Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 374
________________ ૨૮૮ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ નવેમ્બર જવાબમાં અમદાવાદની કોન્ફરન્સના ઉપપ્રમુખ શેઠ, સાંકળચંદ મોહનલાલે જણાવ્યું કે “અમે નાતમાંથી ડેલીગેટે મોકલ્યા નહતા માટે કોન્ફરન્સ ઠરાવ કરે તેથી અમારે શું ? અમોને તે કબુલ નથી.” વળી તે વખતે એકદિશી જેનારા મીત્ર શનાભાઈ બલી ઉઠયા કે “આ તે રાંડરાંડને લુટવાનો સવાલ છે ” ત્યાર પછી સંસ્કરીના રૂપમાં આગેવાને વચ્ચે કેટલીક વાતચીત થયા પછી સંધના આગેવાને શ્રી અમદાવાદની કોન્ફરન્સના જનરલ સુપરવાઈઝર શેઠ મોહનલાલ લલ્લુભાઈએ જવાબ આપ્યો “આ યોજના સંબંધમાં અમે આગેવાનો કાંઈ ઠરાવ કરી શકતા નથી, જેને મોકલવું હશે તે મોકલશે.” ત્યારે એવો પ્રશ્ન થાય કે, “ કેટલાક અજાણ્યા લોકો કયાં મોકલશે ?” ત્યારે છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઇ તરફથી જવાબ મળ્યો કે “ તમે ક્યાં નાના કરા છે ?” આ રમુજી જવાબ સાંભળી સભા હા હો કરતી ઉભી થઈ ગઈ અને લોકો ત્યાંથી આખા રસ્તા ઉપર આગેવાનોની નબળાઈ તથા “ કોન્ફરન્સ તરફ મને બીલકુલ શ્રદ્ધા નથી” એવા શબ્દો બોલનારા તરફ “ શેઈમ-શેઈમના પિકાર કરતા વીખરાઈ ગયા હતા.” આ પ્રમાણે જે હકીક્ત બની હોય તો પ્રત્યેક જૈન બંધને–દરેક વીપુત્રને દીલગીરી થયા વિના રહેશે નહિ; કારણ કે જેન જાતિના હિતને કહાડાથી કાપી નાંખવા જેવું આ નિર્દય કાર્ય કરવામાં આવ્યું છે; બે ચાર વચનરૂપી વિષ બિંદુએથી જેન પ્રજાના હિતરૂપી અમૃતને વિષમય-ઝેરમય બનાવી દીધું છે; કોન્ફરન્સ જેવી પરમ પવિત્ર, પારિજાતક તરૂ સમાન, કલ્પવૃક્ષ સમી, અને ચીંતામણી રત્નના જેવી, નિષ્કલંકિત સંસ્થાને ફિલ્મીવાળી કરી છે; સુકૃત ભંડાર જનારૂપી હિનરને કારી વચનરૂપી ધગધગતા અગ્નિમાં નાંખી નિસ્તેજ બનાવ્યો છે. તેમાં વળી કોન્ફરસના હિતસ્વી યુવક ડબલ ગ્રેજ્યુએટના કેટલાક ઉતાવળા–બીનપાયાદાર–વિવેકશન્ય-મર્યાદાહીન–અર્ધદગ્ધ વિચારો જાણી અને તે. પારાવાર અકસેસ થાય છે. અખિલ ભારતવર્ષિય તીર્થંકરરૂપી શ્વેતાંબર જૈન સંઘની સ્થાપિત થયેલ કોન્ફરન્સ સંસ્થા ઉપર જે ગૃહસ્થની બીલકુલ શ્રદ્ધા નથી તે ગૃહસ્થ ગત કોન્ફરન્સના માંચડા ઉપર કોન્ફરન્સની શા માટે હીમાયત કરી હતી–જે દેવી પ્રત્યે તેમને ભકિતભાવ નહતો તે દેવી તરફ તેમણે શા માટે ભકિત દેખાડી હતી–જે વસ્તુ પર તેમને હાલ ન હતું તે વસ્તુ માટે તેમણે હાલ કેમ દર્શાવ્યું હતું તે અમારાથી સમજી શકાતું નથી. શું જેને ઠગવા, કીર્તિ મેળવવા કે કેળવણીના ખોટા હીમાયતી હેવાને ટૅગ કરવા? અમે અમારી માન્યતા પ્રમાણે કહીશું કે “કોન્ફરન્સ પર મને શ્રદ્ધા નથી” એ શબ્દો બોલનાર પિતાના અંતઃકરણની સંમતિથી–પિતાના દિલથી બોલ્યા નહિ હશે, પરંતુ મોટાઓના હાથમાં રમકડું બની–શ્રીમાન શેઠીયાઓથી પ્રેરાઈ--ધનવાનોથી દોરાઈ છાયાની માફક ઘસડાઈ જઈ જાત્યાભિમાન ભૂલી જઈ–સ્વતંત્રતાને કોઈ પણ જાતની લાલસાની તુછ કિંમતે વેચી નાંખી બોલ્યા હશે. અફસેસ અફસોસ !! અમારી કોમ એમ નહોતી ધારતી કે તેની કેળવાયેલી વ્યકિતઓ આમ મેટાના તેજથી અંજાઈ જશે, લાલચથી લેભાઈ જશે ને માનવી લાગણીથી લૂંટાઈ જશે !! જ્યારે કેળવાએલો વર્ગ જ આમ નિર્બળ બનશે, સયાસત્યને વિચાર કરે મૂકી દેશે, અને સ્વાર્થ બુદ્ધિથી સત્યને દાબી દેશે ત્યારે અમારા બીન કેળવાએલા વર્ગનું તો કહેવું જ શું!

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438