________________
નાટ્યદર્પણ'માં ઉપરૂપક વિધાન
137
નૃત્ય-પ્રબંધ વગેરે સંજ્ઞાઓ દ્વારા ઉલ્લેખ થયો છે. આમ, “રૂપક' અને “ઉપરૂપકમાં પાયાનો ભેદ રહેલો છે. ઉપરૂપકોમાં નૃત્ત, નૃત્ય, ગીત અને સંગીતનું પ્રાધાન્ય હોય છે જ્યારે રૂપકોમાં નાટ્યનું પ્રાધાન્ય હોય છે. ઉપરૂપક મુખ્યત્વે શારીરિક ચેષ્ટાઓ કે આંગિક અભિનય અને નૃત્ય-સંગીત સાથે સંલગ્ન છે જ્યારે રૂપકમાં સાત્ત્વિક તથા ઇતર અભિનય પ્રકારો પર વધુ ભાર મૂકવામાં આવે છે એવો શ્રી ડોલરરાય માંકડનો અભિપ્રાય છે. સાહિત્યદર્પણકાર અને નાટ્યદર્પણકારે અનુક્રમે “ઉપરૂપકો' અને “અન્ય રૂપકો' એવી બે ભિન્ન સંજ્ઞાઓ હેઠળ ઉપર્યુક્ત રૂપકોનાં જે લક્ષણ નિરૂપ્યાં છે તેમાં ભિન્નતા પ્રવર્તે છે. વિશ્વનાથે, ‘ઉપરૂપક' સંજ્ઞા આપી હોવા છતાં તેમણે નિરૂપેલાં લક્ષણોમાં નૃત્ય અને સંગીતની પ્રધાનતા જોવા મળતી નથી. તેમાં રસ, સંધિ, નાયક-નાયિકા, અંકસંખ્યા વગેરે રૂપકગત તત્ત્વોના વિવરણની ભરમાર છે જે તેમને “રૂપક'ની નજીક લઈ જવાનો ઉદ્યમ દર્શાવે છે. રામચન્દ્ર-ગુણચન્દ્ર તેમને “અન્ય રૂપક' તરીકે ઓળખાવી તેમનાં વિવિધ લક્ષણો નિરૂપ્યાં છે જેમાં નૃત્ય અને સંગીતની પ્રધાનતા સૂચવતાં લક્ષણો જોવા મળે છે. “સાહિત્યદર્પણ” અને “નાટ્યદર્પણ'માં આ પાયાનો ભેદ રહેલો છે.
ઉપરૂપકોમાં નૃત્ત, નૃત્ય, ગીત તથા સંગીતનું પ્રાધાન્ય હોવાથી તે Performing Artsમંચનકલાઓ સાથે સવિશેષપણે સંકળાયેલાં છે. રૂપકોમાં નૃત્ત, નૃત્ય અને સંગીતની સરખામણીમાં પાડ્ય” સંવાદનું પ્રાધાન્ય હોવાથી તેમને ભજવણીની કલા ઉપરાંત સાહિત્યની કલા (Literary Art)નું સ્વરૂપ પણ પ્રાપ્ત થયું છે. “અભિનવભારતી'થી “નાટ્યદર્પણ” પર્વતના ગ્રંથોમાં જે લક્ષણો નિરૂપવામાં આવ્યાં છે તે ઉપરૂપકોમાં જોવા મળતા નૃત્ત, નૃત્ય, આંગિક અભિનય, ગીત-સંગીત વગેરેના પ્રાધાન્યને મુખ્યત્વે ઇંગિત કરે છે. જ્યારે “સાહિત્યદર્પણ'માં નિરૂપવામાં આવેલાં લક્ષણો તેના સાહિત્યિક સ્વરૂપની પ્રધાનતાનો નિર્દેશ કરે છે જે ઉપરૂપકોની ઉત્ક્રાંતિનો આલેખ બની રહે છે. વિશ્વનાથે જેમને ઉપરૂપકો તરીકે ઓળખાવ્યા છે તેમાંના મોટા ભાગના “નૃત્યપ્રકારો' તરીકે પ્રાચીનકાળથી જાણીતા હતા. તેમાં કથાનું તત્ત્વ હશે પણ તે ગીતના સ્વરૂપમાં હશે અને પાછળથી તેમાંના અભિનય, સંગીત અને નૃત્ય સાથે પાઠ્ય-સંવાદનું તત્ત્વ ઉમેરાયું હશે. “નાટ્યદર્પણથી સાહિત્યદર્પણ” સુધીની આ યાત્રા ઉપરૂપકોની ઉત્ક્રાંતિ દર્શાવે છે.
પ્રત્યેક ઉપરૂપકોનાં લક્ષણોને આ દૃષ્ટિએ સરખાવવાથી મુદ્દો વધુ સ્પષ્ટ બનશે. (૧) સટ્ટક :
અગ્નિપુરાણ'ના રચયિતા વૈપાયને (ઈ. સ. નવમી સદીના મધ્ય ભાગ) લક્ષણો આપ્યા વિના ૧૭ ઉપરૂપકોનો નામનિર્દેશ કર્યો છે તેમાં સટ્ટકનો ઉલ્લેખ છે. “અભિનવભારતી'ના રચયિતા અભિનવગુપ્ત (ઈ. સ. ૯૭૫-૧૦૧૫) વૃત્તપ્રારા શીર્ષક હેઠળ ૯ ઉપરૂપકોનાં લક્ષણ આપ્યાં છે તેમાં સટ્ટકનો ઉલ્લેખ નથી. જોકે “સૈધવ લાસ્યાંગ કે જે પ્રાકૃત ભાષામાં જ રચાવું જોઈએ તેની ચર્ચા કરતી વખતે અભિનવગુપ્ત સટ્ટકનો ઉલ્લેખ કરતાં કહે છે કે રાજશેખરે “કપૂરમંજરી' નામનું ને “સટ્ટક પ્રકારનું આખું નાટક પ્રાકૃતમાં લખ્યું છે, કેમ કે પ્રાકૃત ભાષા શૃંગારરસ માટે તદ્દન યોગ્ય છે. “દશરૂપકના અવલોકનકાર ધનિકે નામનિર્દેશ વિના “અવલોકમાં ઉદ્ધત કરેલા એક શ્લોકમાં ૭ ઉપરૂપકોનો નિર્દેશ થયેલો છે પણ તેમાં “સટ્ટકનો ઉલ્લેખ નથી. “શૃંગારપ્રકાશ'ના રચયિતા ભોજે