Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
પ્રાસગિક નોંધ.
[ ૨૦૧
છે તે જોઇ તેનુ અનુકરણ કરવા તત્પર થઇ રહેલાં અનેક નાનાં મોટાં ગામા આ બનાવ જોઇ શું કરશે એ વિચારવા જેવું છે. તેઓ પૈસા આપતા અચકાશે—અટટ્ટી જશે. પશુ આથી અમે તે આવા સર્વે ગામેના જૈન બંધુઓને વિનંતી કરીશું કે અમદાવાદમાં બનેલા દુ:ખજનક બનાવ ઉપર આધાર રાખી અવળે માર્ગે ન દોરાઇ જતાં ચાર આના જેવી રમ કે જેને શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ઉપયાગ થવાને છે, જેનાં ફળ તમારે અને તમારી ભવિષ્યની પ્રજાને ચાખવાનાં છે તે આપતાં તમે અચકાશેા નહિ, પરંતુ ઉદાર દીલથી આપી દેજો. તમે કાળી ટીલી લેશેા નહિ. અે તે લેવાના પેાતાના ધર્મ સમજતા હોય તેમને લેવા દો.
બંધુએ ! અમદાવાદમાં સુકૃત ભંડારની યેાજનાને અમલ થાય તેમ કરવા મુંબઈ કોન્ફરન્સ હેડ એડ઼ીસે ત્યાંના આગેવાનને સમાવવા ખાતર પેાતાથી બનતા દરેકે દરેક પ્રયાસ કર્યો છે. કાન્સના રેસીડન્ટ જનરલ સેક્રેટરી, આસીસ્ટંટ જનરલ સેક્રેટરી વગેરે ત્યાં જઈ આવ્યા; પત્રવ્યવહાર કરી કરીને હાથ અને કલમા ઘસાઇ ગયાં, પરંતુ તે સત્રળુ વ્યર્થ ગયુ.
છેવટની એક બાબત વાંચકોની આગળ રજુ કરવાનું અમારે વિસરી જવું જોઇતું નથી. પ્રેક્ષક’ ની સહીથી છપાયેલ હેન્ડખીલમાં જણાવ્યા પ્રમાણે કોન્ફરન્સપર મને શ્રદ્ધા નથી.” એ દોડચતુર શબ્દોને શેઈમ શેઇમના મંગળ ( ! ) પાકારથી વધાવી લેવામાં આવ્યા હતા તે સુચવે છે કે અમદાવાદના સામાન્ય જત બંધુઓનુ એ શબ્દોથી દીલ દુભાયું હતું. કાન્સપર તેની પ્રીતિ છે. સુકૃતભંડાર આપવા તેઓ તૈયાર છે. અમે તેમને અમારા જીગરના જીગરથી હજારા ધન્યવાદ આપીયે છીયે, બીજા ધન્યવાદ ત્ય'ના જૈનમડા અને તેના ઉત્સાહી અને કર્તવ્યપરાયણુ કાર્યવાહકોને આપીયે છીયે. વળી અમે તેને સવિનય ભલામણુ કરીયે છીયે કે તેઓ કાન્ફરન્સપર તેમનો જે ભકિત છે તે કાયમ રાખશે; અને નિરાશ નહિ બનતાં, સ્વાશ્રયી થઈ સુકૃતભંડાર ક્રૂડ ઉધરાવવાનું કામ સત્વર હાથ ધરી, નાના શું કરે છે, તે. મેઢાને દેખાડી સચેટ દાખલો બેસાડશે.
.
અમે જાણીએ શ્રીએ કે ઉપર લખેલી ભાષા કેટલાકને કડક લાગશે પરંતુ તે ભાષા લખવા માત્ર કોન્ફરન્સ તરફ્ના ભકિતભાવે પ્રેરણા કરી છે. કાન્ફરન્સ દેવીથી જ આપણી કામના વિજય વાવટા રકશે એવું અમારૂં દ્રઢ માનવુ છે તે તે મહા સંસ્થાને પુષ્ટ કરવા દરેક જૈનને તેમજ અમદાવાદ નિવાસી અગ્રેસર બંધુએને અમારી નમ્ર વિનંતી છે. અમદાવાદ સધ તરફ્થી થાય તે તેમ અથવા તેા જુદી જુદી ન્યાતેા તરફથી અથવા તેા જુદી જુદી સભા મંડળેા તરફથી અમદાવાદમાં સુકૃત ભંડાર જરૂર ઉઘરાવવાની જરૂર છે અને તે માટે દરેક જૈન બંધુ પેાતાની શકિત વાપરશે એવી આશા છે.