________________
132
વિનોદ કપાસી
હતા. આ ઐતિહાસિક દસ્તાવેજ જૈન ધર્મના પર્યાવરણવિષયક સિદ્ધાંતોને સુંદર રીતે વણી લે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ વેટિકનમાં નામદાર પોપ સાથે જૈન અગ્રણીઓની મુલાકાત ગોઠવી હતી. આ સિવાયનાં સંસ્થાનાં મુખ્ય કાર્યોમાં ‘તત્ત્વાર્થસૂત્ર'નો અંગ્રેજીમાં અનુવાદ અને સેન્ટ જેમ્સ પેલેસમાં વિમોચન તથા બ્રિટનમાં સચવાયેલી જૈન ધર્મની પ્રાચીન અને અમૂલ્ય હસ્તપ્રતોનું કેટલોગિંગ. આ બંને કાર્યોએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીને વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરાવેલ છે. તાજેતરમાં જૈન ધર્મનાં બાળકો માટેનાં પ્રાથમિક પુસ્તકના પ્રકાશન ક્ષેત્રે પણ આ સંસ્થાએ પહેલ કરી છે.
(૫) મહાવીર ફાઉન્ડેશન : ૧૯૮૭માં પાંચ ટ્રસ્ટીઓએ સ્થાપેલી આ સંસ્થા નાની છે પણ તેનું માનવંતું સ્થાન છે. બૃહદ લંડનના કંન્ટન વિસ્તારમાં મુખ્ય રાજમાર્ગ પર એક સુંદર દેરાસરનું નિર્માણ કરીને સ્થાનિક લોકોના પ્રેમ અને આશિષ મેળવેલ છે. કેન્ટન, હેરો, વેમ્બલી વિસ્તાર, જે
આ દેરાસરની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા છે. તેમાં પાંચ-સાત હજાર જૈનો વસે છે. કેન્ટન દેરાસરની શરૂઆત આમ તો ૧૯૯પમાં કરવામાં આવી હતી. પરંતુ ૨૦૧૨માં જ અંજનશલાકા કરેલી પ્રતિમાઓની વિધિવત્ પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની ૨૩ ઇંચની પ્રતિમા છે. અને તે સાથે પાર્શ્વનાથ પ્રભુ, આદિનાથ ભગાન સીમંધર સ્વામી, મુનિસુવ્રત સ્વામી, શ્રી પદ્માવતી માતા, શ્રી માણિભદ્ર વીર, ગૌતમ સ્વામી, સરસ્વતીદેવીની સ્થાપના કરવામાં આવી છે.
આ સિવાય શ્રી ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી નાકોડા ભૈરવની સ્થાપના પણ કરવામાં આવશે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની છબીની સ્થાપના પણ કરવામાં આવી છે. મહાવીર ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ, મહાવીર જન્મકલ્યાણક તથા અન્ય જૈન પર્વો ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળકોના ધાર્મિક વર્ગો પણ ચાલે છે.
મહાવીર ફાઉન્ડેશનનું દેરાસર જૈન વસ્તીથી નિકટતમ છે અને રાજમાર્ગ પર છે તેથી દર્શનાર્થીઓ સહુથી વિશેષપણે જોવામાં આવે છે. સ્થાપિત કરેલી પ્રતિમાજીઓ પ્રાચીન હોવાથી લોકોમાં આસ્થા પણ વિશેષ છે.
(૯) વીરાયતન યુ.કે. : આચાર્યશ્રી ચંદનાજી દ્વારા વીરાયતનની પ્રવૃત્તિઓ વિહારમાં મહારાષ્ટ્રમાં તથા કચ્છ ગુજરાતમાં સુપેરે વિસ્તરેલી છે. લંડનમાં વીરાયતન યુ. કે. દ્વારા જૈન ધર્મના વર્ગો ચાલે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે.
(૭) જૈને નેટ વર્ક : આ સંસ્થા દ્વારા કોલીન્ડેલ વિસ્તારમાં વેરહાઉસ ખરીદવામાં આવેલાં તે ઇમારતને તોડીને સુંદર દેરાસર તથા ઉપાશ્રય કેન્ટીન, રહેવાના ફ્લેટ્સ બાંધવાની જરૂરી મંજૂરી મળી ગયેલી છે. અને હવે ટૂંક સમયમાં બાંધકામની પ્રવૃત્તિ શરૂ થશે તેવી ધારણા છે.
(૮) યંગ જૈન્સ : બ્રિટનના જૈન યુવકોની આ સંસ્થા યુવાનોમાં જૈન ધર્મનો પ્રસાર કરે છે. તેના કાર્યકરો કંઈક નવી જ પદ્ધતિઓ અને નવા દૃષ્ટિકોણ સાથે અદ્યતન ટેકનોલોજીના સહારે સારું કામ કરે