Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 436
________________ E) ધર્મ નીતિની કેળવ્રણી. ( ડીસેમ્બર ઉપર પ્રમાણે તે ત્રણે ખાખતા શીખવતાં વળી એ પણ સમજાવવું કે ધર્મના નિયમેને માન આપી વ્યવહારપરાયણુ રહેવાથી પણ નિર્વાણુ પ્રાપ્તિ થાય છેજ. એ વિષયને પૂરેપૂરા ભાર દૃષ્ટ શીખવવા. વ્યવહારને વળગવાથી કેવળ પાપી જ થવાય છે અને તેમ કરનારને ઉદ્ધાર જ નથી એવા ખાટા નિવેદ જગતપર ન થઈ જાય તેમ થવા લક્ષ બહાર ન જવાય તેમ રહેવું. હાલના સમયે કેટલાક મતાભિમાનીઓને વિચાર ધર્મ શિક્ષણુતે એથે રહી માત્ર મેટપ મેળવવાના અંતે માત્ર પેાતાની અને પેાતાના ધર્મની જ-આખા દેશ કે જગતની નહિ–ઉન્નતિ માટેના હોય છે. તે આપણા જ ધર્મ શ્રેષ્ટ છે એમ માને છે અને ખીજાતે માનતા કરવા મથે છે,જેમ કરતાં ઘણી વખત ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. પોતાના ધર્મ શ્રેષ્ટ એમ માનવુ... એ બધાની ક્રુજ છે અને બધાને અધિકાર પશુ છે; પરંતુ · તારા ધર્મ આવે ' અને તું આવા' એમ કહેવાને કાઇ ધર્મ આના - રતા નથી. છતાં હાલના કેટલાક લેભાગુએ ખીજાના ધર્મની અશ્રેષ્ઠતા કહેવા ઉતરી પડે છે એ અનિષ્ટ છે. માટે કુમળી વયના વિદ્યાથી તેને રસ્તે ન દોરાઇ જાય તેવું શિક્ષણ આપત્રા ખાસ લક્ષમાં રાખવું. અચળ ધર્માંસ્થામાં મતાંધતા ખીલવા ઉપરાંત બીજાં એ બને છે કે ધણાએક વ્યવહાર છેાડીને સાધુ થાય છે, જે બાબત, હું ન ભુલતા હાઉ તા તમારા ધર્મની કાશી અને કુલકતાની પાઠશાળાઓના દાખલા, મને યાદ છે, માટે કેવળ સાધુ બનવા કે કરવામાં બધી પરિતૃપ્તિ છે એમ શિક્ષકે ન માનવું જાઇએ, અને વિદ્યાર્થીને તે રસ્તે ન દારવા જોઇએ; તેમ થવા પણુ સભાળવું જોઇએ. હાન ચક્ર ગાંધી. ધર્મશિક્ષણ આપતાં ધર્મક્રિયા કરવાથી અમુક મનુષ્યના અગર દેવલાકના સુખ પ્રાપ્ત થાય છે એ દૃષ્ટિથી નહી પણ શરીર અને શરીરને માટે જોઇતા અનેક સાધના અને તેથી થતી વિટમ્બના વગેરેથી મુક્ત થઇ અશરીરી સુખ એટલે મેક્ષને માટે ધર્માંની જરૂર છે. એવી દૃષ્ટિથી તથા તેને અનુકૂળ શૈલીથી શિક્ષણ આપવાની જરૂર છે. જ્યાં સુધી અમુક શબ્દ અમુક પદાર્થ વાચક છે અને તે પદાર્થ તે આ, એમ જાણવાની શક્તિ ખીલી ન હોય ત્યાં સુધી મેાઢેથી રસિક વાર્તાઓ દ્વારા શિક્ષણ આપવું. દાખલા દૃષ્ટાંત સાથે કન્ડરગાર્ટનની રીત પ્રમાણે જ્ઞાન કરાવવું જોઇએ. મુનિરાજશ્રી ચારિત્રવિજયજી અત્ર મ્હને એ ખાખતા કહેવી અગત્યની લાગે છે; એક તા એ કે ધર્મશિક્ષણુ એવા પ્રકારનુ ન હોવું જોઇએ કે જેથી બુદ્ધિ કબુલ ન કરે એવા ગપાટા અને વહેમા ઉપર હાનિકારક શ્રદ્ધા ઉત્પન્ન થાય, કે તે એવા પ્રકારનું પણ ન હોવું જોઇએ કે જેથી સાંકડા વિચારને કે પરધર્માં વિદ્વેષને ઉત્તેજન મળે; સર્વ ધર્મના સામાન્ય અશેાઉપર ખાસ ભાર દેવેશ ધરે છે. ખીજું એ કે ધર્મશિક્ષણમાં પણ અન્ય શિક્ષણની માર્ક એ યાદ રાખવુ જોઇએ કે વિદ્યાર્થીને તેમાં સ્વાભાવિક રસ પડે ને living interest ઉત્પન્ન થાય એવી સ્વાભાવિક રીતે શીખવવું જોઇએ. ચન્દ્રશંકર નંદાશર પડયા, બી. એ. [

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438