Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 398
________________ ૪૨ ] " ધર્મ નીતિની કેળવણ. . [ નવેમ્બર શ્રી “માંડલ ભારતિ ભૂષણ સભા ના વાર્ષિક ઉત્સવ પ્રસંગે, પ્રમુખ શેઠ મેઘજી ખેતશીએ શિક્ષણ વિષે દર્શાવેલ વિચારે હવે ધર્મશિક્ષણ કેવા પ્રકારનું હોવું જોઈએ તે વિષય ઉપર આવીશ. આ અંગે ધર્મશિક્ષણને મૂળ હેતુ શું છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે. ધર્મશિક્ષણને હેતુ એ નથી કે માત્ર અમુક ક્રિયા કાંડ બાળકને મેઢે કરાવવું અને તેને ગમે તેમ સ્વદે વર્તવા દે. પણ તેને હેતુ એ છે કે વિવાથી તેથી પિતાની ધાર્મિક તથા વ્યવહારિક ફરજો અને કર્તવ્ય સમજે, પિતાનું હિત શામાં રહેલું છે તેને બરાબર ખ્યાલ કરી શકે. ઐહિકની સાથે આમુમ્બિક શ્રેયઃ સાધવા માટે જીજ્ઞાસા વૃદ્ધિ પામે તેવું વર્તન યથાર્થ રીતે ઘડાય, તેનું હૃદય કોમળ તથા ઉદાર થાય, અને તેનું જીવન પ્રભુપરાયણ થઈ સરળ સુખમય તથા આનંદપૂર્ણ બનેઃ ધર્મ શિક્ષણને આવો અત્યુત્તમ ઉદ્દેશ છે અને તે ઉદેશ જેથી સિદ્ધ થાય તેવા પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપણે આપવું જોઈએ. પણ મારે અત્રે જણાવવું જરૂરનું છે કે તેવા પ્રકારનું શિક્ષણ હાલ અપાતું નથી. માત્ર ક્રિયાકાંડના સૂત્રો સમજ્યા વિના બાળક મેઢે પઢી જાય તેમાં ધર્મ શિક્ષણની પરિસમાપ્તિ માનવામાં આવે છે. રિપોર્ટની પુરવણી ના છ જતાં જણાય છે કે આ વિદ્યાશાળા પણ એજ કોટિમાં આવે છે. બંધુઓ મિથ્યા આગ્રહ તજી સભ્યતાથી વિવેકપૂર્વક કાંઈ વિચાર તે કરે, કે આવી ધાર્મિક કેળવણીથી આપણે હેતુ સધાય છે કે નહિ ? મારે સખેદ જણાવવું પડે છે કે આવા ને આટલા શિક્ષણથી તે હેતુ સધાત નથી; ઉલટું તેથી કોઈક પ્રકારે અહિત થાય છે. આ વાત મારે સ્પષ્ટ કરવી જોઈએ. વ્યવહાર તપાસે તે એક સામાન્ય નિયમ આપને જણાશે કે કઈ પણ કાર્ય કરવામાં કોઈને જોડવો હોય ત્યારે તે તરફ પ્રથમ તેની અભિરૂચિ આપણે પ્રગટાવીએ છીએ, બાળક નિયમસર નિશાળે ન જ હોય તે કોઈપણ પ્રકારે તેને સમજાવીને, લાલ બતાવીને, નિયમસર નિશાળે જતાં તે કંટળે ન ખાય પણ ખુશીથી જાય એમ આપણે પ્રયત્ન કરીએ છીએ. માત્ર આ બાબતમાં નહિ પણ બીજી સર્વ બાબતમાં આપણે મનને આ પ્રમાણે વાળીએ છીએ, અને તેમ કરતાં એક વખત રૂચિ ઉપજી કે પછી પિતાની મેળે અને બહુ સારી રીતે તે કામ કરતે થાય છે. હવે ધાર્મિક શિક્ષણ આપવામાં આપણે આ સર્વમાન્ય નિયમ ધ્યાનમાં લઈએ છીએ? નહિ. પહેલેજ પગલે આપણે બાળકોની પાસેથી તે ન સમજે ને શુદ્ધ ન બોલી શકે તેવા પાઠ ગોખાવી તેને ત્રાસ આપીએ છીએ. ધર્મશબ્દ સાંભળતાં જ તેના મનમાં ભયાનક ચિત્ર ઉત્પન્ન થાય છે. અને ધર્મ એ કોઈ કંટાળે આપનારૂં છે એમ બાળક માની લે છે, અને ભવિષ્યમાં પણ તે પ્રત્યે અણગમો ધરાવતે રહે છે. આપણે હમેશાં જમાનાને અનુસાર ચાલવું જોઈએ. જે હમણું આપણે જમાનાથી વિરૂદ્ધ પડીશું તે પછી પાંચ દશ વર્ષ પણ જમાને પિતાને અમલ બજાવ્યા વિના નહિ રહે. જેમ પરદેશગમન

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438