Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 379
________________ ૧૯૦૮ ] શૈવધથી દેશને થતું નુકશાન. * [ ર૮૩ ઉપર બતાવેલી એક ગાય અને તેની પ્રજા ૪ ગાય અને ૬ બળધ થાય છે એવી કલ્પના કરી છે અને તે પ્રમાણે કુલે ૫ ગાય અને ૬ બળધના ઉત્પન્નમાંથી દુધપાક અને પુરી કરીએ તો તેમાંથી ૪૧૧૮૭૫ માણસે એક વખત જમીને તૃપ્ત થવાના. હવે આવી દુધપાક પુરીની દર પાતળ દીઠ એાછામાં ઓછા છ આના કીમત લેખીએ તે આ સઘળા માલની કીમત ૧૫૪૪૪૦માત્ર રૂપીયા થવા જાય છે. મતલબ કે કસાઈ જે એક ગાય ખાવા માટે મારે તો લગભગ દોઢલાખ રૂપીઆનું નુકશાન હિંદુસ્તાનના લોકોને થાય છે. એમ કહેવાય છે કે આખા હિન્દુસ્તાનમાં જુદા જુદા કતલખાનામાં મળી કુલે બે લાખ ગાયોને દર વર્ષે વધ કરવામાં આવે છે. જે આટલી બધી ગાયોનો વધ થતો અટકે તે ઉપર ગણવેલા હીસાબ મુજબ હિંદુસ્તાનના લેકોને દર વર્ષે ૩૦૮૯૮૧૨૫૦૦૦ ત્રીસ અબજ નેવાસી કરોડ એકાસી લાખ અને પચીશહજાર રૂપીઆને ફાયદો થાય અથવા તેટલી રકમમાંથી એક વખતને માટે ૮૨૩૮૫૦••••૦ ખાસી અબજ, ઓગણચાલીસ કરોડ અને પચાસ લાખ માણસે જમાડી શકાય. અમારી શાણી સરકાર આ વાત ધ્યાનમાં લે અને કતલખાનાઓ બંધ કરે તો ઘણાજ થોડા વખતમાં હિંદુસ્તાન આબાદ થઈ જાય. - મજકુર રૂપીયાના આંકડાને હીંદુસ્થાનની ૩૦ કરોડની વસ્તી સાથે ભાગાકાર કરતાં માણસ દીઠ રૂ. ૧૩ વાર્ષિક આવકમાં વધારો થાય; જ્યારે ત્રીસ કરોડની સંખ્યામાંથી છ કરોડની સંખ્યા માત્ર ગરીબોની હશે કે જેઓમાંજ આ રકમ વહેંચીએ તો વાર્ષિક રૂ. ૪૦ એક ગરીબના ભાગે આવે, કે જે રકમ તેવા ગરીબોને ખર્ચ માટે પુરતા ગણાય. મજકુર આંકડા એક રીતે જોતાં છુટથી મુકાયા છે. છતાં પણ તેમાં ઓછા કરીએઅરધે અરધ કહાડી નાંખીએ તો પણ એક ગાય દીઠ પિણે લાખ રૂપીઆ હીંદુસ્થાન ગુમાવે છે. ઉપરાંત તેવા ઢોરોની કીમતમાં વધારે થવાથી, દુધ કે જે ખાધા ખોરાકીમાં અમૃત તુલ્ય જ છે તે જોઇતા પ્રમાણમાં ન મળવાથી, ઓછા ભાવે નહીં વેચી શકાતું હોવાથી પાણી અને બીજા પદાર્થોની ભેળસેળવાળું દુધ પ્રજા પીએ છે ને તંદુરસ્તીના બદલે રગે પીડાય છે. ખરી રીતે પ્રજાનો મોટો ભાગ ડોકટરને ત્યાં જ જતો જોવાય છે. આ રીતે જે ખરચ થાય છે, તેનો આંકડો કેટલો થાય તે સાથે તે રોગી માણસ ધંધામાં નુકશાન કેટલું પામે તે આંકડે ઉમેરતાં અમારે કહ્યા વિના ચાલતું નથી કે જ્યાં સુધી હીંદુસ્થાનમાં નામદાર બ્રીટીશ રાજ્ય ગોવધ (ખરી રીતે દુધાળાં ઉપયોગી જનાવરને થતો વધ) બંધ કરવા કાયદે નહીં ઘડે ત્યાં સુધી હીંદુસ્થાન જે દુષ્કાળને મહા ભારી દરદે પીડાય છે, અને મોંઘવારીના અતિ ભયંકર દુઃખે મરણ પામે છે તેમાં ફેરફાર થવા સંભવ નથી. અમો આશા રાખીએ છીએ કે આ ઉપર નજર પહોંચાડી પ્રજાનું દુઃખ હૈડે ધરનાર વત્ત માન, પ્રજા આબાદી માટે (ખેતીવાડીની ઉન્નતિ માટે) આવા કાયદાની કેટલી જરૂર છે તે નામદાર સરકાર અને દેશી રજવાડાઓની નજરમાં આણવા ચુકશે નહીં. તા. ૧૬-૧૦--- લી. સેવક, લલ્લુભાઈ કરમચંદ દલાલ. ઓ. સે. શ્રી જે. કે. જીવદયા કમીટી.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438