Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૮ ]
કોન્ફરન્સને કટોકટી
સમય.
[ ૨૯૭
નોટ જે વગર ઉપગે પડી રહી છે તેમાંથી અમુક હિસ્સે આ ઉપયોગી કામમાં આપો.
હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ. કોન્ફરન્સની નાણું સંબંધી સ્થિતિ સુધારવા માટે સુકૃતભંડારની યોજનાજ કલ્પલતા સમાન છે. આ યોજનાને અમલજ પૂરત છે. પરંતુ તે પેજનાનો અમલ શરૂઆતમાં સંપૂર્ણ રીતે ન બની શકે એ બનવા જોગ છે, અને એટલા માટે કોન્ફરન્સના શુભેચ્છકો અને ધનવાનોને અરજ કરવાની કે તમે કેન્ફરન્સના મેમ્બર બની તેને દર વર્ષે પિતાની સ્થિતિના પ્રમાણમાં સારી રકમ આપતા રહે. આ પણ એક ઉત્તમ માર્ગ છે.
છેવટના બે પ્રશ્નોને નીવેડો કરવા હું જણાવીશ કે, કોન્ફરન્સને માટે નાયકેની ચુંટણું બહુજ વિચારપૂર્વક કરવાની છે. કોમ તરફ લાગણી વગરના, ચાલુ જમાનાની હાજતોને નહિ સમજનારા, મેભાગ્ર બુદ્ધિવાળા, પિતાને જ કક્કે ખરે કરાવવાની ટેવવાળા, માત્ર માનનાજ ભુખ્યા પુરૂષોને હાદાઓ ન આપવા એવી અમારી ખાસ ભલામણ છે. તેઓથી તમારું સ્વપ્ન પણ કલ્યાણ થવાનું નથી. ખુદ કોન્ફરન્સના ઠરાની વિરૂદ્ધ વર્તન નારાઓને જ્યાં મોટા મોટા ઓધાઓ આપવામાં આવે ત્યાં કોમનું શ્રેય કયાંથી થાય ? લાયકને લાયક પદવી આપવાની પ્રથા ગ્રહણ કરો. આ પદવીઓ કંઈ જેવી તેવી નથી, ઓછી જવાબદારી ભરેલી નથી. ઓલ્વેદારોની હવે જ્યારે નવી ચુંટણું થાય, ત્યારે તેમની પાસેથી એવા દસ્તાવેજ કરાવી લેવા જોઈએ, અને પ્રતિજ્ઞા લેવરાવવી જોઈએ કે કોન્ફરન્સના સર્વે ઠરાને તેઓ વળગી રહેશે, કોન્ફરન્સને તેઓ વફાદાર રહેશે, તથા જે કામ તેમને સેપવામાં આવ્યું છે, તે પાર પાડવા પિતાથી બનતી દરેક કોશિશ પણ આત્મભેગથી કરશે, કામ કરનારાઓ એવા હોવા જોઈએ કે, જેઓ લાગવગથી ન દબાય, ધન, દમામ કે માનથી ન લોભાઈ જાય. જ્યારે આમ થશે ત્યારે જ આપણે કંઈ કરી શકીશું.
મિતિક બળ. પહોંચ. શ્રી કચ્છ માંડવી જૈન મિત્ર મંડળને ૧૯૬૨-૬૩-૬૪ ની સાલને
બીજે વાર્ષિક રિપોર્ટ, આ રિપોર્ટની પહોંચ સ્વીકારતાં અમારે જણાવવું જોઈએ કે, આ મંડળ ન કોમના હિતના અનેક કાર્યો કરે છે. એને હસ્તક રહેતાં ખાતાઓ જેવાં કે જીવદયા ખાતું, લાયબ્રેરી, સંગીત ખાતું, વગેરેની વ્યવસ્થા સંતોષકારક લાગે છે. અમે માત્ર એકજ સૂચના કરવાની જરૂર ધારીએ છીએ કે, આ મંડળે માથે લીધેલ શ્રી બેટ રાંખોદ્ધારની પડોશના વસઈ ગામના પ્રાચીન દેરાસરે જીર્ણોદ્ધાર જેમ બને તેમ જલદી કરાવવા પ્રયાસ લે જોઈએ છીએ. કેન્ફરન્સના ઉદ્દેશો પાર પાડવા તેમજ સુકૃતભંડાર કચ્છમાંથી ઉઘરાવવા આ મંડળ પ્રયાસ કરશે એમ અમને સંપુણ આશા છે.