________________
150
ડૉ. માણેક પટેલ “સેતુ'
કસ્તૂરભાઈ (૧૮૯૪–૧૯૮૦)નું નામ જૈન શ્રેષ્ઠી તરીકે ગુજરાતભરમાં જાણીતું છે. મિલ અને રસાયણ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈએ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા શહેરમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી. અમદાવાદ શહેર એમનું કાયમી ઋણી રહેશે. એમની આણંદજી કલ્યાણજી પેઢીમાં પ્રમુખ તરીકેની સેવાઓ ઉમદા અને ઉલ્લેખનીય હતી. એમનો વારસો એમના પુત્ર શ્રેણિકભાઈએ જાળવ્યો.
શેઠ ચીનુભાઈ ચિમનલાલ મેયર (૧૯૯–૧૯૯૩) : અમદાવાદના કલ્યાણ અને સુખાકારી માટે સતત જાગ્રત શ્રેષ્ઠીવર્ય શેઠ ચીનુભાઈ ચિમનલાલ જીવનના છેલ્લા શ્વાસ સુધી ચિંતિત હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં છેલ્લા પ્રમુખ અને પ્રથમ મેયર થવાનું માન શેઠ ચીનુભાઈને મળ્યું. એમણે ૧૨ વર્ષ સુધી મેયરપદે રહી શહેરમાં અનેક વિકાસનાં કાર્યો કર્યા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એક જાહેર સભામાં બોલેલા – “એક શહેરની પ્રગતિ માટે મેયર કેટલું કરી શકે છે, એ જોવું હોય તો અમદાવાદ જવું જોઈએ.” – એમ કહી ચીનુભાઈ મેયરનાં કાર્યોની પ્રશંસા કરી હતી.
સારાભાઈ પરિવાર : સારાભાઈ મગનભાઈ કરમચંદના વંશજો અને પરિવારજનોએ સારાભાઈ અટક અપનાવી. અંબાલાલ સારાભાઈ ગાંધીજી સાથે સંપર્કમાં આવતાં, તેઓ તેમના પરિવારજનો સાથે આઝાદીની લડતમાં અને લોકહિતના કાર્યોમાં જોડાયા અને આર્થિક રીતે મદદરૂપ બન્યા. તેમના દાદાના નામથી ૧૮૫૧માં શરૂ થયેલ કન્યાશાળા આજે પણ ચાલુ છે – બ્રિટિશ સરકારે એમને “કેશરે હિન્દ'નો ઇલકાબ એનાયત કર્યો હતો. શેઠ અંબાલાલભાઈ શહેરની બી. એમ. ઇન્સ્ટિટ્યૂટ, એન.આઈ.ડી., અટિરા, શ્રેયસ ફાઉન્ડેશન અને સી. એન. વિદ્યાલય જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
એમના પરિવારનાં અનસૂયા સારાભાઈ સાચા અર્થમાં મિલમજૂર-પ્રવૃત્તિનાં મોટાબહેન' હતાં. અંબાલાલનાં પત્ની સરલાદેવી જ્યોતિસંઘ અને વિકાસગૃહની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હતાં. એમની પુત્રી મૃદુલા સારાભાઈ પણ સ્વાતંત્ર્ય-પ્રવૃત્તિમાં સક્રિય હતાં. એમણે જ્યોતિસંઘની સ્થાપના કરી મહિલા- પ્રવૃત્તિને શક્તિશાળી બનાવી હતી. ભારતના સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા - ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ (૧૯૧૯–૧૯૭૧) શેઠ અંબાલાલના પુત્ર થાય. દેશભરમાં પ્રખ્યાત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), અને અટિરા જેવી સંસ્થાઓની સ્થાપનાના પાયાની ઈંટ સમાન હતા અને અધ્યક્ષ તરીકેની સેવાનો ભાર નિભાવ્યો. હતો. દેશના અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈને ‘પદ્મવિભૂષણ'થી સન્માનવામાં આવ્યા હતા.
એમની પત્ની મૃણાલિની સારાભાઈ ભારતીય નૃત્યકલાના પ્રચાર-પ્રસારમાં સમર્પિત છે. ડૉ. વિક્રમ સારાભાઈના પુત્ર કાર્તિકેય સારાભાઈ નહેરુ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) સંસ્થા સાથે સંકળાયેલા છે.
શેઠ વાડીલાલ સારાભાઈ (૧૮૭૫–૧૯૨૯) : શેઠ વાડીલાલ સંતોષી અને સેવાભાવી સ્વભાવના હતા. એમણે પાછલી જિંદગીમાં લોકમદદ કરવાનું શરૂ કર્યું અને મૃત્યુ પછી એમની