Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 399
________________ ૧૯૦૯ ) ધમ નીતિ કેળવણી, ( ૪૭ બાળક માટે પ્રમથ આપણે સખ્ત વાંધા લેતા હતા, છતાં હમણા આપણે ખુશીથી ઉત્સાહી યુવકાને વિલાયત જવા રત્ન આપીએ છીએ, તેમ આખર આપણે કાળતે નમવું પડશે. શિક્ષણના ઇતિહાસમાં આ કાળ ક્રિન્ડરગાર્ટન પદ્ધતિના છે. તેનુ રહસ્ય એ છે કે કાઇ પણ વાત, તેનું પ્રત્યક્ષ જ્ઞાન કરાવ્યા વિના, બાળકને કહેવી નહિ. જેમકે બાળકને એક શિખવવું હોય તા એક કાંડી, એક લીંબુ, આદિ પદાર્થ બતાવી એક સંજ્ઞાનું તેને ભાન કરાવવામાં આવે છેઃ અને આવી રીતે પ્રથમ વસ્તુનું જ્ઞાન કરાવ્યા પછી તેને પાડા માટે કરાવવામાં આવે છે. એ ને એ ચાર બરાબર પદાર્થ વડે બતાવ્યા પછી એ ૬ ચાર એમ તેને શીખવવામાં આવે છે. અને એક પાડા શીખ્યા કે તરતજ તેની પાસેથી તે પાડાને લગતા હિસાબ મેઢે કરાવવામાં આવે છે. જેમકે દુના પાડા શીખવ્યા, તેા તુરતજ એક પૈસાના એ લીંબુ તે બે પૈસાના ચાર (એ ૬ ચાર) એમ તેની પાસેથી ગણત્રી કરાવવામાં આવે છે. આપણી બધી પદ્ધતિ એ હતી કે બધા આંક પ્રથમ ગોખાવી જવા તે પછી તેને હિસાબમાં ઉપયાગ કરવા. તે પતિ હાલ અમાન્ય થઇ છે, તે તેને તજી દેવામાં આવી છે. એજ પ્રમાણે ધર્મના સબંધમાં આપણે સમજવાનું છે. જો સમજ્યા વિનાના ગોખણુને આપણે હંમણા તજી નહિ દેશું તે આખરે જમાનાના વહેવા સાથે આપણને તે રૂઢી તજી દેવી પડશેજ, માટે સમયને એળખી આગળથી અનુકૂળ ફેરફ્રાર કરી ચાગ્ય ક્રમ ગોઠવી લે એ વધારે કલ્યાણકારી છે. જે વાતનેા બાળકને અનુભવ પણ ન થયા હોય, દાખલા તરીકે સ્વદાસ'તાષ વ્રત વગેરે. તે વાત આપણે બાળઅવસ્થામાં તેની પાસે મુકવાની નથી. કાંઇક મોટા થાય પછીજ તેવી વાતાનુ નામ ની પાસે આપણે લેવું જોઇએ. છતાં હમણાની પદ્ધતિ પ્રમાણે છ સાત વર્ષના બાળકને તે શીખવવામાં આવે છે. બન્ધુઆ, કદાચ આપને મારૂ કહેવુ અપ્રિય જણાશે, પણ સમભાવે વિચાર કરશેા તે સત્ય લાગશે. પ્રતિક્રમાદિ આવસ્યક ગણાતી ક્રિયા વિદ્યાર્થીને ન શાખવવી એમ મારૂં કહેવું નથી. તે શીખવવી, પણ યાગ્ય ઉમરે જ્યારે તેને સાદુ ભાષાજ્ઞાન થયું હોય, કાંઇક વિચાર શકિત પ્રકટી ડાય ત્યારે. પ્રતિક્રમણ એટલે કરેલ પાપા માટે સમજ પૂર્વક પશ્ચાતાપ. હવે સારૂં શું ને નરસું શું તે જે જાગુતા પણ ન હોય, તે જાણવા જેટલી સમજ શકિત પણુ જેનામાં ખાલી ન હેાય તેનું પ્રતિક્રમણ કુંભારના મિચ્છામિદુક્કડંથી શું અધિક થશે ? શરૂઆતની અવસ્થામાં ધર્મશિક્ષણુ હમેશાં પરાક્ષ રીતે માબાપ તથા શિક્ષકના નીતિમય દાખલાથી તથા પ્રત્યક્ષ રીતે રસિક સરળ કથાઓ દ્વારા આપવુ જોઇએ. ધર્મ પ્રત્યે તેનામાં બહુમાન, પ્રેમ, ભકિત ઉત્પન્ન કરવા જોઇએ. ધર્મે તેન આનંદના હેતુ થવા જોઇએ. તે વિનયી તથા સુશીલ થાય, તેનામાં સારી ટેવા બંધાય એ વાત પર ખાસ લક્ષ આપવું જોઇએ. આમ અભિરૂચિ પ્રકટાવ્યા પછી તેને આપણે પુસ્તકારા ક્રમસર શિક્ષણ આપવું જોઇએ. તેમાં પણ શિક્ષણશાસ્ત્રના એક સુપ્રસિદ્ધ નિયમ આપણે ધ્યાનમાં રાખવાના છે. બાળકના મનમા ઠાંસી ઠાંસીને વિધાભરી તેને જડ જેવા બનાવી દેવા કરતાં યે પણ ભાવપુરઃસર શિક્ષણુ આપવું જોઇએ, તે વિષય માટે તેનામાં દૃઢ પ્રેમ રાપવા જોઇએ, પેાતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી લેતાં તેને શીખવવુ જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે ધર્મ કહ્યો છે, તેમાંથી હાલના જમાનામાં બેશે તે જ્ઞાન ને દર્શન એ એ પાને તે આપણે લગભગ વિસારી દીધા છે, અને ચારિત્રના અર્થ અમુ દ્રશ્ય ક્રિયા એટલેજ કરીએ છીએ, ભાવધર્મ-કપાયાદિની ઉપશાંતતા એટલે ક્રોધ, માન, માયા,

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438