Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૮૬ 1 જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર રથી અમારા જૈન બંધુઓએ એમ નથી સમજવાનું છે, તે કેન્ફરન્સનું વાછત્ર હેઇ, તે ની ત્રીજોરીથી તેનું પાલનપોષણ થતું હેઈ કોન્ફરન્સને ગમે તેમ કે આપશે. પરતંત્રતા, લાગવગ અને લાલચથી આ પત્રને સર્વદા દૂર રાખો. “હેરલ્ડ” સત્યને જ સત્ય કહેશે, પણ અસત્યને સત્ય નહિ કહે; સુવર્ણ હશે તે જ સુવર્ણ ગણશે, પરંતુ કથીરને કનક નહિ માને. ગુલાબને જ ગુલાબ બોલશે, પણ ગલગોટાને ગુલાબની પંકિતમાં નહિ મૂકી દે. અર્થાત જે કેન્ફરન્સ ઓફીસ પોતેજ ભુલ કરશે તે તેને તેની ભૂલ આ પત્ર બતાવશે. જે તેના કાર્યવાહક જાતેજ આડે માર્ગે દેરાશે, તે તેમને તેમના કર્તવ્યપથપર જવાને સૂચન કરશે. ટૂંકમાં જે પ્રજાના લાભાર્થે આ માસિકનો જન્મ થયે છે, તે પ્રજા સમક્ષ
જ્યારે જ્યારે-જે જે વખતે કેન્સરન્સ તરફથી, કે બીજી કોઈ વ્યક્તિઓથી કે ખુદ રાજ્ય તરફથી અન્યાય થશે ત્યારે ત્યારે–તે તે વખતે આ વાછત્ર પિતાને સ્વતંત્ર નિસ્પૃહ સુર કાઢશે. અને આમ થવા સંભવિત જ છે-બનવા જોગ છે; કારણ કે દરેકને પોતાના વિચારે જણાવવાની છૂટ છે.
જૈન સમાજના પ્રત્યેક અંગને પિતાના સ્વતંત્ર વિચારો જણાવવાનો હકક છે. તે વિચારે સ્વીકારવા કે નહિ તે તે પ્રજામત ઉપર આધાર રાખે છે; પરંતુ તે સાંભળવાની તથા વાંચવાની તો આપણી ફરજ છે. એ આપણે ધર્મ છે. સ્વતંત્ર વિચારનાં યુદ્ધો થવાની આ જમાનામાં ખાસ આવશ્યક્તા છે, કારણ કે દુનીયાની દરેક દિશાએથી સ્વતંત્રતાનો પવન ફૂંકાઈ રહ્યો છે. દરેક પ્રજાના જીવન રૂપી ઉદાધમાં સ્વતંત્રતાનાં મોજા ઉછળી રહ્યાં છે. આવા સંગ્રામમાં જે સત્યને કાજે લડશે તેજ વીર નરેના–તેજ યોદ્ધાઓના કંઠ કમળને વિજય કન્યા વરમાળા આરે પશે. આવા વિચારના યુધ્ધો ન થવા દેવા એ તો ગેરઇન્સાફ લેખાય. અમુક જનોના વિચારો સાંભળવામાં આવે અને અમુકના નહિ; અમુક પુરૂષની લાગણીઓને માન આપવામાં આવે અને અમુકની લાગણીને માન ન આપવામાં આવે તો તે ઘેળે દહાડે લૂંટ ચલાવવા જે હડહડતો અન્યાય જ કહેવાય કોઈ પણ જાતની ભિન્નતા રાખ્યા સિવાય જેના વિચારો ગ્રહણ કરવા લાયક હોય તેના ગ્રહણ કરવા એજ ઉચીત છે. આજ તો રણશીંગડાંના કારમા અવાજ આગળ તુતીને તેણે અવાજ બહાર ફુરી નીકંબવા સમર્થ થત નથી. આજ તે મેટા કહે તેજ ખરૂં, અને નાના કહે તે સઘળું ખોટું એજ પ્રથા આપણામાં પ્રચલિત થઈ પડી છે. અમે તે નિડરપણે ખુલ્લે ખુલ્લું કહીશું કે આ સંકુચિત પ્રણાલિકાને જ્યાં સુધી બહિષ્કાર કરવામાં નહિ આવે, ત્યાં સુધી આપણે કોમનો ઉદય થ એ આકાશકસુમવત છે. શું ધનવાને નિધનને દબાવવા એવો હકક લેઈ આ અવનીમાં અવતર્યા છે ? શું બલિષ્ટ બળહીણને બેસાડી દેવાનો પટ મેળવી જમ્યા છે ? વયથી બાળકને ન બોલવા દે તે તો વૃદ્ધપણને અહંકાર નહિ તો બીજુ શું ? કોણ તવંગર ને કોણ વિદ્વાન, કે કોણ અભણ, કેણ નાના, કોણ મોટા સઘળાને જ્યારે એકજ સપાટી ઉપર મૂકવામાં આવશે ત્યારેજ જનજાતિનો અભ્યદય થશે. અને અન્ય દરેક પાસેથી શીખવાનું મળે છે. જે વખતે આ સર્વ સામગ્રીઓને વેગ થશે તે વખતે જ આપણે જય થતાં વાર નહિ લાગશે. આ છેવટમાં ઉપરોક્ત આશયે હેરલ્ડના ઉદેશરૂપે રહેશે એટલું જણાવી અત્રે વિરમી એ છીએ.