Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૦૦૮ ].
કેન્ફરન્સના કાર્યોનું સિંહાવલોકન
[ ૧૮૫
જૈન પત્રકારને છેવટે જણાવીએ તે ગેરવ્યાજબી નહીં ગણાય કે લેખ સ્વતંત્રતાથી લખાય તેના માટે કોઈપણ ના પાડી શકે નહીં (ઉલટું અમારું માનવું છે કે તે લાભકારક નીવડે.) પણ સ્વચ્છંદતા તે નુકશાનજ કરેઃ તમારા ઘણુ લેખમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતાને એક કરવામાં આવે છે અને તે વખતે તમે કોઈ પ્રકારે ગેરવ્યાજબી રસ્તે દેરવાઈ જાઓ છે, અને કેઈક વખતે સાચું ખોટું ભરડી નાંખે છે, બકવાદ કરે છે. ખરેખર અમને આટલું લખવું પણ ઠીક નથી લાગતું, પણ જન કેમ મધ્યેના એકજ પત્રકાર તરીકે તમારી ખ્યાતિ (વટે છે તેને બદલે) વધે અને તેમાં અમારી સુચનાઓ મદદગાર થઈ પડે તે ખાતર તથા તમે પ્રથમથી જ કોન્ફરન્સના હિતચિંતક છે એ માનવું કાયમ રહે, તે ખાતર આટલું લખવું પડયું છે. તમે અને તમારૂં જૈન સારી સ્થિતિમાં રહે એજ અમારી અંત:કરણની ઈચછા છે. જૈન પત્રના લખાણમાં ગમે તેના માટે ગમે તે પ્રકારે કોઈપણ બીના આવે તેને માટે કોન્ફરન્સને જવાબદાર ગણવી એ ભૂલ ન થવી જોઈએ. અલબત જૈન પત્રથી લાભ થાય તેવા માગે તેના અધિપતિ કામ કરે તેવી સૂચના કરવી તે અમારી ફરજ છે અને તેમ ધારીને જ આ લેખનું પ્રયોજન થયું છે તે ધ્યાનમાં લેવું.
લી. મધુકર,
કોન્ફરન્સના કાર્યોનું સિંહાવલોકન.
આ અંક સાથે આ કોન્ફરન્સ ઓફીસ :તથી અત્યાર સુધીમાં શા શા કામ કર્યા તે સંબંધી એક કોષ્ટકના રૂપમાં દેહનજર વહેંચવામાં આવી છે. આ મુદેહનજર દરેક વ્યકિતએ ધ્યાનપૂર્વક વાંચવી. કેટલાક કહે છે કે કોન્ફરન્સ કાંઈ કર્યું નથી. તેવા કહેનારાઓને આ સિંહાવલોકન તપાસવા સૂચના કરીએ છીએ.
જુદા જુદા ખાતામાં પૈસા ભરનારાઓ જેમને કેટલાક સમજાવે છે કે તમારા પૈસાનું કાંઈ સાર્થક થયું નથી, તેવા નાણું ભરનારાએ તપાસવું કે તેમના ભરેલા પૈસાનું કેટલું સુકાર્ય થયું છે.
અંગ્રેજીમાં કહેવત છે કે રેમ એક દીવસમાં બંધાયું નહોતું. તેમ સારા કાર્યો એકી વખતે થઈ શકે નહીં. કોન્ફરન્સ ઓફીસને ગોઠવવામાં ઘણું ભેજાની જરૂર જણાયેલી અને આજે પાંચ-છ વર્ષે હવે કોન્ફરન્સ ઓફીસ કામ કેવી રીતે અને કઈ પદ્ધતિ ઉપર કરવું તે જાણતી થઈ છે. "
| મુશ્કેલી દરેક કાર્યમાં છે–આવી મુશ્કેલી કામ કરનારાઓ જ જાણે છે, નહીં કે કહેનારાઓ. કહેનારાઓ કેવળ વાત કરી અને શુષ્ક લેખ લખી આવા સારા કાર્યોને ધકે પહેચાડે છે પણ આવી બેટી અફવાઓ ઉડાવ્યા પહેલાં અમે આ કહેનારાઓને આ કેષ્ટક જેવા અને