________________
ભારતીબહેન શેલત
સંસ્કૃત ગ્રંથો લખવા માટે ગ્રંથલિપિ વિકાસ પામી. ૧૪મી-૧૫મી સદી દરમિયાન કેરલમાં મલયાળમ અને તુલુ લિપિઓ ઉદ્ભવી.
58
પશ્ચિમોત્તર ભારતમાં ૮મી સદીમાં શારદા લિપિ વિકસી. આ પ્રાચીન શારદા લિપિ આદ્યનાગરી જેવી લિપિમાંથી વિકસી હતી. એમાંથી કાશ્મીરી-શારદા, ટાકી અને ગુરુમુખી એ ત્રણે લિપિઓ ઊતરી આવી. ઈ.સ.ની દસમી સદીથી પૂર્વ ભારતમાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થવા લાગ્યું. સમય જતાં એમાંથી બંગાળી, મૈથિલી અને નેવારી લિપિઓ ઘડાઈ. ઓરિસાની ઊડિયા લિપિ પ્રાચીન બંગાળી લિપિમાંથી નીકળી છે. બિહારના પ્રદેશમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું, જે કૈથી લિપિ કહેવાઈ (શેલત, ૨૦૦૫ : ૬૫-૭૩).
નાગરી લિપિ ઃ
ભારતની વર્તમાન લિપિઓમાં નાગરી લિપિ સહુથી વધુ પ્રદેશોમાં પ્રચલિત છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં અને દખ્ખણમાં. નાગરી એ ‘દેવનાગરી’નું ટૂંકું રૂપ છે. આ નામ ઘણું કરીને ‘દેવનગર’ નામે યંત્રમાં પ્રયોજાતા સાંકેતિક અક્ષરોને લઈને પ્રયોજાયું હોય એમ ણાય છે. દખ્ખણમાં એ ‘નંદિનાગરી’ તરીકે ઓળખાય છે. આ લિપિ અહીં ૮મી સદીથી પ્રયોજાય છે. ઉત્તર ભારતમાં નાગરી લિપિનો પ્રયોગ ૧૦મી સદીથી જોવા મળે છે. ૧૨મી-૧૩મી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયો. એની સ્વરમાત્રાઓનો પણ ક્રમિક વિકાસ થયો. વર્તમાન નાગરીમાં જોડાક્ષરોમાં કેટલાક અક્ષર ઉપર-નીચે જોડાતા; જેમ કે છુ, વલ, ત્ત, સ્વ, મ્હે, મ્ન વગેરે. ક્યારેક પૂર્વગ અક્ષરમાં જમણી ઊભી રેખાનો લોપ થાય છે; (પટ્ટ ૧ : ૧.૧, ૧.૮, ૬:૫, ૧૦.૪, ૧૨.૨-૩). જેમ કે મ, ય, ત્વ, ત્મ, ત્ય (પટ્ટ ૧ : ૨.૮, ૬.૨, ૭.૮-૯, ૭.૩). જોડાક્ષર ૬ માં આગળના અક્ષરની નીચે ડાબી બાજુએ ત્રાંસી રેખા રૂપે ઉમેરાય છે. જેમ કે ૬, ત્રા, મ્ર વગેરે (પટ્ટ.૧ : ૯.૧, ૧૧.૧, ૧૨.૧). ત્ત માટે 7 ની ડાબી આડી રેખાની ઉપર એને સમાંતર આડી રેખા ઉમેરાતી. (પટ્ટ ૧: ૬.૫) (પરીખ, ૧૯૭૪ : પટ્ટ ૨૧).