Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૮ )
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
( ૩૩૩
મોહનલાલ પોપટચંદ હસ્તકને સં૧૮૬૨ ના શ્રાવણ વદ ૧ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં વહીવટ રીતસર ચલાવી રૂ. પ૦) ની રકમ મુંબઈ સ્થળેથી લાવી દેરાસરજી સુધારવા માંડે છે, તે માટે તેમનો આભાર માનીએ છીએ.
- આ આતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યેગ્ય બંદોબસ્ત કરશે.
છ ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) ખારવાડા મધ્યે આવેલા શ્રી સ્વંભણ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીનાં કેશર, સુખડ ખાતાને લગતે રીપોર્ટ–
સદરહુ વહીવટના વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ દેવચંદ હસ્તકને સં૧૯૫૮ થી સં. ૧૮૬૩ ના આશે વદ ૦)) સુધીને હિસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં સદરહુ ખાતું તેમના વડીલ તરફથી ખેલવામાં આવ્યું છે, અને તેના વહીવટનું નામું તેમના પિતાના ખાનગી ચોપડા (શેઠ પાનાચંદ દેવચંદની પેઢીના ચેપડામાં) રાખવામાં આવેલ છે. તે તપાસતાં હિસાબ બરેબર છે, તેથી ખુશી થવા જેવું છે.
આ ખાતું તપાસી જે જે ખામી બે દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
જીલે ખેડા તાબે ગામ શ્રી થંભતીર્થ (ખંભાત) મધ્યે અલીંગમાં આવેલા શ્રી મુનિસુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરછના વહીવટને લગત રીપેર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ ખુશાલદાસ ઝવેરચંદ હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના અશડ વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસે છે. તે જોતાં સદરહુ હિસાબનું નામું શાઝવેરચંદ પીતામ્બરદાસ લખે છે. હિસાબ રીતસર રાખ્યો છે, તેથી તેમને આભાર માનીએ છીએ; અને સદરહુ સંસ્થાની મિલ્કત અમેને નજરે દે. ખાડી નથી તે તાકીદે દેખડાવી દેવા સુચવ્યું છે.
" આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને સેવક. ચુનીલાલ નાનચંદ
એનરરી એડીટર, શ્રી જન (શ્વેતામ્બ) કોન્ફરન્સ