________________
LIMITE
W
]]>
‘કલ્પસૂત્ર'ની ચિત્રાવલિ
સંગમદેવે કરેલા ઉપસર્ગ પોલાશ ચૈત્યમાં સંગમદેવ દ્વારા છ-છ મહિના સુધી ભગવાન મહાવીરને કરવામાં આવેલા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો દર્શાવતા આ ચિત્રમાં ભગવાન કાઉસ્સગ મુદ્રામાં ઊભા છે. બે બાજુ ઊભેલા બે પુરુષો કાનમાં ખીલા મારે છે. જમણી બાજુ વીંછી અને કૂતરો છે અને ડાબી બાજુ વાઘ અને બે પગ પાસે બે ઘડા છે, જે એમના પગ વચ્ચે પેટાવેલા અગ્નિના સૂચક છે.
શ્રી મહાવીર પ્રતિમા ‘કલ્પસૂત્ર'ના પ્રારંભે ભગવાન મહાવીરનું ચિત્ર હોય છે. એમની પ્રતિમાને અંગરચના કરી હોય તેવું આ ચિત્ર એમના વનનું ચિત્ર ગણાય છે. મધ્યમાં પદ્માસનની મુદ્રામાં
બિરાજમાન ભગવાનના પગમાં સિંહનું લાંછન છે. છેક ઉપર હાથી અભિષેક કરે છે અને તેની ઉપર શ્વેત હંસોની હારમાળા છે.