________________
ધીરજલાલ ડી. મહેતા
રસનું અને પાપપ્રકૃતિઓ માટે લીંબડાના રસનું દૃષ્ટાંત છે. બજારમાંથી લાવેલા શેરડીના રસ અને લીમડાના રસ જેવી મીઠાશ અને કડવાશ જે કર્મોમાં હોય તે એક-ઠાણીઓ રસબંધ કહેવાય છે. તેને ઉકાળી ઉકાળીને બુદ્ધિથી તેના બે ભાગ કલ્પીએ જેમાંથી એક ભાગ ઉકાળીને બાળી નાખીએ અને એક ભાગ બાકી રાખીએ તે બે-ઠાણીઓ રસબંધ. આ જ ક્રમે ત્રણ ભાગ કલ્પીને બે ભાગ બાળી નાખીએ અને એક ભાગ શેષ રાખીએ તે ત્રણ-ઠાણીઓ. અને ચાર ભાગ કલ્પીને ત્રણ ભાગ બાળી નાખીને એક ભાગ બાકી રાખીએ તે ચઉ-ઠાણીઓ રસબંધ કહેવાય છે.
દાખલા તરીકે શેરડીનો કે લીંબડાનો રસ ૧૨-૧૨ કિલો બજારમાંથી લાવીએ તેની જેવી મીઠાશ અને કડવાશ હોય, તેવી મીઠાશ અને કડવાશ જે કર્મોના રસની હોય તે એક-ઠાણીઓ રસબંધ કહેવાય છે. તે ૧૨-૧૨ કિલોને ઉકાળી-ઉકાળીને ૬-૬ કિલો બાળી નાખીએ અને -૬ કિલો બાકી રાખીએ તેમાં જેવી મીઠાશ અને કડવાશ હોય તેવી મીઠાશ અને કડવાશ જે કર્મના રસમાં હોય તે બે- ઠાણીઓ રસબંધ કહેવાય છે. ૧૨-૧૨ કિલો રસમાંથી જ્યારે ૮-૮- કિલો બાળી નાખીને ૪૪ કિલો રસ બાકી રાખીએ. તેના જેવી મીઠાશ અને કડવાશ જે જે કર્મોમાં હોય તે ત્રણ-ઠાણીઓ રસબંધ કહેવાય છે. અને તે જ ૧૨-૧૨ કિલો રસમાંથી ૯-૯ કિલો રસ બાળી નાખીએ અને ચોથા ભાગનો ૩-૩ કિલો રસ બાકી રાખીએ તેના જેવી મીઠાશ અને કડવાશ જે કર્મોમાં હોય તેને ચલઠાણીઓ રસબંધ કહેવાય છે.
આ પ્રમાણે મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમના ભેદે રસ ચાર પ્રકારનો કલ્પાયેલો છે. ત્યાં એકઠાણીઓ રસ બંધાય તેવાં અધ્યવસાય સ્થાનો નવમા ગુણઠાણે કેટલોક કાળ વીત્યા પછી આવે છે. તેથી જ્ઞાનાવરણીય કર્મ ૪, દર્શનાવરણીય કર્મ ૩, અંતરાય ૫, સંજ્વલનકષાય ૪ અને પુરુષવેદ ૧એમ કુલ ૧૭ કર્મનો એક સ્થાનિક રસબંધ થાય છે. કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મ સર્વઘાતી હોવાથી ઓછામાં ઓછો બે-ઠાણીઓ રસ બંધાય છે અને શાતા, યશ અને ઉચ્ચગોત્ર આ ત્રણ કર્મ પુણ્યપ્રકૃતિ હોવાથી ત્યાં ચઉ-ઠાણીઓ રસ બંધાય છે. આ રીતે ઉપરોક્ત ૧૭નો જ એક સ્થાનિક રસ બંધાતો હોવાથી બાકીની તમામ પ્રકૃતિઓનો રસબંધ ૨-૩-૪ સ્થાનિક જ બંધાય છે.
અનંતાનુબંધીકષાય વડે અશુભનો ચઉ-ઠાણીઓ રસ બંધાય છે.
અપ્રત્યાખ્યાન કષાય વડે અશુભનો ત્રણ-ઠાણીઓ રસ બંધાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય વડે અશુભનો બે-ઠાણીઓ રસ બંધાય છે. સંજ્વલન કષાય વડે અશુભનો એક-ઠાણીઓ રસ બંધાય છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય કષાય વડે શુભ પ્રકૃતિઓનો બે-ઠાણીઓ રસ બંધાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય વડે શુભ પ્રકૃતિઓનો ત્રણ-ઠાણીઓ રસ બંધાય છે. સંજ્વલન કષાય વડે શુભ પ્રકૃતિઓનો ચઉ–ઠાણીઓ રસ બંધાય છે.
પ્રદેશબંધ : પ્રતિસમયે સંસારી જીવો સર્વ જીવો કરતાં અનંતગુણા કર્મપરમાણુઓના ધોને ગ્રહણ કરીને કર્મ રૂપે બાંધે છે. જ્યારે કર્મ બાંધે ત્યારે સ્થિતિ પ્રમાણે કર્મપરમાણુઓની દલિકની વહેંચણી કરે છે. આયુષ્ય કર્મને સૌથી થોડા દલિક આપે છે. તેનાથી નામ-ગોત્ર કર્મને વધારે દલિક આપે છે. તેનાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયને વધારે દલિક આપે છે. તેનાથી મોહનીયને વધારે દલિક આપે છે. તેનાથી વેદનીય કર્મને સૌથી વધારે દલિક આપે છે. આ પ્રમાણે પ્રદેશબંધ આ જીવ કરે છે.