________________
જેનદર્શનમાં જ્ઞાન-દર્શનની સમસ્યા
ચાર ધ્યાનો કહેવામાં આવે છે. તે ચારમાં પહેલું ધ્યાન સવિચાર છે, જ્યારે તે પછી થનારું બીજું નિર્વિચાર છે. બૌદ્ધો કહે છે કે પ્રથમ ધ્યાનમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા એ પાંચ હોય છે. દ્વિતીય ધ્યાનમાં વિતર્ક અને વિચાર રહેતા નથી પણ બાકીનાં પ્રીતિ, સુખ અને એકાગ્રતા રહે છે. તૃતીય ધ્યાનમાં પ્રીતિ રહેતી નથી પણ સુખ અને એકાગ્રતા રહે છે. ચતુર્થ ધ્યાનમાં એકાગ્રતા અને ઉપેક્ષા જ હોય છે. વિશુદ્ધિમા, હિંદી અનુવાદ, ભિક્ષુ ધર્મરક્ષિત, પ્રકાશક મહાબોધિ સભા, સારનાથ, ૧૯૫૬, ભાગ-૧, પૃ. ૧૨૯-૧૫૨ પાતંજલ યોગમાં ચાર સમાપત્તિઓની વાત છે. ત્રીજી સમાપત્તિ વિચારો છે અને તેના પછી થતી સમાપત્તિ નિર્વિચારા છે. વળી, અનેક વાર સમાધિના સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એ બે
ભેદ કરી સવિકલ્પ સમાધિ પહેલાં અને નિર્વિકલ્પ સમાધિ પછી થાય છે એમ કહેવામાં આવ્યું છે. ૧૧. જૈન મતમાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિને ચૌદ ભૂમિકાઓમાં (ગુણસ્થાનોમાં) વિભક્ત કરી છે. તેમાં
બારમી ભૂમિકામાં (ક્ષીણમોહગુણસ્થાનમાં) મોહનો ક્ષય થાય છે અને સાધક વીતરાગ બને છે. તેનું જ્ઞાન અને દર્શન રાગાદિ મળોથી રહિત શુદ્ધ હોય છે. અહીં શુક્લધ્યાનના પ્રથમ બે ભેદો સવિચાર શુક્લધ્યાન અને નિર્વિચાર શુક્લધ્યાન હોય છે. નિર્વિચાર શુક્લધ્યાનની ઉત્કૃષ્ટ કોટિએ મોહક્ષય બાદ અન્તર્મુહૂર્તમાં જ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં તેરમા સંયોગકેવલી
ગુણસ્થાનમાં સાધક પહેલાં કેવળજ્ઞાન અને પછી કેવળદર્શન પામે છે. આવી જૈન માન્યતા છે. ૧૨.
सामान्यविशेषात्मकबाह्यार्थग्रहणं ज्ञानम्, तदात्मकस्वरूपग्रहणं दर्शनमिति सिद्धम् । धवलाटीका, प्रथम पुस्तक, पृ. १४७ घटप्रासादप्रदीपकल्पं संकोचविकासि चित्तं शरीरपरिमाणाकारमात्रमिति अपरे प्रतिपन्नाः । योगभाष्य,
४.१०. एवमपरे साङ्ख्या आहुरित्यर्थः । योगवार्तिक, ४.१० ૧૪. સવા જ્ઞાતાત્તિવૃત્તયસ્તત્વમઃ પુરુષાપરિમિત્વા | યોગસૂત્ર ૪.૨૮ ૧૫. આપણે કહીએ છીએ કે આંખ ઘટપટાદિને દેખે છે. પરંતુ ખરેખર તો આંખ વડે ચિત્ત (આત્મા)
ઘટપટાદિને દેખે છે. તેવી જ રીતે જ્ઞાન ઘટપટાદિને જાણે એમ કહેવા કરતાં ચિત્ત (આત્મા) જ્ઞાનશક્તિ વડે ઘટપટાદિને જાણે છે એમ કહેવું વધુ સારું છે, અસંદિગ્ધ છે. અને દર્શન ઘટાદિજ્ઞાનને દેખે છે એમ કહેવા કરતાં ચિત્ત (આત્મા) દર્શનશક્તિ વડે ઘટાદિજ્ઞાનને દેખે છે એમ કહેવું વધુ સારું છે, અસંદિગ્ધ છે. જ્ઞાતા અને દ્રષ્ટા (જાણનાર અને જોનાર) ચિત્ત (આત્મા) જ છે. આ રીતે વિચારતાં તો જ્ઞાન પોતે પોતાને જાણે છે એ વાતનો મેળ બેસતો નથી.