________________
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ
79
આજે આટલાં વર્ષો પછી પણ મોટા પ્રતિક્રમણમાં આ ચોથી સ્તુતિનો ધ્વનિ સંઘમાં સ્થાન ધરાવે છે. એક મંતવ્ય એવું છે કે શ્રુતદેવીએ ચોથી કડી પૂર્ણ કરી હતી. ગુરુદેવે આપેલા પ્રાયશ્ચિત્ત રૂપે ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કર્યું એ તેમનો ગુરુ પ્રત્યેનો અહોભાવ અને વિનય હતો.
પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા તે સ્થળે સૌધર્મ દેવલોકના દેવોએ આવીને ઉદ્ઘોષણા કરી કે શ્રી હરિભદ્રસૂરિ અમારા સ્વામી થયા છે. તેઓ સૌધર્મ દેવલોકના ‘લીલા' નામના વિમાનમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા છે.
પૂજ્યશ્રી શ્રી સીમંધરસ્વામીના દર્શનાર્થે ગયા ત્યારે પૂછયું કે, “મારી મુક્તિ ક્યારે થશે ?”
પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો કે, “સૌધર્મ દેવલોકથી ચ્યવન કરી તમે અપરવિદેહમાં સમૃદ્ધ કુલમાં જન્મ પામશો. ત્યાં સંયમ ધારણ કરી મોક્ષ પામશો.'
આ હકીકત “કહાવલી'ના પ્રથમ પરિચ્છેદના અંતમાં દર્શાવી છે. સારાંશ :
જૈનદર્શનવિરોધી પ્રકાંડ બ્રાહ્મણ મંત્રવિદ માનવંતું રાજપુરોહિત પદ છતાં પ્રતિજ્ઞાની દૃઢતા કેવી કે થોડી જ પળોમાં મહાપરિવર્તન કરી જૈનાવલંબી દીક્ષિત થયા.
જે સાધ્વીજીના નિમિત્તે આવો યોગ થયો તેને માતાનું સ્થાન આપી પોતાને યાકિની મહત્તરા સૂનુ (પુત્ર) તરીકે ઓળખાવવામાં વિનમ્રતા દાખવી. કેટલાક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે.
હંસ-પરમહંસ એ વહાલા શિષ્યોની હત્યાથી દ્રવિત થઈ શ્રમણના અહિંસા ધર્મથી ચલિત થયા. મહા હિંસક-રૌદ્ર ધ્યાનથી ઘેરાઈ ગયા. પરંતુ ગુરુદેવના વચનને શિરોમાન્ય કરી શીવ્રતાએ પોતાની ભૂલને સુધારી નમ્રભાવે બૌદ્ધ ભિક્ષુઓની ક્ષમા માગી. એ તેમનો ગુરુ પ્રત્યેનો અહોભાવ અને વિનય હતો. ગુરુદેવે આપેલા પ્રાયશ્ચિત્તને દઢતાથી પૂર્ણ કર્યું.
આ પ્રસંગના પરિણામે મળેલા પ્રાયશ્ચિત્તથી ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ થયું એ જૈનદર્શનના આધ્યાત્મિક ક્ષેત્રે સાહિત્યનું ઘણું મહાન પ્રદાન છે.
વળી આ પ્રસંગના પરિણામે તેમણે એક ભાવનાનું સેવન કર્યું કે સર્વ જીવો ભવથી વિરહ પામો. એ ભાવથી રચાયેલી સ્તુતિ સેંકડો વર્ષ પછી પણ આજપર્યત સાધકો દ્વારા પ્રતિક્રમણમાં સ્થાન ધરાવે છે.
વાણી સંદોહ દેહે ભવવિરહ વર દેહિમે દેવિ-સાર” આવી અનેક કૃતિઓથી સૂરિનું સ્મરણ ચિરસ્થાયી બન્યું છે. આવા ભાવના અને સમર્થ મહાત્માઓના ગ્રંથના અધ્યયન દ્વારા જ જૈનસમાજ તેમનું ઋણ ચૂકવી શકે. વૃદ્ધત્વ છતાં યુવાનીની જેમ તપ અને લેખન કરી પાપનું પ્રક્ષાલન આ જન્મમાં જ કરી દીધું. તેમના આવા તપોબળને, શ્રુતસેવાને આપણા કોટિશઃ વંદન.
પ્રસ્તુત જીવનચરિત્રમાં મુખ્ય આધારગ્રંથ - પૂ. આ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરિજી લિખિત યાકિની