Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 410
________________ ૩૧૬) ૧૬) - જેને કોન્ફરન્સ હેરલ્ડ.. (ડીસેમ્બરે નામદાર સરકારે બહાર પાડેલા જૈન તેહેવારે. આપણી જૈન ગ્રેજ્યુએટસ એસોશીએશન તરફથી જન કોમના તહેવારોને જાહેર તહેવાર તરીકે સ્વીકારવાની જે અરજ નામદાર સરકારને કરવામાં આવી હતી તેના પરિણામે તા. ૨-૧૨-રોજ બહાર પાડવામાં te:વેલા સરકારી ગેઝેટમાં જાહેર તહેવારનું જે લીસ્ટ આપવામાં આવ્યું છે તેમાં ભાદરવા સુદ ૪ અને ભાદરવા સુદ ૫ એ બે જન તેહેવાને નામદાર સરકાર તરફથી જાહેર તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. એ જોઈને ખરેખર ખુશી થવા જેવું છે.'' - આ ઉપરાંત પણ જેઓના ખાસ તહેવાર હોય તેમનેજ રજા આપવા માટે ઉપરની “તારીખના ગેઝેટમાં નામદાર સરકાર તરફથી જે દિવસો મુકરર કરવામાં આવ્યા છે તેમાં ઉપરના બેદિવસે ઉઘરાંત અશાડ સુદ ૧૪, શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૩ અને કાર્તક સુદ ૧૫ એ આઠ દિવસેને જન તેહેવાર તરીકે બહાર પાડવામાં આવ્યા છે. , જન ગ્રેજ્યુએટસ એસેસીએશનને આ શુભ પ્રયાસ સફળ થયેલો જોઈ અમે તેને સુબારકબાદી આપીએ છીએ. પણ આ સ્થળે અબારે ભુલી નહિ જવું જોઈએ કે જે આ મંડળ તરફથી સંપ અને ઉત્સાહથી બીજાં કાર્યો હાથ ધરવામાં આવે તો તેમાં પણ તેઓ ફતેહમંદ થાય નિઃસંશય છે પરંતુ આ મંડળની આધુનિક સ્થિતિનું નિરક્ષણ કરીએ તે તે કાંઈક અફસોસ ઉત્પન્ન કરે છે. આ મંડળની મુખ્ય ઓફીસ અમદાવાદ ગયા પછી ત્યાંથી જોઈએ તેવું કામ થયું હોય એમ અમારા જાણવામાં આવ્યું નથી. ઉકત મંડળને વિદવાન સભાસદોને અને આ સ્થળે સુથના કરીશું તે તે ખેટું નહિ ગણાય કે તેઓના , ઉપરજ સમગ્ર જન કેમ ઘણી આશાઓ બાંધે છે. અને તે નિષ્ફળ ન થાય તેટલા માટે દરેક સભાસદે એસએશનના કામકાજમાં ઉલટથી ભાગ લેવો જોઈએ. આ મંડળની આર્થિક સ્થિતિ પણ કઢંગી છે. તે તેમાં પણ સુધારો થવાની આવશ્યકતા છે તો અમો આશા રાખીએ છીએ કે હવે ગ્રેજ્યુએટ બંધુઓ પિતાની ફરજ બજાવવામાં કોમ પરાયણ થશે.

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438