Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
- ૩૮] જન કેન્ફિરન્સ હે૨૭.
[ફેબ્રુઆરી કુટુંબને, જ્ઞાતિને, સંઘને અને મહાજનને ઘણે લાભ છે. આપની સખાવત કુટુંબ, સંઘ, મહાજનથી આગળ વધતાં વધતાં પ્રજા અને રાજાને યથા ગ્ય સન્માનસૂચક થઈ પડે છે. આપ કુટુંબનું રક્ષણ યથાવિધિ કરીને કુળ દીપક થયા છે. આપનું કુટુંબ આપની તરફ સન્માનથી જાએ છે. આપ કુટુંબની સંભાળ રાખવામાં એક છે. આપનું કુટુંબ આપને પિતાના પ્રતિ નિધિ તરીકે કબૂલ કરવાને તૈયાર રહે છે. આગળ દ્રષ્ટિ લંબાવતાં આપને - આપની જ્ઞાતિમાટે સંપૂર્ણ માન છે. આપ આપની જ્ઞાતિના શ્રેય માટે તન, મન, ધનથી પ્રયાસ કરે છે. આપની જ્ઞાતિમાં એન્નતા વધે એ આપને ઉદેશ છે. આપની જ્ઞાતિમાંથી નિર્ધનતા દૂર કરાવવાને આપ શુભ પ્રયાસ કરે, છે. સંઘની સેવા બજાવવાને આપ સદા તત્પર રહે છે. સંઘના હિત માટે આપ પ્રાણ સમર્પણ કરવાને પાછા ખસતા નથી. સંઘથી આગળ વધી મહા જનનાં કાર્યમાં આપ મશગુલ રહો છે. પ્રજાના ભલામાં આપ પોતાનું ભલું માને છે. રાજા પ્રજા ઉભયનું શ્રેય ઈચ્છવું એ આપને મુદ્રાલેખ છે. આવું નજરે આવતાં થોડીક વાતે આપના સન્મુખ લાવતાં મને આનંદ ઉપજે છે. આજે આપણા દેશમાં ગરીબાઈ ફેલાવા લાગી છે ચારે બાજુથી સહાયતા માગવામાં આવે છે. અને દર વરસ લાગે ખની સખાવત જાહેર થવા છતાં આપણી નિતિને માર્ગ સરળ થતે દ્રષ્ટિગોચર થતું નથી. એના કારણે શું છે? તેને બે ઘડી વિચાર કરશે એવી ઉમેદ છે. આ સવાલને વિચાર કરતાં આપ સર્વેના પરિશ્રમમાં, ડહાપણમાં અને ધન ખર્ચવામાં કાંઈ ખામી જણાઈ આવતી નથી. મારા કરતાં આપને લાગવગ, અનુભવ અને ડહાપણુ આપનામાં વિશેષ છે, એવી મારી પકી માન્યતા છે. જેથી કોઈ ને રસ્તે બતાવવા જેવું મને તે કાંઈ લાગતું નથી. પરંતુ આવા કાર્ય માટે જ્યારે જ્યારે આપણી સ્વધર્મી પ્રજાના આગેવનેને મળું છું, ત્યારે ત્યારે. પુરસદ નથી એવા અવાજો સંભળાય છે. અને મને એ વાત માટે શંકા નથી. ત્યારે કરવું શું? જાહેર કાર્ય બજાવવાને આ ગેવાનેને અવકાશ નથી. એ આગેવાને તન, મન અને ધન એ ત્રણે કયાં સુધી વાપર્યા કરશે? આ મુદ્દાની મને ફીકર થાય છે. જે મારા આગેવાન શ્રીમંત શેઠીઆઓ પચાસ વર્ષ પછીથી વાનપ્રસ્થસ્થાન સેવે તે તેમને જાહેર કાર્ય કરવાની ફુરસદ રહે અને એવા બારવ્રતધારી પુરૂષે અગાઉના જમાનામાં ઘણા હતા. હાલ જે એ માર્ગ હાંસલ થાય છે તેથી આપણી પ્રજાને, સંઘને અને તમામને ઘણા લાભ થશે. આશા છે કે આ ટુંકી સૂચના ઉપાડી લેવાને મારા શ્રીમંત શેઠ સાહેબને કોઈ વિશેષ બોધ કરવાની મારામાં તાકાત નથી જ, પરંતુ ગીતાર્થ મુનિ મહારાજાઓ ઉપદેશ કરશે તે તેથી બેહદ