________________
જેનઆગમનાં આકર્ષક તત્ત્વો
93
સાધકોનું વર્ણન છે. બુદ્ધિ અને બુદ્ધિની ક્ષમતાના પ્રકારનું વર્ણન છે. સ્મરણશક્તિ વધારવાની અને સફળતાના ઉપાયોની વાત આ સૂત્રમાં કરી છે.
નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ શ્રી અનુયોગદ્વાર સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને સમજવાની આપણને માસ્ટર કી આપી છે.
કઠિન વિષયોને સહજ રીતે સમજવાની ચાવી આ આગમમાંથી મળે. કોઈ પણ શબ્દોના અનેક અર્થ હોઈ શકે. ડિક્ષનરી (શબ્દકોશ) બનાવવાની કળા, એક શબ્દના અનેક અર્થ કઈ રીતે પ્રગટ કરવા તે સમજાવ્યું છે. આ સૂત્રમાં એક જ આવશ્યક સૂત્ર પર અનેક રહસ્ય સભર દૃષ્ટિબિંદુ આપેલ છે. મનની અપાર શક્તિના ઉપયોગ દ્વારા વ્યક્તિ કઈ રીતે વિકાસ કરી શકે તેનું વિશદ વર્ણન છે.
શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગના પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કરી આત્માને પાવન કરવાની પ્રક્રિયા બતાવી છે.
આ છેદ સૂત્ર નિયમો અને પ્રતિજ્ઞાઓના આત્મગુણોની વૃદ્ધિ કરાવે છે. પરિસ્થિતિવશ આ નિયમો કે પ્રતિજ્ઞાઓનો ભંગ થતો હોય ત્યારે તેનો ઉપાય દર્શાવે તેને છેદ સૂત્રો કહે છે.
નિશીથ એટલે રાત્રિ. રાત્રિનો અંધકાર એ અનેક દોષનું કારણ છે અને સૂર્યનો પ્રકાશ અનેક દોષોનું નિવારણ છે. આ સૂત્રમાં સાધુજીવનમાં કેવા દોષો લાગી શકે ને તેનું નિવારણ કઈ રીતે કરવું તે બતાવેલ છે. આ સૂત્રમાં પસ્તાવો, પ્રાયશ્ચિત્ત અને વિશુદ્ધીકરણના ઉપાયો બતાવ્યા છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મબંધનાં સ્થાનો અને નવનિધાનનું કથન સાધકને દોષસેવનથી દૂર રાખે છે.
આ સૂત્રમાં શ્રમણજીવનની મર્યાદાઓ અને આચારશુદ્ધિનું વર્ણન હોવાથી માત્ર ઉચ્ચ કક્ષાના સાધકોને ગુરુજનો આજ્ઞા આપે તો જ આ આગમ વાંચી શકાય છે. - ' શ્રી બૃહદ્ કલ્પસૂત્ર આચારમર્યાદા, વિધિનિષેધરૂપ નિયમોનું કથન સાધુજીવનની નિર્મળતા માટે અત્યંત ઉપયોગી છે.
આ સૂત્રમાં સાધુજીવનની વ્યવસ્થાઓનું જ વર્ણન હોવાથી જનસામાન્ય સાધકો માટે વાંચનયોગ્ય નથી; પરંતુ ઉચ્ચ કક્ષાના જ્ઞાનસાધકો માટે અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી કઈ રીતે પસાર થવું તેનું વર્ણન છે.
સર્પદંશનું ઝેર ઉતારવાના મંત્રોચ્ચાર, પાણીમાં પગ મૂકીને કે નાવમાં બેસીને વિકટ સમયે નદી કઈ રીતે પાર કરવી તેનું નિરૂપણ કરેલ છે. આમ વર્તમાનમાં જે પરંપરાઓ પ્રચલિત નથી, પરંતુ ભગવાનના સમયમાં જે પ્રચલિત હતી તેનું વર્ણન બૃહદ્ કલ્પસૂત્રમાં છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, જ્ઞાનવ્યવહાર, ધારણાવ્યવહાર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે. " ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ સૂત્રમાં