Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 389
________________ ૧૯૦૯ ] જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર બહાર ગામના અગ્રણીઓએ બરાબર લક્ષ્ય આપી કામ કરવાને સમય પ્રાપ્ત થયું છે તેવા વખતમાં કોન્ફરન્સના સ્થળ શરીરને અડચણ કરનારી પ્રત્યાયે ન નડે અને હાથ ધરેલાં કામે અડધે રસ્તે રખડી પડી કરેલ મહેનત ધુળધાણું ન થાય એ બાબતમાં ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા જણાય છે. કોન્ફરન્સની દરેક પેજના અમલમાં મુકવા માટે પિતાની પ્રથમ જરૂર પડે છે. વારવાર અમુક સદગૃહસ્થોને બોલાવવા પડે અથવા અમુક વર્ગ તરફથીજ સવે કાય નભે છે એવી સ્થિતિમાં આવવું કઈ પણ દષ્ટિથી લાભકારક નથી. વળી માટી નાની રકમ એક સાથે આપનાર ગૃહસ્થ અને મધ્યમ વર્ગના માણસેથી જ અત્યાર સુધી કોન્ફરન્સનું કાર્ય ચાલ્યું છે જે ટૂંકી રકમ કેન્ફરન્સના હસ્તા આવી છે તેને કે ઉતમ વ્યય થા છે તે બતાવ. વાની જરૂર રહેતી નથી. આ સંબંધમાં કેન્ફરન્સને કોઈ કોઈ વાર વિરૂદ્ધ ટીકાઓ સહન કરવી પડે છે તેનું કારણ માત્ર ફંડની મંદ સ્થિતિ જ છે. એક સામાન્ય દાખલો લેવામાં આવશે તે સમજાશે. સે નિરાશ્રિતે પચીશ પચીશ રૂપિયા મેળવવાની અરજ કોન્ફરન્સ ઓફીસને કરે તેમાંથી કોન્ફરન્સ ઓફીસ તે ખાસ સંજોગોને લઈ મદદ કરવા યોગ્ય માત્ર પાંચ માણસને મદદ કરી શકે. બાકીના પંચાણું માણસમાંથી સમજુ તે ફંડની સ્થિતિ વગેરે સમજી બોલતા નથી, પણ ઘણેખરે ભાગ સમજુને હેત નથી. તેઓ કોન્ફરન્સ ઓફીસ વિરૂધ્ધ નકામી બેટી વાતો કરે છે અને આમ થતાં થતાં વિના કારણું કેટલાક માણસ કોન્ફરન્સ વિરૂધ વાત કરનારા થાય છે. આવા પ્રસંગેનું મુખ્ય કારણ ફંડની ઓછાશ છે. અમુક માણસેથી અથવા અમુક વર્ગની આશા પર રહેવા કરતાં આખી કમના ઉપર આધાર રાખવાનું બની આવે તે બહુ લાભ થાય. મનુષ્ય સ્વભાવ એ છે કે જે ખાતામાં પૈસા ભરવા પડતા હોય છે તે બરાબર ચાલે છે કે કેમ અથવા પિતાને બરાબર વ્યય કરે છે કે કેમ એ ખાસ ધ્યાન રાખીને તપાસે છે, જુએ છે અને તેના સંબંધમાં ચીવટ રાખે છે. આખી કોમમાં ગરીબથી તે તવંગર સુધી ભારે ન પડે અને ખુશીથી ઉપાડી લેવાય તેવી યોજના તેટલા માટે વિચારવાની આવશ્યકતા આવી પડી અને તે સંબં ધમાં સુકૃત ભંડાર સંબંધી જે પેજના બાબુ સાહબ રાય બદ્રીદાસજીએ બીજી કેન્ફરન્સ વખતે શ્રી મુબઇમાં સૂચવી હતી તે પર વધારે વિચાર કરતાં તે જ અમલમાં મૂકવામાં આવે તે આપણી કોમને રૂચીકર થવાને ઘણે સંભવ દેખાય અને તેથી સાતમી કોન્ફરન્સ વખતે શ્રી નામાં તે પેજના પસાર કરવામાં આવી. • આ યોજના પર વિચાર કરવા પહેલાં તે શું છે તે જોઈએ. દરેક પરણેલ ન બી પુરૂષે દર વરસે ઓછામાં ઓછા ચાર આના અને વધારેમાં વધારે પિતાની ખુશીમાં આવે તેટલી રકમ આ ફંડમાં ભરવી જોઈએ. આટલી વાત ઉપર આખી પેજના છે. પરણેલ સ્ત્રી પુરૂષ લખવાથી નાના બાળકે તથા બાળકીઓ બાદ થઈ જાય છે. તેઓના નામથી સુકૃત કરવાની તેઓના મા બાપની ઈચ્છા થાય તો ના નથી, પણ બંધન કારક નથી. ખાસ યાદ રાખવાનું એટલું છે કે વ્યાજના માત્ર પુરૂષો સારૂ જ નથી.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438