Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર
[ રહe
જૈન કેન્ફરન્સ અને સુકૃત ભંડાર (લેખક-રા. રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા બી. એ. એલ એલ. બી. સોલીસીટર)
સર્વ બંધુઓને જણાવવું ઉચિત છે કે એક મનુષ્યના બળ કરતાં બે મનુષ્યનું બળ બેવડું નથી પણ બાવીશગણું છે એમ લેકોની માન્યતા છે. વિશિષ્ટ વિચાર કર્યા પછી, તરફેણના અને વિરૂદ્ધના વિચારોની દલીલો સાંભળ્યા પછી અને એકત્ર કેજના કર્યા પછી દરેક માણસને જનાઓ કરવાને અને અમલમાં મૂકવાનો બહુ ઉત્તમ પ્રસ ગ પ્રાપ્ત થાય છે. અને એવી રીતે કરેલા વિચારે તથા કાર્યો બહુ મનગમતા, દીર્ઘકાળ સુધી ચાલે તેવા અને લોકપ્રિય થાય છે. અમુક પેજના કે વિચાર એક મગજને તરંગ ફુરણા છે એમ હોય તેના કરતાં વિચારશીળ બન્યોની અરરસ દલીલને પરિણામે થયેલ દ્રઢ વિચાર છે એવો ખ્યાલ આવવાની સાથે તેમાં લોકપ્રિયપણાનું મહાન તત્વ ઉમેરાય છે. આની સાથે પૂર્વ તરફના દેશોમાં રહેલું વડીલો તરાનું માન અમુક વિચારને બહુ મજબુત બનાવી આપે છે અને પિતાના મંડળમાં જ નહિ પણ અન્યત્ર પણ તે બહુ માન ધરાવે છે. આની સાથે જ્યારે આખી કામના કબુલ કરાયેલા આગેવાનો અને વિચારશીળ મનુષ્યો એકત્ર ઈચ્છાથી સર્વાનુમતે કેઈ કાર્યની ઉપગિતા, આવશ્યકતા અથવા જરૂરીઆત સ્વીકારે ત્યારે તે કાર્યની અદેયતા બહુ આકરા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
આવા અનેક વિચારોને અંગે સાત વરસ પહેલાં આપણું શ્રી જૈન શ્વેતાંબર કન્ફર સના અધિવેશન ભરવાનું શરૂ કરવામાં આવ્યું. આ મહાન યોજના શરૂ કરતી વખતે થેડા વખતમાં આટલી બધી લોકપ્રિય થઈ જશે એમ કેઈના પણ ખ્યાલમાં નહોતુંઘણા વખતના દઢ બંધાઈ ગયેલા જુના વખતમાં કોમના જીવન માટે ઉપયોગી પણ નવીન યુગને અંગે નકામા થઈ ગયેલા કેટલાક સાંકડા વિચારો નવીન પ્રવાહને માર્ગ આપશે કે નહિ તે સબંધમાં મોટી શંકા હતી, પરંતુ સ્થિતિ પરિપકવ થવાને કાળ નજીક આવેલું હોવાને લીધે. કામમાં દીર્ઘદ્રષ્ટિ વાળા મનુષ્યોની પ્રબળતાને લીધે અને ધનવાન અને વિદ્વાનની પરસ્પર સહાનુભુતિને લીધે કેન્ફરન્સ ભરવાના વિચારોને આદર મળ્યા અને ધારણ કરતાં વધારે સારી રીતે ઉત્તરોત્તર દરેક અધિવેશનની ફતેહ થઈ. આ સર્વ હકીકત કોમની સન્મુખ છે તેથી તે પર વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ તેની અસાધારણ ફતેહના કારણમાં આગેવાને અંતઃકરણથી ભાગ, આખી કોમની નવીન જન તરફ લાગણી અને મેળાવડાનું આકર્ષણપણું એ મુખ્ય કારણ હતાં એ તરફ ધ્યાન આપવાથી આખા વિષયને છેડે ધારેલ યોજનાને યોગ્ય માર્ગ મળવાનું કારણ સહજ પ્રાપ્ત થાય તેમ લાગે છે. અને તેથી તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે.
જિન પ્રતિમા, ચિત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રના સંબંધમાં જેટલું બની શકે તેટલું વ્યવહારુ અને સૂચના રૂપે કાર્ય કરવું, તેને માટે જના