Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે
ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા. (૪)-ધાર્મિક શિક્ષણની સફળતાને મુખ્ય આધાર કોના પર રહેલું છે?
(બ-શિક્ષક ) માતાના જેટલો પ્રેમ શિક્ષકમાં જોઈએ, અને શિક્ષકના જેટલું જ્ઞાન માતામાં
જોઇએ.
સઘળું શિક્ષણ સફળ વા અફળ નીવડવું એ તે શિક્ષણ આપનાર શિક્ષક ઉપર આધાર રાખે છે. હાલમાં આપણી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉમરે નાના અને ઓછા જ્ઞાન વાળા હોઈ એકે બાબતનું ખરું અને પુરૂં શિક્ષણ આપી શકતા નથી. તેમાં વળી તેઓ પોતે ઉમરના અંધારામાં નીતિથી બેદરકાર રમતા હઈ, નીતિ એ એક કાલ્પનિક બેડી છે એમ માની વિધાથીને તેમ માનતા શીખવી, વાંચન વગેરે વિષયો માત્ર બોલવા અને વાંચવા માટેજ હોય તેમ ગગડાવી જાય છે. તેમ ન થવા તથા ધર્મ શિક્ષણ ભાર રૂપ ન થવા મને લાગે છે કે મોટી ઉમરને અને ઠરેલ બુધ્ધિના તથા ધર્મ નીતિને જાણનાર શિક્ષકે દરેક શાળામાં એક કે વધારે મૂકાયા હોય અને તે દરેકના હાથમાં સઘળા કલાસનાં વાંચન કવિતા તથા વાર્તા આદિ વિષયે મૂકાયા હોય તે શિક્ષણનો ખરો હેતુ બર આવે.
હાલ જે કાંઈ ખામી છે તે શિક્ષણ પદ્ધતિની ખામી નથી, પણ તે ચલાવનાર એગ્ય વ્યકિતઓની ખામી છે મોટી ઉમરના–એ ડછામાં ઓછી ૩૦ વર્ષ ઉપરની ઉમરના ધર્મ અને નીતિ પર મમતાળુ, આસ્તિક, દેશ, કાળ અને સાંસારિક બાબતના જ્ઞાતા, –નહિ કે વેદિયા ઢેર, શિક્ષકોની જરૂર છે. બાળકને માણનું બનાવવું છે. તેને માટે આસપાસથી એગ્ય નરનારીઓના દાખલાઓ આપતાં, વતનની ખરી છાપ શિક્ષકે પિતાથી છાપવાની છે; માટે ઠરેલ બુધ્ધિના અને એગ્ય વયના ખાસ શિક્ષકોની જરૂર છે.