________________
યોગબિંદુ - ટીકા અંગે થોડુંક ચિંતન
વિ. સં. ૨૦૬૯ના વર્ષમાં પૂજ્ય ગુરુભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજે શ્રીહરિભદ્રસૂરિજી રચિત યોગબિંદુપ્રકરણનું ટીકા (સાથે અધ્યયન કરાવ્યું. તે વખતે વાચનાનું સંશોધન-સંપાદન કરવાના આશયથી યોગબિંદુ-સટીકની તાડપત્રીય અને કાગળની પ્રતો પણ સાથે રાખી હતી. અધ્યયન દરમિયાન ખ્યાલ આવ્યો કે ટીકાના સંશોધનમાં એટલી મુશ્કેલી પાઠશુદ્ધિની નથી, જેટલી અર્થશુદ્ધિની છે. અર્થશુદ્ધિની આ સમસ્યા પ્રત્યે વિદ્વજ્જનોનું ધ્યાન દોરવાનો જ આ લખાણનો આશય છે.
યોગબિંદુની ટીકા સ્વયં શ્રીહરિભદ્રસૂરિજીની રચના નથી તે વાત શ્રતવિર પૂજ્ય મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજે “યોગબિંદુના ટીકાકાર કોણ ?” એ લેખ લખીને બહુ સરસ રીતે સાબિત કરી આપી છે. (જુઓ ‘મહાવીર જૈન વિદ્યાલય - સુવર્ણમહોત્સવ ગ્રંથ', પૃ. ૩૮૭૦). તેઓએ સ્વમંતવ્યના સમર્થનમાં જે સચોટ પુરાવા ટાંક્યા છે તેમાં એક એ છે કે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં શ્લોક ૪૩થી ૪૪૨ તરીકે બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકમાંથી ચાર કારિકા ઉદ્ધત કરી છે. આ કારિકાઓ સર્વજ્ઞત્વ વિશેનું બૌદ્ધ મંતવ્ય સૂચવે છે. પરંતુ ટીકાકારે આ કારિકાઓ મીમાંસક કુમારિલના મત તરીકે વર્ણવી છે. આ અનાભોગ, ટીકાકાર ગ્રંથકારથી સ્પષ્ટપણે જુદા હોવાનું સૂચવે છે.
આવું જ એક અન્ય દૃષ્ટાંત શ્લોક ૧૦૫ની ઉત્થાપનિકામાં જોવા મળે છે. યોગશતક - ગાથા ૧૦ની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે અન્ય યોગશાસ્ત્રકારના નામે ૫ શ્લોક ઉદ્ધત કર્યા છે. આ જ ૫ શ્લોક નજીવા ફેરફાર સાથે યોગબિંદુમાં શ્લોક ૧૦૧થી ૧૦૫ તરીકે ભગવાન ગોપેંદ્રના નામ સાથે ઉદ્ધત છે. પણ ટીકાકાર ૧૦પમા
મુનિ શ્રી રૈલોક્યમંડનવિજયજી