Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 425
________________ - ૧૮૦૪ ] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. | | ૩૬ ઉપર મુજબ કાર્ય બજાવવામાં વેરાવળના સમગ્ર મહીજને કાંઈ પણું જ્ઞાતિભેદ કે ધમભેદ ન રાખતાં જીવદયાનું કામ સર્વે હિન્દુઓનું છે એમ સમજી ભારે ઉત્સાહથી શ્રમ લીધે છે અને આ કાર્યમાં વેરાવળ પાંજરાપોળ કમિટીના ઓનરરી મેનેજર વકીલ ત્રભુિવનદાસ કૃપાશંકર અને શેઠ કલ્યાણચંદ ખુશાલ ચંદ, વકીલ દાન કરણ રબારી, વસનજી લાલજી વિપ્ર (મહાજનના મુનિમ) રબારીના શેઠ ધરમશી રણછોડ પાટણવાળા ઇત્યાદીએ સ્તુતિપાત્ર પ્રયાસ કર્યો છે તથા ભુવા જેઠા પરવતે પિતાની જ્ઞાતિને સમજાવવામાં બહુજ પ્રશંસાપાત્ર શ્રમ કર્યો છે. આ દાખલો તમામ રબારી ભરવાડના આગેવાનો લેશે એવી આશા છે. અમે તેમને કોન્ફરન્સ ઓફિસ તરફથી ધન્યવાદ આપીએ છીએ. શરૂઆતમાં જે જે રબારીઓએ ઘેટાં બેકડાં મહાજનને મોટાં કરીને આપવાનું કબુલ કર્યું છે તે સર્વેને ધન્યવાદ ઘટે છે. ઘાર્મીક હિસાબ તપાસણું ખાતું. - છલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા છરાળાપાડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ રણછોડદાસ મુલચંદના હસ્તકનો સં. ૧૮૬૧થી ૧૯૬૪ના ભાદરવા સુદ ૧૫ સુધીની હિસાબ અમેએ તપાસે છે. તે જોતાં વહીવટકર્તાએ નામું ચોખ્ખી રીતે રાખી દેરાસરજીમાં પુરતી દેખરેખ રાખે છે તેમજ સદરહુ દેરાસરજીને હિસાબ તપાસવાની માંગણી કરતાં તુરત ખુલાસા સાથે અમને બતાવી દીધે છે, તેથી તેમને પૂરેપૂરો આભાર માનીએ છીએ. . . . આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યેય બંદોબસ્ત કરશે. છલ્લે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા ચળાવાડામાં શ્રી સુમતીનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ– સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ વીરચંદ કસ્તુરચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી ૧૯૬૪ના શ્રાવણ વદ ૦)) સુધીને અમોએ હિસાબ તપાસ્યા છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ હિસાબ ચોખ્ખી રીતે રાખી અમોને માગણી કરતાં તુરત બતાવી દીધો છે, તેથી તેમને આભાર માનીએ છીએ. . . . .. .

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438