવનાર), ૬. કાશ્યપ (ગૌત્ર પરથી), ૭. દેવાર્ય (ભગવાન મહાવીર ગામડાંઓમાં વિચરતા ત્યારે ગોવાળિયા વગેરે સાધારણ લોકો તેમને દેવાર્ય કહીને સંબોધતા હતા), ૮. દીર્ઘ તપસ્વી, ૯. વીર અને ૧૦. અંત્ય કાશ્યપ (કાશ્યપ ગોત્રના છેલ્લા તીર્થંકર).
૮
.