________________
100
રશ્મિ ઝવેરી
અનંત શક્તિ કે શ્રોત હો, (૧૨) સમયસાર : નિશ્ચય ઔર વ્યવહાર કી યાત્રા, (૧૩) સમસ્યા કા પથ્થર, અધ્યાત્મ કી જૈની, (૧૪) સંબોધિ.
ભગવાન મહાવીર ઃ પોતાના હૃદયસ્થ બિરાજતા ભગવાન મહાવીરનાં જીવન, કવન તથા ઉપદેશ પર એમણે સ્વપ્રજ્ઞાથી અતિ ગહન અભ્યાસ કર્યો હતો. અને એટલે જ માત્ર ભગવાનની ભક્તિ રૂપે જ નહીં, પણ મહાવીરના સમગ્ર ઉપદેશને પોતાની આગવી શૈલીમાં મૂલવવાનો એમણે પ્રયાસ કર્યો હતો. પોતાના આરાધ્ય દેવ ઉપર એમણે લગભગ દસેક પુસ્તકોનું સર્જન કર્યું હતું. પ્રત્યેક પુસ્તકમાં મહાવીરના આધ્યાત્મિક, દાર્શનિક અને સાંપ્રત વિષયો પરના વિવિધ સિદ્ધાંતોની છણાવટ એમણે કરી છે. ૧. પુરુષોત્તમ મહાવીર, ૨. ભગવાન મહાવીર, ૩. મહાવીર જીવનદર્શન, ૪. મહાવીર કા અર્થશાસ્ત્ર, ૫. મહાવીર કા પુનર્જન્મ, ૩. મહાવીર કા સ્વાથ્થશાસ્ત્ર, ૭. મહાવીર ક્યા થે ?, ૮. મહાવીર કી સાધના કા રહસ્ય, ૯. શ્રમણ મહાવીર.
વૈશ્વિક સમસ્યાઓ, નૈતિકતા, શિક્ષણ અને સ્વસ્થ સમાજરચનાઃ એમના ચિંતનનું ફલક અતિ વિશાળ હતું. ધર્મ અને દર્શન સિવાય વિશ્વની, સમાજની, શિક્ષણની આદિ જાગતિક સમસ્યાઓ ઉપર પણ એમનું શ્રુતસર્જન વિશાળ છે.
અણુવ્રત આંદોલનના પ્રવર્તક અને એમના ગુરુ આચાર્ય તુલસીના માર્ગદર્શન નીચે એમણે અણુવ્રત વિશે અનેક પુસ્તકોનું સર્જન કર્યું હતું; જેમ કે
(૧) અણુવ્રત આંદોલન ઔર ભાવિ કી રેખાએં, (૨) અણુવ્રત કી દાર્શનિક પૃષ્ઠભૂમિ, (૩) અણુવ્રત દર્શન, (૪) અણુવ્રત વિશારદ, (૫) રાષ્ટ્રીય, આન્તર્રાષ્ટ્રીય સમસ્યાઓં ઔર અણુવ્રત.
(૬) “શિક્ષા જગત કે લિયે જરૂરી હૈ નયા ચિંતન' પુસ્તકના સર્જન પછી વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ સાથે સ્વસ્થ શિક્ષણ મળે એ માટે “જીવન-વિજ્ઞાન' આંદોલન હેઠળ પાઠ્યપુસ્તકોની પ્રેરણા આપી હતી તથા અન્ય અનેક પુસ્તકોનું સર્જન કર્યું હતું.
(૭) નૈતિકતા કા ગુરુત્વાકર્ષણ, (૮) નૈતિક પાઠમાલા, (૯) ભૌતિક પ્રગતિ ઔર નૈતિકતા, (૧૦) લોકતંત્ર : નયા વ્યક્તિ નયા સમાજ, (૧૧) શિક્ષા જગત કે લિયે જરૂરી હૈ નયા ચિંતન, (૧૨) સમાજ ઔર હમ, (૧૩) સમાજવ્યવસ્થા કે સૂત્ર, (૧૪) હમ સ્વતંત્ર હૈ યા પરતંત્ર ?
ચિત્ત અને મન : મહાપ્રજ્ઞજી એક પ્રબુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા. જૈનદર્શન અને આધુનિક મનોવિજ્ઞાન આધારિત એમણે તેર જેટલાં મહાન ચિંતનાત્મક પુસ્તકોની રચના કરી હતી; જેમ કે (૧) અવચેતન મન સે સંપર્ક, (૨) કિસને કહા મન ચંચલ હૈ ?, (૩) કેસે લગાએ મૂડ પર અંકુશ, (૪) કૈસે સોચેં ? (વિચારવું કેમ ?), (૫) ચિત્ત ઔર મન, (૯) ચિન્તન કા પરિમલ, (૭) મન કા કાયાકલ્પ, () મન કે જીતે જીત, (૯) મનન ઔર મૂલ્યાંકન, (૧૦) મસ્તિષ્ક પ્રશિક્ષણ, (૧૧) મેં : મેરા મન મેરી શાંતિ, (૧૨) સંભવ હૈ સમાધાન, (૧૩) સમય પ્રબંધન.
અહિંસા પર વિશદ વિવેચનાત્મક સાહિત્ય : અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. આવા ગહન વિષયનું એમણે સાંગોપાંગ ઊંડું અધ્યયન કર્યું.