________________
જૈનધર્મઃ એક અભુત વિજ્ઞાન
ફક
યંત્રવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાન પણ ગહન છે. જેને પરંપરાનો નવકારમંત્ર અત્યંત પ્રભાવક ગણાય છે. તેની બીજી પણ મોટી એક વિશેષતા છે કે તે સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક.
જૈનદર્શનના લાક્ષણિક સિદ્ધાંતો – અહિંસા, અનેકાંતવાદ, સપ્તભંગી, ધર્મ-કર્મના સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાય.... આ બધું ક્વોન્ટમ ફિઝિક્સ, કાર્યકારણભાવ (causlity), Entanglement, Determinism, Mach's Principle, Orfilari dsufits Rigid qolz zuel zjaz Rd 21491 શકાય.
ટૂંકમાં જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાનમાં કેટલીય વાતો સમાંતર છે અને વિજ્ઞાનના વિકાસ સાથે જૈનદર્શનની આ બધી વાતોને વધુ ને વધુ વૈજ્ઞાનિક પુષ્ટિ મળી રહી છે, જે આજથી ૧૦૦ વર્ષ નહોતું. તાત્પર્ય એ કે વિજ્ઞાનનો વ્યાપ હજી વધશે તો જૈન ધર્મની વાતો હજી વધુ સારી રીતે સમજી શકીશું.
જૈન આગમ અને જૈન પુરાતન ગ્રંથોમાં ઘણીબધી વિગતો એવી નિરૂપાયેલી છે કે જે સાંપ્રત વિજ્ઞાનના જ્ઞાનથી પણ સમજી શકાઈ નથી. આ રીતે જોવા જઈએ તો જૈનદર્શન પાસે ઊર્જાના સ્ત્રોતો વિશે, આહારના અન્ય વિકલ્પો વિશે, કાર્મિક બંધનો, આહાર, સ્વાચ્ય, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન વગેરે વિજ્ઞાનમાં કરવા જેવાં અનેક નવા સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરી, યોગ્ય પરિણામો મેળવી જૈન ધર્મ તરફથી માનવજાતિને શ્રેષ્ઠ ભેટ આપી શકીએ.
સાચું પૂછો તો જૈન દર્શનના પ્રત્યેક નિયમમાં – સિદ્ધાંતમાં વિજ્ઞાન સમાયેલું છે કારણ કે ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. આધુનિક વિજ્ઞાનની ઘણીબધી મર્યાદાઓ છે. તેથી અવારનવાર આપણા દૃષ્ટિકોણને – માન્યતાને બદલવી પડે છે. જ્યારે વિદ્વાનોના મતે જૈનદર્શન શાશ્વત હોવાથી એમાં તસુયે બદલાવને અવકાશ નથી. જૈનદર્શનમાં બતાવેલી આત્મા, પુનર્જન્મ, મોક્ષની વાતો વિજ્ઞાનની સમજની બહાર છે. આપણે આપણાં શાસ્ત્રોને ખોટી રીતે સમજવાની ભૂલ એટલા માટે કરીએ છીએ કે આધુનિક વિજ્ઞાન પાસે એમાં દર્શાવેલ સત્યો સમજવા જેટલું ઊંડાણ નથી અને વિજ્ઞાનના માપદંડને મર્યાદા છે અથવા તો શાસ્ત્રોનાં ભાષાંતર, રૂપાંતર વખતે ક્યાંક કશુંક રહી ગયું હોય. ગમે તે હોય તો પણ આપણે આપણા ધર્મમાં શ્રદ્ધા રાખવી પડશે. હા, સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ જરૂરી છે. આપણે આપણાં મહાન કર્મોને સમજવા માટે સામ્યક દૃષ્ટિનો વિકાસ કરવો જોઈએ.
વાચક શ્રી ઉમાસ્વાતિજીએ બ્રહ્માંડ કેવું છે તેમાં કેટલા અને કેવા જીવો વસે છે, જીવોનું વર્ગીકરણ કયા ધોરણે કરવું, આ મનુષ્યલોક સિવાય બીજા લોક કેવા છે, ક્યાં છે, શરીર શું છે, મગજ અને ચિત્તમાં શું ફેર છે, જીવ કેવી રીતે ફરે છે, પરમાણુ શું છે, ગતિ શું છે, પ્રકાશનાં કિરણો કેવી રીતે અવકાશમાં જાય છે વગેરે સઘળુંય સુંદર રીતે વર્ણવ્યું છે. જગતના ઇતિહાસમાં કોઈ પણ સંસ્કૃતિમાં તત્ત્વનો વિચાર સત્યની આટલો નજદીક નહિ હોય.
આ ઉપરાંત વાચક શ્રી ઉમાસ્વાતિએ તેમનાં પુસ્તકોમાં ગતિના પ્રકાર, વાતાવરણમાં ઊડતા