________________
બ્રિટનમાં જૈન ધર્મ
129
પૂર્વ આફ્રિકામાં વીસેક હજાર જૈનોનો વસવાટ હતો. નૈરોબી અને મોમ્બાસામાં તો સુંદર, ભવ્ય દેરાસરો હજીયે તેમના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.
પૂર્વ આફ્રિકાની રાજકીય પરિસ્થિતિ બદલાવા લાગી અને ભારતીય પ્રજા અળખામણી થવા લાગી ત્યારે ઘણા ભારતીયોએ પોતાના ધંધા, વસવાટ છોડીને ભારત કે બ્રિચ જવાનું શરૂ કર્યું. કેન્યા, યુગાન્ડા વગેરે દેશો બ્રિટનની હકૂમત નીચે હતાં તેથી બ્રિટિશ સરકારે ભારતીય પ્રજાને બ્રિટનમાં આવવા દીધી. ૧૯૭૨માં ઇદી અમીને યુગાન્ડા છોડી જવાનું ફરમાન બહાર પાડીને ત્યાં વસતી ભારતીય પ્રજાની હકાલપટ્ટી કરી.
આ રીતે જોતાં બ્રિટનમાં જૈનોના આગમનની શરૂઆત થવા લાગી. બ્રિટનમાં અત્યારે જે જૈનો વસે છે તેના લગભગ ૭૫ ટકા જૈનો તો પૂર્વ આફ્રિકાના દેશોમાંથી આવેલા છે. ૨૫ ટકા જેટલા જૈનો ભારતથી સીધા બ્રિટન આવેલા છે. પૂર્વ આફ્રિકામાં જૈનોએ પોતાની બે મુખ્ય સંસ્થાઓ ઊભી કરી હતી. જામનગરની આજહાજુના વિસ્તારો (હાલાર)થી આવેલા ઓશવાળ જૈનોની સંસ્થા મોટી છે. આફ્રિકામાં સ્થાયી થયેલા ઓશવાળ સિવાયના દશા શ્રીમાળી, વીસા શ્રીમાળી વગેરે જૈનો તથા અજૈન વણિકોએ પોતાની સંસ્થા “નવનાત વણિક એસોશિએશન' નામથી સ્થાપી હતી. આ બંને સંસ્થાનાં મૂળ ઊંડાં છે અને સધ્ધર છે. તેથી આફ્રિકાથી આવેલા જૈનોએ ઓશવાળ અને નવનાતના નામથી પોતાની સંસ્થાઓ બ્રિટનમાં પણ સ્થાપી. ઓશવાળોની વસ્તી નવનાતના સભ્યો કરતાં લગભગ પાંચ ગણી છે.
બ્રિટનમાં લગભગ ઈ. સ. ૨૦૦૦ના વર્ષ સુધીમાં ૩૦ હજારથી વધારે જૈનો વસવાટ કરી રહ્યા હતા. ૨૦OOની સાલ બાદ બ્રિટિશ સરકારે યુવા ગ્રેજ્યુએટોને ખાસ વીસા આપવાની સ્કીમ દાખલ કરી હતી તે અન્વયે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલાં યુવાન-યુવતીઓ બ્રિટનમાં આવ્યાં. કેટલું ભારતમાં ગ્રેજ્યુએટ થઈને વધુ અભ્યાસાર્થે આવીને તેમના અભ્યાસ બાદ અહીં સ્થાયી થયા છે. આ બધી બાબતો જોતાં બ્રિટનમાં ૩૫,૦૦૦ જેટલાં જૈનો વસવાટ કરી રહ્યા છે. તેમ એક અનુમાન બાંધી શકાય. આ ૩૫,૦૦૦માંથી ૨૫,૦૦૦ જેટલા બૃહદ લંડનમાં વસે છે. લંડનના ઉત્તર-પશ્ચિમ 'વિસ્તાર જેવાં કે બ્રેન્ટ, હેરો, બાર્નેટમાં જૈનોની વસ્તી સવિશેષ છે.
ઇંગ્લેન્ડમાં લંડનથી ઉત્તરે ૧૫૦ કિલોમીટર દૂરના લેસ્ટર શહેરમાં ૫૦,૦૦૦ જેટલા ગુજરાતીઓ વસે છે. આમાંથી બેથી અઢી હજાર જૈનો હોય એમ સ્વાભાવિક તારણ નીકળી શકે.
બ્રિટનમાં આવનાર જૈન પ્રજા પોતાના ધાર્મિક સંસ્કારો અને વિધિ-વિધાનોના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતપોતાની રીતે સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા લાગી. જો કે પરદેશની ભૂમિ પર વસવાટ અર્થે કે અભ્યાસાર્થે જનારાનું મુખ્ય ધ્યેય તો પૈસા કમાવાનું કે અભ્યાસમાં આગળ વધીને વધારે ડિગ્રીઓ મેળવવાનું હોય છે. આથી જ નવા આગંતુકોનાં શરૂઆતનાં વર્ષો સ્થિર થવામાં કે પગભર થવામાં જ વીતતા હોય છે.
આફ્રિકાના દેશોમાંથી આવેલા જૈનોએ તો તેમની આફ્રિકાની પરંપરા જાળવી રાખીને બે મોટી સંસ્થાઓ શરૂ કરી દીધી જ હતી. ઓશવાળો આફ્રિકામાં કદાચ વધારે સાધન-સંપન્ન અને સુખી હતાં. તેથી તેમણે ઓશવાળ એસોશિએશન દ્વારા ઝડપથી સામાજિક, ધાર્મિક કાર્યો આગળ વધાર્યા. નવનાત’ પ્રજાએ પણ પોતાની રીતે જ ધર્મ વિષયક કાર્યોમાં તથા સામાજિક પ્રશ્નોમાં રસ લઈને પોતાની સંસ્થાનો- પાયો નાંખ્યો. આ બંને સંસ્થાઓનો પ્રથમ ધ્યેય તો એ જ હતો કે આફ્રિકાથી