________________
આચાર્ય મહાપ્રજ્ઞની સાહિત્યસૃષ્ટિ
વીસમી સદીના મહાન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રન્ને ત્રણસો જેટલા ગ્રંથોનું શ્રત સર્જન કર્યું હતું. એમના સાહિત્યમાં વિષયોની વિવિધતા અને મૌલિકતા છે. એક વિશાળ જૈન સંપ્રદાયના આચાર્ય હોવા છતાં એમનું ગહન ચિંતન વિશાળ ફલકને સ્પર્શ કરતું હતું. લગભગ વીસ વર્ષની વયથી સાહિત્યસર્જનની થયેલી શ્રુતસાધના નિરાબાધપણે નેવું વર્ષ સુધી ચાલુ રહી હતી. “આત્મા મારો ઈશ્વર છે, ત્યાગ મારી પ્રાર્થના છે, મૈત્રી મારી ભક્તિ છે, સંયમ મારી શક્તિ છે અને અહિંસા મારો ધર્મ છે.” – આ શબ્દોમાં એમણે પોતાના ભાવાત્મક વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.
ધર્મનો આધાર જીવન છે અને દર્શનનો આધાર સાહિત્ય છે. સાંપ્રત સ્થિતિમાં જીવનગત, આત્મગત, વ્યક્તિગત અને સમૂહગત તથ્યોને સાહિત્યના માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય છે. એ ઉક્તિને એમણે એમના સર્જન દ્વારા ચરિતાર્થ કરી છે. એમનું વિપુલ સાહિત્ય એમની ઋતંભરા પ્રજ્ઞાને પ્રકાશિત કરે છે.
સંક્ષિપ્ત જીવનઝરમર : ટમકોર (રાજસ્થાન)માં સન ૧૯૨૦માં એમનો જન્મ થયેલો. મૂળ નામ હતું નથમલ. અગિયાર વર્ષની વયે (૧૯૩૧) શ્રી જૈન શ્વે. તેરાપંથ સંઘના અષ્ટમાચાર્ય શ્રી કાલુગણિ પાસે દીક્ષિત થઈ મુનિ તુલસી (આચાર્ય શ્રી તુલસી) પાસે જૈન ધર્મ, દર્શન, ભાષાઓ, વ્યાકરણ, ઇતિહાસ, ન્યાય, આદિનું તલસ્પર્શી અધ્યયન કર્યું. શાળા કે કોલેજના અભ્યાસથી વંચિત રહેલા મુનિ નથમલમાં એક અનોખી પ્રજ્ઞા જાગ્રત થઈ અને એમણે જૈનાગમની સાથે સાથે વિજ્ઞાન, રાજનીતિ, અર્થશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, વિશ્વનાં મુખ્ય દર્શનો,
રશ્મિ ઝવેરી