________________
જૈન આગમનાં આકર્ષક તત્ત્વો
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા – આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમ રૂપે મળ્યો.
દેવો, મનુષ્યો અને તિર્યંચો, સમવસરણમાં ભગવાન મહાવીરની પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકોશ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવો પોતપોતાની ભાષામાં તે સમજે છે.
જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતા આ ભવ્ય જીવોના ઋચક પ્રદેશો ખૂલે છે. જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત ક્ષયોપશમ થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય વારસો આપણને મળે છે.
પૂ. શ્રી દેવર્ધિગણિને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે. જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુમહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો.
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે.
સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની હિતચિંતા, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે તેને
ગુણવંત બરવાળિયા