________________ કલ્યાણમંદિર સ્તોત્ર તેની વિચારણું કરી પ્રસ્તુત રચના કયા કાળે થઈ હોવી જોઈએ તેનું અનુમાન વિદ્વાનો કરી શકે છે. પરંતુ આ બાબતમાં પણ કંઈ અવરોધ આવે છે. પૂર્વના કાળમાં મુદ્રણયંત્ર ખલેલું નહોતું, તેથી ગ્રંથની નકલે લહિયાઓ કરતા. અને તેઓ દેશકાળાનુસાર ભાષામાં ફેરફાર કરી, ગ્રંથને વર્તમાન સ્વરૂપ આપતા. આમ હોવાથી ઘવાર ભાષાની પ્રાચીનતા પુરેપુરી જળવાય નહિ, અને સમય નકકી કરવામાં પ્રવૃત્ત વિદ્વાનોને મુશ્કેલી નડે. તેમ છતાં જે કંઈ મર્યાદિત સાધનો ઉપલબ્ધ થાય છે તેના આધારે જીવન, સમય આદિ વિશે તેઓ અમુક નિર્ણય પર આવે છે. અને એવું જ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ માટે પણ છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના જીવન વિશે, તેમના સમય વિશે તથા આ સ્તંત્રના રચના પ્રસંગ વિશે આપણને નીચે જણાવેલા ગ્રંથમાંથી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. 1. શ્રી મેતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ. રચના સં. 1361 2. શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત શ્રી પ્રભાવક ચરિત્ર. રચના સં. 1334 3. નવ સ્મરણ , , - આ ત્રણે ગ્રંથમાં લગભગ સમાન કહી શકાય એવા પ્રસંગે આપણને શ્રી સિદ્ધસેન દિવાકર વિશે જોવા મળે છે. વળી આ ગ્રંથમાં એ પણ ઉલ્લેખ જોવા મળે છે કે એમાં આપેલા ચરિત્રે બહુશ્રુત આચાર્યોથી સાંભળીને અને કેટલાંક પ્રાચીન ગ્રંથમાં જોઈને વર્ણવાયાં છે. એટલે કે આ ચરિત્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust