________________
ઘણી નાની છે. આથી જ વિચાર કરતાં આ આખી પૃથ્વીને સમાવેશ દક્ષિણ ભારતાધમાં થઈ જાય એમ જણાયા વિના રહેતું નથી.
અમેરિકાને મહાવિદેહ કહેવાય છે?
ક્ષેત્ર સમાજના આધારે જ્યારે આપણું ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રી હોય છે. અને જ્યારે અમેરિકામાં દિવસ હોય છે ત્યારે અહીં રાત્રી હોય છે. આ કથન ઉપરથી કેટલાક લેકે બીજે વિચાર કર્યા સિવાય હાલના અમેરિકાને મહાવિદેહ, ગણવાની ભૂલ કરે છે. પરંતુ વિચાર કરતાં જણાશે કે મહાવિદેહનું જે સ્વરૂપ કહ્યું છે તેની સાથે અમેરિકાનું જરા પણ સરખાપણું નથી. પ્રથમ તે ઉપર લખ્યા પ્રમાણે આ દક્ષિણ ભરતાર્ધનું પ્રમાણ જ એટલું મોટું છે કે તેમાં હાલની પૃથ્વીને સમાવેશ થઈ જાય છે. એટલે અમેરિકાને સમાવેશ પણ દક્ષિણ ભારતમાં થાય છે તેથી અમેરિકા એ મહાવિદેહ નથી. બીજું ભરતક્ષેત્ર કરતાં મહાવિદેહનું પ્રમાણુ ચેસઠગણું મોટું કહ્યું છે. તેને પણ અમેરિકા સાથે મેળ થતું નથી. ત્રીજું મહાવિદેહ ક્ષેત્રમાં હમેશાં એથે આરે વર્તે ત્યાં તીર્થકરો વિચરતા હય, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ સંધ હોય તેમાંનું કઈ પણ અમેરિકામાં નથી. માટે અમેરિકાને કોઈ પણ રીતે મહાવિદેહ કહેવાય જ નહિ. | (આ બંને પરિશિષ્ટ શ્રી મુક્તિ કમળ જૈન મોહનમાલા તરનથી પ્રગટ થએલ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ યાને ન ભૂગોળ એ નામના ગ્રંથના ઉદ્દઘાતના આધારે લખેલ છે.)