________________
બ્રિટનમાં જૈન ધર્મ
અન્ય ક્ષેત્રે જૈનોનું પ્રદાન :
:
ઉદ્યોગ અને વાણિજ્ય ક્ષેત્રે પણ આગળ એવા બે નામો આપણે જોયાં. તેઓ છે ઃ શ્રી રતિભાઈ ચંદરયા અને શ્રી નેમુભાઈ ચંદરયા. આ ઉપરાંત એક-બે મોટા પરિવારો છે તેમના નામો પણ બ્રિટનમાં જાણીતાં છે. શ્રી હંસરાજભાઈ શાહ જૈન ધર્મના એક દાનવીર શ્રેષ્ઠી છે. અને તેમના સુપુત્રો મનિષભાઈ, ભરતભાઈ સિગ્મા ફાર્માસ્યુટિકલ નામની એક મોટી કંપનીના માલિકો છે. દવાના ક્ષેત્રે સિગ્માનું નામ બ્રિટનમાં જાણીતું છે.
135
હોટલ માલિકીના ક્ષેત્રે શ્રી કુલેશ શાહ છે. કુલેશભાઈ લંડનમાં ઘણી નાની-મોટી હોટેલોના માલિક છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં પી.એસ.ડે. એલેકઝાન્ડર અને દોશી ઍન્ડ કુ. નામો વિશેષ જાણીતાં છે. ટ્રાવેલમાં સીટી બ્રોન્ડ ટ્રાવેલ પણ જૈન માલિકીની કંપની છે.
પોલિટિક્સમાં જૈનો ખાસ ભાગ લેતા નથી પણ એક નામ ખાસ ઉલ્લેખનીય છે. તે છે શ્રી નવીન શાહ. નવીનભાઈ લંડનના હેરો બરોના કાઉન્સિલર તો છે જ પરંતુ તેઓશ્રી લંડનના મુખ્ય મેયરની આલીશાન ઑફિસમાં એસેમ્બ્લી મેમ્બર પણ છે અને મેયરના એક પોર્ટફોલિયોના અગ્રણી છે. તેઓ બ્રેન્ટ અને હેરો વિસ્તારવતી એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ કરે છે. નવીનભાઈ હેરો કાઉન્સિલના લીડર પણ રહી ચૂક્યા છે. નવીનભાઈનાં ધર્મપત્ની રેખાબહેન શાહ પણ હેરોના એક કાઉન્સિલર છે. બ્રેન્ટ વિસ્તારમાં કાઉન્સિલર શ્રી કેતન શેઠ પણ સુંદર કામગીરી બજાવે છે.