________________
118
સુધા નિરંજન પંડ્યા
પ્રત્યેનો લગાવ કેળવાયેલો હતો જ અને વિદ્વાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું એટલે તેરમા સૈકામાં થઈ ગયેલા ગુજરાતના કલાપ્રેમી મંત્રી વસ્તુપાલની આસપાસ એકત્ર થયેલા કવિ-પંડિતોએ સંસ્કૃત સાહિત્યમાં કરેલા પ્રદાન વિશે ઊંડી પર્યેષણા રજૂ કરી, પીએચ.ડી.નો મહાશોધનિબંધ અંગ્રેજીમાં, 'Literary Circle of Mahamatya Vastupal and its contribution to sanskrit literature' 2412 $41. એનો ગુજરાતીમાં અનુવાદ પણ પોતે જ કર્યો. આ ગ્રંથને સૂરતની “નર્મદ સાહિત્યસભા' દ્વારા ૧૯૫૬થી ૧૯૭૦નાં પાંચ વર્ષમાં પ્રગટ થયેલા ઇતિહાસ-સંશોધનની શ્રેષ્ઠ કૃતિ તરીકે ‘નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. આ શોધનિબંધનું હિંદી ભાષાંતર બનારસ યુનિવર્સિટીના જૈન સંસ્કૃતિસંશોધક મંડળ તથા તેલુગુ ભાષાંતર હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીની સંસ્કૃત એકેડેમીએ પ્રકાશિત કર્યું. આ ગૌરવ નાનુંસૂનું ન કહેવાય. બીજો આવો મહત્ત્વનો ગ્રંથ છે, “જૈન આગમોમાં ગુજરાત', જેમાં ૪૫ જૈન આગમગ્રંથમાંથી ગુજરાતના ઇતિહાસને લગતા ઉલ્લેખ તારવી તેનાં વિવિધ પાસાંનો એમણે વિશદતાથી પરિચય કરાવ્યો છે.
ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપનકાર્ય કરતાં કરતાં તેઓ પ્રો. રા. વિ. પાઠક, પ્રો. રસિકલાલ છો. પરીખ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી કે. કા. શાસ્ત્રી જેવા પ્રકાંડ વિદ્વાનોના સંપર્કમાં રહ્યા, એ કારણે પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીના ઊંડા અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ૧૯૫૧માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રથમ અધ્યક્ષ બન્યા ત્યારથી ૧૯૭૫માં નિવૃત્ત થયા ત્યાં સુધી સતત સંશોધન-સંપાદનકાર્ય કરતા રહ્યા અને અનેક વિદ્યાર્થીઓને સંશોધનક્ષેત્રે પ્રવૃત્ત થવા પ્રેરિત કરતા રહ્યા. “પ્રા. વિદ્યામંદિરના નિયામક તરીકે એમણે ૧૯૬૩માં “સ્વાધ્યાય' તૈમાસિક શરૂ કર્યું જે આજે પણ એના ગુણવત્તાસભર લેખોને કારણે સંશોધન-સામયિક તરીકે સુખ્યાત છે.
પ્રો. રામનારાયણ પાઠકે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી “પંચતંત્ર'નો અનુવાદ કરવાનું સાંડેસરાને સૂચન કર્યું ત્યારે એમણે ઘણી ગંભીરતાપૂર્વક આ કામ ઉપાડ્યું. પંચતંત્ર'નો સમય અને કર્તા વિશેનાં અનુમાનો, એની વિભિન્ન પ્રાચીન પાઠ્યપરંપરાઓ, મહત્ત્વનાં પાઠશોધનો, વધારાની કથાઓ, તુલનાત્મક ટિપ્પણો, પરિશિષ્ટો અને વિસ્તૃત ઉપોદ્યાત સહિત પશ્ચિમ ભારતીય પંચતંત્રનો સંપૂર્ણ અનુવાદ એમણે ઈ. સ. ૧૯૪૯માં આપ્યો. મૂળ ગ્રંથમાં ગદ્યભાગમાં આવતા સેંકડો શ્લોકો અને સુભાષિતોનો અનુવાદ કર્યો અને સાથે સાથે પરિશિષ્ટમાં “પંચતંત્ર' અને પાલિ “જાતકની સમાન કથાઓની સંક્ષિપ્ત તુલના પણ કરી. આ સંશોધનગ્રંથ એમને બાળપણમાં સંસ્કારદીક્ષા આપનાર મુનિશ્રી પુણ્યવિજયજીને એમણે અર્પણ કર્યો છે.
શ્રી સંઘદાસગણિવાચક વિરચિત “વસુદેવ-હિંડીના પ્રથમ ખંડનો સુંદર અનુવાદ પણ એમણે કર્યો છે. આ જૈન સાહિત્યનો એક વિરલ ગ્રંથ છે જે ઉપલબ્ધ આગમેતર કથાગ્રંથોમાં પ્રાચીનતમ હોવાથી અસાધારણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીનકાળમાં લખાયેલો લગભગ સાડા દસ હજાર શ્લોક પ્રમાણનો સળંગ કથાત્મક પ્રાકૃત ગદ્યગ્રંથ સમસ્ત ભારતીય સાહિત્યમાં શોધ્યો જડે તેમ નથી એવું સાંડેસરાએ નોંધ્યું છે. એની ભાષા આર્ષ જૈન મહારાષ્ટ્ર પ્રાકૃત છે. જૈન સાહિત્યમાં ‘હિંડી' શબ્દ પરિભ્રમણકથાના અર્થમાં સુપરિચિત હતો. “વસુદેવ-હિંડીમાં વસુદેવ, પોતાના મોટા ભાઈ સાથેના કલહને કારણે ઘેરથી નાસી જાય છે અને લાંબા સમયના પરિભ્રમણ દરમિયાન નરવાહનદત્તના જેવાં