________________
શ્રીવિજયસેનસૂરિપ્રાસાદિત બે દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રો
17
પરપક્ષનાં સઘળાંય ચૈત્યોને અવંદનીય ગણવાં' - એવો મત ચલાવતા હશે, તેને ગચ્છપતિએ આકરો ઠપકો આપવાનું સૂચવ્યું છે. અને વધુમાં, જો તેવા લોકો સંઘની વાત ન માને અને પોતાની માન્યતા ચાલુ રાખે તો, પોતાને જાણ કરવાનું જણાવીને પોતે જ તેને ઠપકો આપવાનું જણાવે છે.
આમાં સમજવાનું એ છે કે ધર્મના ક્ષેત્રે કટ્ટરતા તથા કટ્ટરપંથી લોકો હમેશાં, દરેક કાળે, હોય જ છે. તેઓ ઉદાર થઈ તો નથી શકતા, પણ ઉદારતાને સ્વીકારી પણ નથી શકતા. એમની કટ્ટરતા એમને શાસ્ત્રચુસ્ત, ધર્મચુસ્ત બનાવે છે અથવા તેવા હોવાનો દેખાવ રચી આપે છે. આવા લોકોની કટ્ટરતા એમને અન્યના, એટલે કે જે પોતાના મત, પક્ષ, સમૂહના ન હોય તેવાના સદ્દગુણોની પ્રશંસા પણ કરવાની મનાઈ ફરમાવે છે. ઉદાર અને વિવેકસંપન્ન ગુરુજનો જો અન્યના ગુણોની પ્રશંસા કરવાની હા પાડે અથવા વિધાન કરે, તો તેમના વિધાનના અર્થને પણ તેવા કટ્ટરજનો, પોતાને અનુકૂળ આવે તે રીતે, બદલી નાખતા હોય છે. આવા લોકો અન્ય ધર્મના લોકોના જ નહીં, પોતાના ધર્મના પણ જુદો મત ધરાવતા વર્ગના લોકોનાં પણ, ધર્મકાર્યોનો, સત્કાર્યોનો, સદ્ગણોનો સ્વીકાર કરવા રાજી નથી થતા; તેઓ તેનો ઇન્કાર જ કરતા રહે છે.
| દુર્ભાગ્યે, આવા કટ્ટરપંથીઓ તમામ ધર્મો-સંપ્રદાયોમાં પથરાયેલા છે. દરેક કાળે તેવા લોકો હોય છે. હીરગુરુના જમાનામાં પણ તેવા લોકો હશે તેનો પુરાવો આ પત્રના બે મુદ્દા જોતાં સાંપડે છે. આવી કટ્ટરતા, “અમે જ સારા અને અમારું જ સારું એવી ભ્રાન્ત સમજણમાંથી જ નીપજતી હોય છે.
બીજો પત્ર પણ ખંભાતના શ્રાવક કાહાન મેઘજીએ વિજયસેનસૂરિને લખેલા પત્રના જવાબરૂપે લખાયેલો પત્ર છે. આમાં ત્રણ વાતો છે, જે ત્રણ પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપ વાતો છે. આ જવાબો પણ આચાર્યની ઉદાર સમજણનું સુરેખ પ્રતિબિંબ પાડી રહ્યા છે.
પહેલો પ્રશ્ન એવો છે કે માહેશ્વર ધર્મનો ઉપાસક કોઈ માણસ (મૈશ્રી માહેશ્રી-માહેશ્વરી), ટાઢઠંડીના દિવસોમાં, મોક્ષ મેળવવા માટે, “મહીસાગર' (મહી નદી)માં સ્નાન કરે; અથવા કોઈ સ્વેચ્છમુસ્લિમ વ્યક્તિ, ઠંડીના સમયમાં જ, કેવળ મોક્ષ પામવાના લક્ષ્યથી જ, નમાજ પઢે; તો તે બે વ્યક્તિઓને જે પણ કર્મનિર્જરા થાય તે “સકામનિર્જરા” કહેવાય કે “અકામનિર્જરા’ ગણાય?”
આના જવાબમાં આચાર્યે લખ્યું કે, શાસ્ત્રાનુસારે, સમ્યગુદૃષ્ટિ આત્માને જે નિર્જરા થાય તેની તુલનામાં મિથ્યાત્વીને ઓછી નિર્જરા થાય.
આ જવાબમાં બે મુદ્દા ફલિત થાય છે : (૧) મહીનું સ્નાન કે નમાજ – એ બંને જૈન ધર્મની દૃષ્ટિએ સાવદ્ય-સપાપ પ્રવૃત્તિ હોવા છતાં, તે કરવા પાછળનું લક્ષ્ય કે આશય “મોક્ષ હોવાથી, તે કરવાથી પણ નિર્જરા થઈ શકે છે; (૨) તે નિર્જરાને આચાર્ય “અકામનિર્જરા'ના નામે નથી ઓળખાવતા, ફક્ત “નિર્જરા” શબ્દ પ્રયોજે છે, અને તેમાં પણ સમ્યકત્વી સાથે તુલના કરીને તે શબ્દ પ્રયોજે છે.
શાસ્ત્રમતિ ધરાવતા જીવો સમજી શકશે કે આ જવાબમાં એક જ્ઞાની પુરુષની દૃષ્ટિ કેટલી વિશાળ અને સમુદાર બનતી અનુભવાય છે ! અંતર અનાગ્રહભાવથી અને નીતર્યા વિવેકથી મહેકતું ૧. કર્મક્ષયના અને મોક્ષના લક્ષ્યથી કરાતી ક્રિયા થકી જે કર્મ ખપે, તે સકામનિર્જરા; અને તેવા લક્ષ્ય વગર જ યંત્રવતું કે
દેખાદેખીથી થતી ક્રિયા થકી જે કર્મ ખપે, તે અકામનિર્જરા.