________________
ગુણવંત બરવાળિયા
વરસાદ ન આવતો હોય તો કેમ લાવવો અને કઈ નદીમાં કેટલું પાણી રહેશે તેની ભવિષ્યની વાત આ સૂત્રમાં છે.
આ સૂત્રમાં ભગવાને ૧૦ નક્ષત્રમાં જ્ઞાનની વૃદ્ધિની વાત દર્શાવી છે :
88
૧. મૃગિશર, ૨. આર્દ્રા, ૩. પુષ્ય, ૪. પૂર્વાષાઢા, ૫. પૂર્વ ભદ્રપદા, ૬. પૂર્વાફાલ્ગુની, ૭. મૂળ, ૮. આશ્લેષા, ૯. હસ્ત, ૧૦. ચિત્રા – આ દસ નક્ષત્રોમાં વિદ્યાપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરવા કહેલું. નક્ષત્રોમાંથી જે કિરણો નીકળે છે તે આપણા બ્રેઇનને અસર કરે છે, આ નક્ષત્રોના સમયમાં ખુલ્લા ટેરેસ પર વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે.
પૂર્વે તપોવનમાં, ઋષિકુળમાં ગુરુજી વૃક્ષ નીચે કે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા. ધરતીકંપનાં કારણો આ સૂત્રમાં બતાવ્યાં છે.
જગતના પદાર્થોનું સમ્યક્ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન શ્રી સમવાયાંગ સૂત્રમાં આપ્યું છે, જે અનેક પ્રકારના વિષયોના સમન્વયનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. વિરોધી વિષયોનો સમન્વય કઈ રીતે ક૨વો તે આ સૂત્રના અભ્યાસથી જાણી શકાશે.
એકતાળીસ વિભાગમાં દસ હજાર ઉદ્દેશકો અને પંદર હજાર સાતસો બાવન શ્લોકસહ દ્વાદશાંગીનું સૌથી મોટું મહાસાગર સમાન ગંભીર અને ગૂઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. શ્રી ગૌતમસ્વામી અને અન્ય સાધકોએ ભગવાનને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સમાધાનના આગમમાંથી એકાદ ભાવ પણ જો આચરણમાં મૂકીએ તો માનવજીવન સાર્થક બની જાય.
સાધુજીવનની ચર્યા સાથે અણુ-પરમાણુનું વર્ણન વૈજ્ઞાનિક ઢબે ૫૨મ વૈજ્ઞાનિક પ્રભુ મહાવીરે કરેલ છે.
કોઈના પણ શરીરમાં ક્યારેક દેવી કે દેવ પ્રવેશ ન કરી શકે, પણ દેવ-દેવી વ્યક્તિને વશ કરી શકે તેનું વર્ણન છે.
હવામાન અને ચોમાસાના વર્તારાની વાત કરી છે. ૬ મહિનાથી વધુ વાદળાં ન રહી શકે, ૬ મહિનામાં વિસરાળ થઈ જાય.
ઘોડો દોડે ત્યારે એક પ્રકારનો અવાજ ક્યાંથી આવે છે ? ઘોડાના હૃદય અને કાળજા (લિવર) વચ્ચે કર્કર નામનો વાયુ ઉત્પન્ન થાય છે. ઘોડો દોડે ત્યારે તે વાયુ બહાર નીકળતાં આ અવાજ઼ થાય છે. આ દર્શાવે છે કે ભગવાનને પ્રાણીઓના શરીરની રચનાનું સૂક્ષ્મ જ્ઞાન હતું.
બધા તીર્થંકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા પણ ભગવાને શ્વેત વસ્ત્રો પહે૨વા આદેશ કર્યો. ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે, શ્વેતમાં ઓછી - આ રીતે પ્રભુએ ગ્લોબલ વૉર્મિંગની આગાહી કરી કે ભવિષ્યમાં વૈશ્વિક તાપમાન વધશે.
-
ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પંર સવારી