________________
122
ભગવાનદાસ પટેલ
જનકને મળે છે. રાજા “સીતા' નામ ધરાવી પુત્રીની જેમ પાળે છે. રૉમ-સીતમાની વારતામાં પણ રાવણ કુંવરીના નામકરણ માટે એકસો ને સાઠ જોશી તેડાવે છે. જોશી સીતા નામ ધરાવી રાવણને કહે છે કે આ કુંવરી તારી પત્ની બનશે. નવ ગ્રહ તો તેં તારા પલંગના પાયે બાંધ્યા છે પરંતુ, છૂટો રહી ગયેલો આ દસમો ગ્રહ તારો નાશ કરશે. આથી દુઃખી રાવણ સીતાને પારણામાં બંધ કરી, ગંગામાં પધરાવવાની સૈનિકોને આજ્ઞા કરે છે. સામે કિનારે ગંગામાં સ્નાન કરવા આવેલા જનકરાજાને સીતા મળે છે. પુત્રી માની નગરજનો વચ્ચે વાજતે-ગાજતે રાણીઓને સોંપી સીતાને રાજા રાજમહેલમાં લાવે છે.
જૈન રામાયણમાં નારદના મુખે સીતાના સૌંદર્યનું વર્ણન સાંભળીને રાવણ તેને હરી લાવવાનો સંકલ્પ કરે છે. ભીલ રામાયણમાં દસમો ગ્રહ રાવણના મૃત પિતાનું રૂપ લઈને સીતાને હરી લાવવા ઉશ્કેરે
છે.
ઉત્તરપુરાણમાં મારીચિ સ્વર્ણમૃગનું રૂપ લઈ રામને દૂર લઈ જાય છે. સીતાનું હરણ કરી સીતાને લંકામાં લાવે છે. અહીં રાવણ સતનો બે-મુખો સોનાનો મૃગ બનાવી સીતાની વાડી ભેળવા મોકલે છે. રામ વાડીમાં જતાં, રાવણ સાધુવેશે સીતાનું હરણ કરી વિમાનમાં લાવી બાગમાં મૂકે છે.
બંને રામાયણમાં હનુમાન સીતાને શોધવા લંકા જાય છે અને સીતાને સાંત્વના આપીને પાછા આવે છે.
બંને રામાયણમાં સેતુબંધનો પ્રસંગ નથી. ઉત્તરપુરાણમાં વિમાન દ્વારા તો રોમ-સીતાની વારતામાં એક મોટા દડા પર બેસી રામની સેના લંકા પહોંચે છે.
બંને રામાયણમાં રાવણનો વધ લક્ષ્મણ કરે છે. ઉત્તરપુરાણમાં લક્ષ્મણ ચક્રથી તો રૉમસીતમાની વારતામાં રાવણનો જીવ સૂરજના રથમાં રહેલા ભમરામાં હોવાથી ઊકળતા તેલમાં ભમરો પાડીને લક્ષ્મણ રાવણને મારે છે.
બંને રામાયણમાં રામ અગ્નિપરીક્ષા લીધા વિના સીતાનો સ્વીકાર કરે છે.
રૉમ-સીતમાની વારતામાં લંકાથી આવ્યા પછી પણ વીતરાગી રામ, રાજગાદી સ્વીકારતા નથી. પણ થોડોક સમય રોકાઈ, ભરત-શત્રુઘ્નને રાજ્ય સોંપી સીતા-લક્ષ્મણ સાથે લોકોનાં દુઃખ દૂર કરવા રામ ચાર ખંડની પ્રદક્ષિણા કરવા નીકળે છે. ઉત્તરપુરાણમાં પણ રામ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નને રાજ્ય સોંપીને વારાણસી ચાલ્યા જાય છે. સાધના કર્યા પછી રામને ૩૯૫ વર્ષ વીત્યા બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. સીતા પણ અન્ય રાણીઓ સાથે દીક્ષા લે છે, અને સ્વર્ગમાં જાય છે. લક્ષ્મણ માટે કહેવામાં આવ્યું કે રાવણને મારવાના અપરાધમાં નર્કમાં ગયેલો તે સંયમ ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકશે.
જૈન ધર્મમાં સર્વજ્ઞ અને પ્રકાશમાન આત્માને જીવ કહ્યો છે. સંસારમાં આવતાં જ કર્મ કરવાના કારણે જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે. આ અજ્ઞાનની અવસ્થા છે. અજ્ઞાનના કારણે તે કર્મ કરતો જાય છે અને જન્મ લઈને દુઃખ ભોગવતો રહે છે. આથી કર્મ અને કર્મફળનો નાશ કરીને વીતરાગી જીવ પુનઃ પોતાના વાસ્તવિક રૂપ (પ્રકાશમાન આત્મા)નો સાક્ષાત્કાર કરી શકે છે. જૈન