________________
કલ્પસૂત્ર
જિનશાસનને સફળ નેતૃત્વ તેમજ શ્રુતજ્ઞાનની અમૂલ્ય સંપત્તિ અર્પનાર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી ભગવાન મહાવીરના સાતમાં પટ્ટધર હતા. યશસ્વી આચાર્ય યશોભદ્રના આ શિષ્ય ચૌદ પૂર્વેના જ્ઞાતા હતા. એમનો જન્મ વિર નિર્વાણ સંવત ૯૪માં થયો. પિસ્તાળીસ વર્ષની વયે સંયમ ગ્રહણ કર્યો અને આચાર્ય સંભૂતિવિજયજી પછી વી. નિ. સં. ૧૫૯માં એમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ચૌદ વર્ષ સુધી જિનશાસનના યુગપ્રધાનપદને એમણે શોભાવ્યું. શ્રુતકેવલી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી વી. નિ. સં. ૧૭માં ૭૬ વર્ષની વયે કાળધર્મ પામ્યા. અર્થવાચનાની દૃષ્ટિએ આચાર્ય ભદ્રબાહુની સાથે શ્રુતકેવલીનો વિચ્છેદ થયો.
શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. વરાહમિહિર અને ભદ્રબાહુ એ બંને ભાઈઓ ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. શ્રુતકેવલી શ્રી યશોભદ્રસૂરિજીનો મેળાપ થતાં બંનેએ દીક્ષા લીધી, કિંતુ ચૌદ પૂર્વનું જ્ઞાન અને આચાર્યપદ અર્પણ કરવામાં ભદ્રબાહુ વિશેષ યોગ્ય લાગતાં ગુરુએ તેમને ઉત્તરાધિકારી બનાવ્યા, આથી છંછેડાયેલા વરાહમિહિરે ગુસ્સે થઈને દીક્ષા છોડી દીધી. આ સમયે રાજાને ત્યાં પુત્રજન્મનો પ્રસંગ આવતાં બાળક એકસો વર્ષનો થશે એવું વરાહમિહિરે ભવિષ્ય ભાખ્યું. જ્યારે એ જ નગરમાં રહેલા સંઘનાયક ભદ્રબાહુસ્વામી વધામણી આપવા આવ્યા નહીં. એ તક ઝડપીને વરાહમિહિરે ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધમાં રાજા અને પ્રજાના કાન ભંભેર્યા. આ અંગે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના કારણે અવસાન થવાનું છે, ત્યારે રાજાને સાંત્વના આપવા જઈશ. રાજાને વરાહમિહિરના કથનમાં વિશ્વાસ હોવા છતાં રાજાએ તમામ બિલાડીઓને પકડી લઈને નગર
કુમારપાળ દેસાઈ