________________
જેને રામાયણ અને ભીલ રામાયણ
123
ધર્મનું મુખ્ય લક્ષ્ય જીવને કર્મના “બન્ધથી મુક્ત કરવાનું છે. તેના બે ઉપાય છે. એક, જીવની તરફ કર્મના પ્રવાહને રોકવાનું છે. તે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવાં પંચમહાવ્રતો દ્વારા કરી શકાય છે. આ ક્રિયાને “સંવર' કહે છે. બે, તેની સાથે સાથે પૂર્વજન્મોનાં સંચિત કર્મફળોનો નાશ પણ કરવો પડે. આ તપ દ્વારા સંભવ છે. જૈન ધર્મમાં આ ક્રિયાને “નિર્જરા” કહેવાય છે. અંતે સંવર અને નિર્જરાની પ્રાપ્તિથી જીવ કર્મના બધેથી મુક્ત થઈને મૂળ રૂપને પ્રાપ્ત કરે છે. આ કેવલ્ય(મોક્ષ)ની સ્થિતિ છે.
રૉમ-સીતમાની વારતામાં રામ જૈન શ્રમણની જેમ આરંભથી જ સંસારથી - સાંસારિક બાબતોથી વીતરાગી છે. અપરમાતા કૈકેયી (કકાપદમણી)એ બાર વર્ષનો વનવાસ આપ્યો તો સહજ સ્વીકાર કરતાં નગરીને વંદે છે અને આશીર્વચનો ઉચ્ચારે છે, “કુશળ રહેજો અમારા વાદળમહેલ! કુશળ રહેજો માતા અને અપરમાતાઓ !” કર્મફળ સ્વીકારતાં કહે છે, “કરમમાં હોય એ તો ભોગવવું જ પડે !” અને કોઈ પણ પ્રકારની દલીલ વિના ધનુષ્ય-બાણ લઈને જૈન શ્રમણની જેમ લક્ષ્મણ સાથે પાદ-વિહાર કરતા વનમાં નીકળી પડે છે. અહીં રામના વનગમન પછી સીતાનો સ્વયંવર રચાય છે. રામના આ અનાસક્તિના ભાવ સીતાસ્વયંવર પ્રસંગે પણ જોવા મળે છે.
વનમાં વિહાર કરતાં બંને ભાઈ ધનુષ્ય-બાણ જનકરાજાના ખેતરમાં ભૂલી આવે છે. ધનુષબાણ લેવા જાય છે ત્યારે સીતા સ્વયંવરનાં વાજાં વાગી રહ્યાં હોય છે. લક્ષ્મણ રામને કહે છે, “આ નગરમાં કોઈ સારા પ્રસંગનાં વાજાં વાગી રહ્યાં છે. માતાએ વનમાં મૂક્યા તે દિવસથી આપણે મનખા અવતારનું મુખ જોયું નથી. આજે તો આપણે આ પ્રસંગને જોતા જ જઈએ.' રામ કહે છે, “ભાઈ, કરમે એકલા મૂક્યાં તો હવે આપણે એકલા જ રહેવું છે. હવે સારા પ્રસંગ શું જોવા હતા ?' હઠાગ્રહ કરીને લક્ષ્મણ લઈ જાય છે. તો રામ સ્વયંવરની રાજસભામાં પ્રવેશવાના બદલે દૂર અલગ ઉકરડા પર બેસે છે.
ધનુષ્યભંગ પછી સીતા સમક્ષ સખીઓ રામનું શબ્દચિત્ર આ રીતે અંકિત કરે છે. બાઈ, તે દિવસે ભરી સભામાં તારો વર જોયો. બાઈ, તને તો કંઈ વર મળ્યો છે ! તેના હાથે આપેલાં બોર પણ નહીં ખવાય તેવો છે. પહેરવા પૂરાં કપડાં નહોતાં અને શરીર ઉપર તો વેંત રાખ ચોંટી હતી. સાચે જ બાવો છે બાવો ! અને તારું શરીર તો જો, અડધી પૃથ્વીનું રૂપ !” અહીં પણ સીતા કર્મફળને યાદ કરે છે. “કર્મમાં કોદરા લખ્યા હોય પછી ઘઉં ક્યાંથી ખાવા મળે ?”
સીતાહરણ પછી સેના સાથે લંકામાં આવેલા રામ સીતાને રાવણના સકંજામાંથી છોડાવવા માટે કર્મ કરતા નથી. કર્મના આવરણથી ઢંકાયેલો લક્ષ્મણ જ સીતાને મુક્ત કરવાની બધી કાર્યવાહી કરે છે. રાવણના મૃત્યુનું રહસ્ય જાણવા ધોબીને નવલખો હાર આપીને મંદોદરીનાં કપડાં પ્રાપ્ત કરે છે. મંદોદરીનો છદ્મવેશ લઈ ભોજન આપવાના બહાને રાવણના મહેલમાં પ્રવેશે છે. રાવણ સામે બનાવટી આંસુ સારી તેની પાસેથી તેના મૃત્યુનું રહસ્ય જાણી લાવે છે. રાવણનો જીવ સૂરજના રથમાં રહેલા ભમરામાં હતો. આ ભમરાને બાણથી વીંધી ઊકળતા તેલમાં પાડી મારવા માટે બાર ઘાણીનું તેલ, લોઢાની એક કઢાઈ અને નીચે ચૂલામાં સળગાવવા માટે લાકડાંની જરૂર છે. પરંતુ, કર્મને રોકતા રામ, લક્ષ્મણના કોઈ પણ કાર્યમાં સહભાગી થતા નથી. રામના આ ધર્મદર્શનને સમજવામાં અસમર્થ