________________
કપડવણજની ગૌરવ ગાથાં સુધી સર્વ પ્રતિ સમભાવ દાખવવામાં આવ્યું છે. કોઈના પક્ષકાર તરીકે કે કોઈને નીચા પાડવા તરીકે જરાક પણ ઉપગ કર્યો નથી. તેમ છતાં કોઈને કયાંક અન્યાય થતું હોય તે દરગુજર કરવા વિનંતિ છે.
મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવા છતાં જે કઈ ક્ષતિ છે તે વિદ્વાનોએ ક્ષમ્ય જ ગણવી જોઈએ એમ ઈચ્છું છું. માફી બક્ષવી જોઈએ. અંતે “મિચ્છામિ દુકડમ” દ્વારા ક્ષમા પ્રાણું છું.
જૈન દેરાસર, શાંતિનગર ગોધરા-૩૮૯૦૦૧
આચાર્ય કંચનસાગર