________________
138
મહેશ ચંપકલાલ
(ઈ. સ. ૧૦૧૦-૧૦૫૫) ૧૨ ઉપરૂપકોનો નિર્દેશ કરી તેમની વ્યાખ્યા આપી છે. તેમાં પણ સટ્ટક'નો ઉલ્લેખ નથી. તેમણે સટ્ટકને ‘ઉપરૂપક' નહીં પરંતુ રૂપક'નો એક પ્રકાર માન્યો છે. અને રાજશેખરકૃત “કપૂરમંજરી'ના આધારે તેનું લક્ષણ નિરૂપ્યું છે. કાવ્યાનુશાસનકાર હેમચંદ્ર (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨) ૧૨ ઉપરૂપકોનો ઉલ્લેખ કરી તેમનાં લક્ષણો સંક્ષિપ્તમાં વર્ણવ્યાં છે તેમાં પણ સટ્ટકની વ્યાખ્યા નથી. “સક'ને તેમણે ભોજને અનુસરી રૂપકનો જ એક પ્રકાર ગણ્યો છે.
નાટ્યદર્પણ' અનુસાર “સટ્ટક'માં પ્રવેશક અને વિષ્કલંકનો અભાવ હોય છે અને તેમાં એક જ ભાષા(સંસ્કૃત અથવા પ્રાકૃત)નો પ્રયોગ થાય છે અર્થાત્ તેમાં સંસ્કૃત અને પ્રાકૃતનું મિશ્રણ હોતું નથી. પરંતુ “સાહિત્યદર્પણ” અનુસાર “સટ્ટક'માં સંપૂર્ણ પાઠ્યભાગ કેવળ પ્રાકૃત ભાષામાં જ રચવામાં આવે છે. (સટ્ટકની રચના આદિથી અંત સુધી પ્રાકૃત ભાષામાં જ હોવાનું સાહિત્યદર્પણકારને અભિપ્રેત છે. આ લક્ષણ કેવળ “કપૂરમંજરીને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યું હોવાની સંભાવના છે.) વળી “સાહિત્યદર્પણ' અનુસાર તેમાં પ્રવેશક તથા વિષ્કર્ભક પ્રયુક્ત થતા નથી. અભુત રસની પ્રચુરતા હોય છે. તેના અંકોને “જવનિકાન્તર' કહેવામાં આવે છે. અન્ય બાબતો – કથાવસ્તુ, અંકસંખ્યા, નાયક-નાયિકા ભેદ, વૃત્તિ, સંધિ, વગેરે – નાટિકાના જેવી હોય છે. તેનું ઉદાહરણ “કપૂરમંજરી' છે.
નાટ્યદર્પણ” અને “સાહિત્યદર્પણ” – આ બંને ગ્રંથોએ “સટ્ટકનાં જે લક્ષણો નિરૂપ્યાં છે તેમાં ક્યાંય નૃત્ત/નૃત્ય-ગીત/સંગીત'ની પ્રધાનતાનો નિર્દેશ થયો નથી. તેથી કદાચ “નાટ્યદર્પણ' અને ભાવપ્રકાશન' સિવાય મોટા ભાગના નાટ્યશાસ્ત્રીય ગ્રંથોએ તેનો ઉપરૂપક રૂપે ઉલ્લેખ કર્યો નથી. તેને રૂ૫કનો જ એક ભેદ ગણવાનું વલણ દાખવ્યું છે. (૨) શ્રીગદિત :
“સાહિત્યદર્પણ” અનુસાર તેમાં એક અંક હોય છે અને તેનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોય છે. તેનો નાયક પ્રખ્યાત અને ઉદાત્ત એટલે કે ધીરોદાત્ત હોય છે. તેની નાયિકા પણ પ્રસિદ્ધ હોય છે અને તેમાં ગર્ભ અને વિમર્શ સિવાયની સન્ધિઓ પ્રયોજાય છે. ભારતીવૃત્તિનું પ્રાચર્ય હોય છે અને “શ્રી' શબ્દનો પ્રયોગ અધિક માત્રામાં થાય છે. “સાહિત્યદર્પણ' અનુસાર કેટલાક આલંકારિકોના મત પ્રમાણે લક્ષ્મીનો વેષ ધારણ કરેલી નાયિકા રંગમંચ પર બેસીને કશુંક ગાતી અને પઠન કરતી દર્શાવવામાં આવે છે તેથી પણ તે “શ્રીગદિત' નામથી ઓળખાય છે. આમ સાહિત્યદર્પણે રૂપકગત તત્ત્વો અંક, કથાવસ્તુ, નાયક-નાયિકા, સંધિ, વૃત્તિ વગેરેના આધારે “શ્રીગદિત'નાં લક્ષણો નિરૂપ્યાં છે. અન્ય આલંકારિકોનો મત ટાંકી તેમાં ગીત-સંગીતના પ્રાધાન્યને ઇંગિત કર્યું છે ખરું ! ભોજના “શૃંગારપ્રકાશ'ને શબ્દશઃ અનુસરી નાટ્યદર્પણકારે શ્રીગદિતનાં લક્ષણો સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તેની નાયિકા કોઈ કુલાંગના હોય છે. જેમ દાનવશત્રુ અર્થાત્ વિષ્ણુની પત્ની શ્રી એટલે કે લક્ષ્મી પોતાના પતિ(વિષ્ણુ)ના ગુણોનું વર્ણન કરે છે તેમ નાયિકા પણ પોતાની સખી સમક્ષ પતિનાં શૌર્ય, વૈર્ય, આદિ ગુણોનું વર્ણન કરે છે. પતિથી વિપ્રલબ્ધા થઈ કોઈ ગીતમાં તેને ઉપાલંભ પણ આપે છે. વળી તેમાં પદનો અભિનય અર્થાત્ ભાવનો અભિનય કરવામાં આવે છે. (અર્થાતું તેમાં વાક્ય એટલે કે રસનો અભિનય કરવામાં આવતો નથી.)