________________
જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ
લેખન કરાવવામાં આવતું હતું. લહિયાઓને તાલીમ આપી સારા અક્ષરે લેખન કરાવાતું હતું. હસ્તપ્રતને સંસ્કૃતમાં પાણ્ડલિપ કહેવામાં આવે છે. જ્યારે અંગ્રેજીમાં મૅન્યુસ્ક્રિપ્ટ કહે છે. આ લૅટિન શબ્દ છે. એનો અક્ષરશઃ અર્થ થાય છે – હાથથી લખેલું. હાથે લખાયેલ ગ્રંથની નકલ હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત્ હાથ દ્વારા લિખિત પ્રાચીન સામગ્રી જેનું ઐતિહાસિક, સામાજિક, દાર્શનિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ હોય તેને પા ુલિપિ અથવા હસ્તપ્રત કહી શકાય. A book, document or the like, written by hand; a writing of any kind, as distinguished from printed matter એક પુસ્તક, દસ્તાવેજ (ડૉક્યુમેન્ટ) અને એ સિવાય અન્ય હસ્તલિખિત સામગ્રી જે કોઈ પણ ઉદ્દેશથી હાથથી લખાયેલી હોય કે જે મુદ્રિત ન હોય. હાથથી લખેલું લખાણ પછી ભલે ને તે કાગળ પર લખાયેલું હોય, કે માટી, પથ્થર, ધાતુ, લાકડું, ભૂર્જપત્ર, તાડપત્ર કે અન્ય પરિપાટી ઉપર લખાયું હોય. આ હસ્તપ્રતોમાં છાપવા આપતાં પહેલાંનાં તમામ લખાણોનો સમાવેશ કરી શકાય.
-
161
આ હસ્તપ્રર્તામાં આપણા ઋષિ-મહર્ષિઓ, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપદેશ અથવા અલૌકિક દર્શન સંગ્રહાયેલ છે. આ જ્ઞાન-વારસાને કારણે ભારતને જગદ્ગુરુના નામથી ઓળખવામાં આવતો હતો, જે આપણા માટે ગૌરવ સમાન બીના હતી. આ પ્રાચીન ધરોહરને આપણા પૂર્વજોએ અનેક સંકટોનો સામનો કરીને, વિદેશીઓનાં આક્રમણો સહીને, કુદરતી આપત્તિઓથી, જીવ-જંતુઓથી બચાવીને આપણા સુધી સુરક્ષિત પહોંચાડી છે અને એટલે આપણી પણ ફરજ બને છે કે આ પ્રાચીન જ્ઞાન-વારસાને આવનારી પેઢીઓ સુધી સુરક્ષિત પહોંચાડવો. આ હેતુ-ધ્યેયને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વજો-શ્રેષ્ઠીઓએ અનેક જ્ઞાનભંડારોનું નિર્માણ કરીને, જ્ઞાનને વ્યવસ્થિત સાચવ્યું છે જે ગૌરવપ્રદ અને સરાહનીય છે.
જૈન જ્ઞાનભંડારો : આચાર્ય શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો પ્રારંભ કરાવ્યા બાદ આચાર્ય ભગવંતોની પ્રેરણાથી રાજર્ષિઓએ, મંત્રીશ્રીઓએ તેમજ ધનાઢ્ય શ્રાવકોએ હસ્તપ્રતો લખાવીને ગ્રંથભંડારોની સ્થાપના કરેલી છે. પઠન-પાઠન માટે ગુરુ ભગવંતોને ગ્રંથ વહોરાવવાનું પુણ્યકામ ગણાય છે. તેથી જૈન સંપ્રદાયમાં આ જ્ઞાનપ્રવૃત્તિના કાર્યને ઉત્તેજન આપવામાં આવ્યું છે. હસ્તપ્રતો લખાવવાનું કામ ધનાઢ્ય શ્રાવકોને માટે ગૌરવપ્રદ લેખાતું.
સોલંકી સુવર્ણયુગમાં સેંકડો ગ્રંથોની રચના તથા લેખનાદિ પ્રવૃત્તિ ખૂબ જ પ્રમાણમાં વિકસેલી જણાય છે. તે સમયમાં રચાયેલું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સાહિત્ય મળી આવે છે. તેરમા સૈકામાં થઈ ગયેલા ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી જ્ઞાનપ્રેમી શ્રી વસ્તુપાલે અઢાર કરોડ રકમ ખર્ચીને પાટણ, ખંભાત અને ધોળકા સ્થળે ગ્રંથભંડારો સ્થાપ્યા હતા. મહારાજા કુમારપાળે ૨૧ જ્ઞાનભંડારોની સ્થાપના કર્યાની નોંધ આચાર્ય હેમચંદ્રાચાર્યરચિત ‘કુમારપાલ પ્રબંધ'માં મળે છે.
ગુજરાતના જ્ઞાનભંડારો : ગુજરાતના જ્ઞાનભંડારો મહત્ત્વના અને સમૃદ્ધ જ્ઞાનભંડારો છે. કોબા, પાટણ, ખંભાત, લીંબડી, નડિયાદ, અમદાવાદ, સૂરત, પાલનપુર, રાધનપુર, વડોદરા, ડભોઈ, માંગરોળ, કોડાઈ ઇત્યાદિ.
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા : આ જ્ઞાનમંદિરમાં બે લાખ કરતાં અધિક હસ્તપ્રતો, ત્રણ હજાર જેટલી તાડપત્રીય પ્રતો અને દોઢ લાખ કરતાં અધિક પ્રકાશનો છે.