________________
જૈન રામાયણ અને ભીલ રામાયણ
હિરનું નામ લઈએ છીએ. ભાભી, આ વનખંડમાં વળી વાદળમહેલ શાના ?’, ‘દિયર, તમે જોગી બન્યા અને હું જોગણ બની એ વાત તો સાચી. એ તો તમારે ચાલતું હતું પણ હવે તમારા ઘેર ગૃહિણી આવી. હવે તમારે ઘર વિના નહીં ચાલે. ઘર હોય પછી ઘરવખરી પણ જોઈએ. આ ઘરસંસારના જ્ઞાનની વાત તારા ભાઈને સમજાવ.' પરંતુ સંસા૨થી જાણે કે વિરક્ત હોય એમ રામ અહીં સીતા સાથે કોઈ વાદ-વિવાદ કરતા નથી. આથી ખિજાયેલી સીતા લક્ષ્મણને આગળ કહે છે., ‘અલ્યા, દિયરિયા, તારો ભાઈ તો થાંભલો થઈને ઊભો રહ્યો! જા, તેને જઈને વાત કર. આમ, ઊભા ઊભા તો જલમ જશે નહીં અને ભગતિ પણ થશે નહીં.' રામના આ વીતરાગના ભાવોનાં દર્શન ભીલ રામાયણમાં અનેક સ્થળે થાય છે. આથી સીતાના પવિત્ર શીલ વિશે સંપૂર્ણ માહિતગાર હોવા છતાં, અયોધ્યા આવ્યા પછી માતા કૌશલ્યા સીતાના ચારિત્ર્ય વિશે શંકા ઉઠાવી સીતાને પુનઃ વનમાં મૂકી આવવા આદેશ આપે છે ત્યારે પણ રામ માતા પર નથી તો રૂઠતા કે નથી તો વાદ-વિવાદ કરતા.
125
અયોધ્યા આવ્યા પછી પણ રામ રાજગાદીએ બેસતા નથી. ભરત અને શત્રુઘ્નને અયોધ્યાનું રાજ્ય સોંપતાં વીતરાગી શ્રમણની જેમ કહે છે, ‘અયોધ્યાની ગાદી તમે સંભાળો. હું અહીં બેસી રહીશ તો દુ:ખીઓની ખબર કોણ રાખશે?.. તમે બંને ક્ષેમકુશળ બેસજો અને અયોધ્યાનું રાજ્ય કરજો. અમે તો દુઃખીઓનાં દુ:ખ દૂર કરવા ચાર ખંડ અને ચૌદ ભવનમાં આ ચાલ્યાં...' અને રામ-સીતા-લક્ષ્મણ શ્રમણોની જેમ જીવનદર્શન ધર્મદર્શન વહેંચવા પૃથ્વીની પ્રદક્ષિણાએ નીકળી પડે છે.
જૈન ધર્મે ભારતીય સંસ્કૃતિની શ્રમણ પરંપરાને આગળ ચલાવી. શ્રમણ અને શ્રમણ વિચાર વૈદિકયુગ ઉપરાંત પ્રાક્-વૈદિકયુગમાં આર્યોના આગમન પહેલાં દસ હજાર વર્ષથી ભારતીય ઉપખંડમાં વસતી ભ્રમણશીલ નિષાદ કે ભીલ પ્રજામાં પણ હતા. આ મતનો આધાર ભીલોની પ્રાચીન પુરાકથા રૉમ-સીતમાની વારતાનો ધર્મ અર્થે જગવિહારે નીકળેલો ૨ામ પરિવાર આપે છે.
પૂર્વકાલીન નિષાદ એ જ આજના ભીલ એમ રૉબર્ટ શેફર અને ડી.ડી. કોસામ્બીપ દૃઢતાપૂર્વક માને છે. ગુજરાતના ઉત્તર, પૂર્વ અને ભારતના મધ્ય ઉપખંડમાં વસતા આ લોકોએ જ અહીં નવપાષાણયુગની સભ્યતાનો વિકાસ કર્યો છે એમ નવ ઐતિહાસિક સંશોધનો દર્શાવે છે. આર્યોને દ્રાવિડ, પુલિન, નિષાદ કે ભીલ જેવી આર્યંત સંસ્કારી પ્રજા પાસેથી જે વારસો મળ્યો હતો તે હિંદુધર્મ-આર્યધર્મનો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પાયો ગણાય છે.
જૈન ધર્મમાં બધા લિંગ અને જાતિની વ્યક્તિઓ દીક્ષિત થઈને સમાન સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જૈન સંઘમાં બ્રાહ્મણ તથા ચંડાળને એક જ સ્તર પર સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સમાજવાદી ધર્મ છે. મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો તે વર્ગહીન સમાજ માટે હતો. આથી જૈન રામાયણમાં રાક્ષસો અને વાનરોને પણ સન્માન આપવા તેમનો ઉલ્લેખ વિદ્યાધરો તરીકે કર્યો છે.
ભીલ આદિવાસીઓમાં પૂર્વકાળમાં માતૃસત્તાક સમાજમાંથી આવિર્ભાવ પામેલો અને વર્તમાનમાં ભાદરવા અને મહા માસમાં ભીલ સાધુઓ દ્વારા એક ગામથી બીજે ગામ ભ્રમણ કરી ઊજવવામાં આવતો અને જેના ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે ભીલ રામાયણ અને ભીલ મહાભારત ગવાય છે એ મહામાર્ગી પાટ કે ધૂળાનો પાટ પણ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલો એક વિશાળ લોકધર્મ છે. આ