________________
નગીન જી. શાહ
પદાર્થવાદી વૈશેષિક ચિંતકોમાં વૈશેષિક દર્શનમાં અનેક નૂતન વિચારોને દાખલ કરી નવું રૂપ આપનાર, પદાર્થધર્મસંગ્રહના કર્તા પ્રશસ્તપાદ અનુસાર સૌપ્રથમ થનારા બોધમાં કેવળ સામાન્યનું ગ્રહણ થતું નથી પરંતુ આ બોધને અપાયેલ નામ “અવિભક્ત આલોચન' સૂચવે છે તે મુજબ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય બધા જ પદાર્થોનું અવિભક્ત રૂપે ગ્રહણ થાય છે. તે પછી થનારો બોધ ક્રમથી તે પદાર્થોને પૃથફ કરી તેમનાં વિશેષણો સાથે જોડીને જાણે છે. સૌપ્રથમ પર અને અપર સામાન્યોને અવિભક્ત પિંડમાંથી પૃથક્ કરી જાણવામાં આવે છે. આને પ્રશસ્તપાદ “સ્વરૂપાલોચન' કહે છે. આમ આ સ્વરૂપાલોચન કેવળ સામાન્યગ્રાહી છે. પછી તે સામાન્યો જેમાં સમવાયસંબંધથી રહે છે તે દ્રવ્ય, ગુણ, કર્મને અવિભક્ત પિંડમાંથી પૃથક કરી તે તે સામાન્યોને તેમની સાથે વિશેષણ રૂપે જોડી તેમને તે તે સામાન્યથી વિશિષ્ટ જાણવામાં આવે છે, ઇત્યાદિ.
(૨) સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ હોય તો કેવળદર્શન પછી કેવળજ્ઞાન થવું જોઈએ. જ્યારે તેમની બાબતમાં ઊલટો ક્રમ સ્વીકારાયો છે – પહેલાં કેવળજ્ઞાન અને પછી કેવળદર્શન.૫
(૩) સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ માનતાં કેવળદર્શનમાં વિશેષનું અગ્રહણ અને કેવળજ્ઞાનમાં સામાન્યનું અગ્રહણ માનવું પડે, પરિણામે કેવળદર્શન અને કેવળજ્ઞાન બંનેમાં અપૂર્ણતાની આપત્તિ આવે.
(૪) જૈનોને મતે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, તે કેવળ સામાન્યાત્મક પણ નથી કે કેવળ વિશેષાત્મક પણ નથી. એટલે દર્શનને કેવળ સામાન્યગ્રાહી અને જ્ઞાનને કેવળ વિશેષગ્રાહી માનવાથી ન તો દર્શન વસ્તુગ્રાહી ગણાશે કે ન તો જ્ઞાન વસ્તુગ્રાહી ગણાશે, પરિણામે દર્શન અને જ્ઞાન બંને અપ્રમાણ બની જશે.
આ જ વસ્તુને ધવલાકાર બીજી રીતે કહે છે : સામાન્યરહિત કેવલ વિશેષ અર્થક્રિયા કરવા અસમર્થ છે અને જે અર્થક્રિયા કરવા અસમર્થ હોય તે અવસ્તુ છે. એટલે સામાન્યરહિત કેવળ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાનને પ્રમાણ માની શકાય નહીં. જેમ કેવળ વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન અપ્રમાણ છે તેમ કેવળ સામાન્યને ગ્રહણ કરનાર દર્શન પણ અપ્રમાણ છે.
આ આપત્તિમાંથી બચવા કેટલાક જૈન ચિંતકોએ કહ્યું કે દર્શન કેવળ સામાન્યને નહિ અને જ્ઞાન કેવળ વિશેષને નહિ પરંતુ દર્શન અને જ્ઞાન બંને સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. કિંતુ દર્શન સામાન્યને પ્રધાનપણે અને વિશેષને ગૌણપણે જ્યારે જ્ઞાન વિશેષને પ્રધાનપણે અને સામાન્યને ગૌણપણે ગ્રહણ કરે છે. આ રીતે દર્શન અને જ્ઞાન બંનેને સામાન્યવિશેષગ્રાહી અર્થાત્ વસ્તુગ્રાહી પુરવાર કરીને પ્રમાણ સિદ્ધ કર્યા. પરંતુ આમ માનીએ તોપણ સામાન્ય જનની બાબતમાં દર્શન પહેલાં અને જ્ઞાન પછી એ જે યોગ્ય ક્રમ સ્વીકારાયો છે તેનાથી ઊલટો ક્રમ જે કેવલીની બાબતમાં સ્વીકારવામાં આવ્યો છે તે ઘટી શકતો નથી. | (B) જો કહેવામાં આવે કે નિર્વિચાર (નિર્વિકલ્પ) બોધ દર્શન છે અને સવિચાર (સવિકલ્પ) બોધ જ્ઞાન છે તો સામાન્ય જનોમાં પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એવો જે ક્રમ છે તેનાથી ઊલટો ક્રમ