________________
૧૦. કલ્ય”
156
કુમારપાળ દેસાઈ ૯. “કલ્પસૂત્ર'ની ઘણી કંડિકાઓમાં “તેણે કાલેણે તેણે સમએણે સમણે ભગવે મહાવીરે...”
વાક્યખંડ વારંવાર પ્રયોજાયો છે. તે કાળે, તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરે...” જેવો અર્થ ધરાવતું આ વાક્ય વારંવાર આવે છે, છતાં એ પુનરાવર્તન નહીં લાગે. એના શ્રવણથી શ્રોતા એક પ્રકારના તાદૃશ્યનો અનુભવ કરે છે. આલેખાતી ઘટના શ્રોતાને માનસપ્રત્યક્ષ થઈ જાય છે. આ પંક્તિઓના પુનઃ પુનઃ શ્રવણથી ભાવની દૃઢતા સધાય છે અને હૃદયમાં ઉલ્લાસ અનુભવાય છે. અર્ધમાગધી ભાષામાં લખાયેલી આ લલિત કોમલ પદાવલિ પ્રભુ મહાવીરની વાણીનું સ્મરણ કરાવે છે. મધુર પણ સઘન અને માહિતીપૂર્ણ. કિંતુ હૃદયસ્પર્શી રીતે લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ ઘૂંટીઘૂંટીને લખાયો હોય તેમ પ્રયોજાયો છે. કલ્પસૂત્રમાં જુદા જુદા અનેક વિષયોનું વર્ણન મળે છે, એમાં મુખ્યત્વે સાધુસાધ્વીઓના આચારોનું આલેખન મળે છે. ચાતુર્માસ, પ્રતિક્રમણ, ગોચરી અને સાધુ-સાધ્વીને વંદન જેવા દસ મુખ્ય આચારોની વાત કરવામાં આવી છે. એના વિષયોની વહેંચણી પણ વ્યાખ્યાન પ્રમાણે કરવામાં આવી છે. જેમ કે (૧) પહેલા વ્યાખ્યાનમાં ૧૦ કલ્પ, કલ્પમહિમા તથા નમુત્થણેનો સમાવેશ થાય છે. (૨) બીજા વ્યાખ્યાનમાં દસ અચ્છેરા તથા ભગવાન મહાવીરના ૨૮ પૂર્વ ભવોનું વર્ણન છે. (૩) ત્રીજા વ્યાખ્યાનમાં ૧૪ સપનોનું વર્ણન હોવાની સાથે સ્વપ્નશાસ્ત્રાદિ મુખ્યત્વે છે. (૪) ચોથા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનાં માતા-પિતા ત્રિશલાદેવી, સિદ્ધાર્થરાજા આદિની જીવનચર્યા તથા પ્રભુના જન્મનું વર્ણન આલેખાયું છે. (૫) પાંચમા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનો જન્મોત્સવ, પાઠશાળાગમન, લગ્ન તથા દીક્ષાદિનું વર્ણન છે. (૯) છઠ્ઠી વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરને થયેલા ઘોર ઉપસર્ગોનું વર્ણન છે. સુંદર તાર્કિક યુક્તિ પ્રમાણ અને જૈન તત્ત્વચિંતનનો અર્ક દર્શાવતું ગણધરવાદનું તથા ભગવાન મહાવીરના નિર્વાણ સમયનું વર્ણન મળે છે. (૭) સાતમા વ્યાખ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવનાં જીવનચરિત્રો તથા વીસ જિનના આંતરકાળનું વર્ણન વિશેષ છે. (૮) આઠમા વ્યાખ્યાનમાં સ્થવિરાવલિ વર્ણવવામાં આવે છે. ભગવાન મહાવીર પછી ૧૧ ગણધરો અને તેમની એક હજાર વર્ષની પાટ પરંપરાના શિષ્ય-પ્રશિષ્યાદિ મહાપુરુષોનું ઐતિહાસિક વર્ણન છે. (૯) નવમા વ્યાખ્યાનમાં સમાચારી-શ્રમણોની આચારવિચારની સંહિતાની સમજણ છે.
આ પ્રમાણે નવ વ્યાખ્યાનોમાં સંપૂર્ણ કલ્પસૂત્ર આવરી લેવાયું છે. એ નવ વ્યાખ્યાનો પર્યુષણ મહાપર્વના આઠ દિવસોમાં વંચાય છે.
પર્યુષણના પ્રથમ ત્રણ દિવસોમાં અષ્ટાત્રિકા પ્રવચનો ચાલે છે. પહેલા દિવસે અમારિપ્રવર્તન, ચૈત્ય પરિપાટી, અઠ્ઠમના તપ, ક્ષમાપના અને સાધર્મિક વાત્સલ્ય, આ પાંચ વિષયો પર પ્રવચન અપાય છે. બીજે દિવસે શ્રાવકનાં વાર્ષિક અગિયાર કર્તવ્યો અને ત્રીજા દિવસે પૌષધ વ્રતનો મહિમા દર્શાવવામાં આવે છે.
પર્યુષણ પર્વના ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એમ આ ચાર દિવસોમાં શ્રી કલ્પસૂત્રના સવારે બપોરે એમ બે વખત કુલ આઠ વ્યાખ્યાનો વાંચવાની પરંપરા છે. (૯મું વ્યાખ્યાન વાંચવાની